• Maujvani

    “I’m Glad You’re Dead Now”- અતીતને જીવતું ભાવનાપ્રધાન વર્તમાન 

    Reading Time: 3 minutesલે.દિ.પ્રભુ – લેખક, દિગ્દર્શક અને પ્રમુખ ભૂમિકા- તૌફીક બરહોમનું અદ્દભૂત સર્જન – “I’m Glad You’re Dead Now” 2025 એક 13 મિનિટની એવી શોર્ટ ફિલ્મ છે જે તદ્દન સાદી અને સરળ છે, કોઈ ઝાકઝમાળ નથી. પણ લાગણીસમૃદ્ધ- ભાવનાપ્રધાન છે. એક ઊંડી છાપ છોડે છે. પેલેસ્ટાઇન – ફ્રાન્સ – ગ્રીસનું આ જોઈન્ટ વેન્ચર છે જેમાં એ બે ભાઈઓ -રેડા અને અબૂ રશીદની વાત છે જેઓ વર્ષો પછી પોતાના બાળપણના ટાપુ પર પાછા આવે છે અને ભૂતકાળની યાદોના આઉટ-બર્સ્ટ સાથે શરૂ થાય છે જૂના દુઃખોનો અને મૌન રહસ્યોનો ટકરાવ.   રેડા તરીકે તૌફીક બરહોમ, અબૂ રશીદ તરીકે અશ્રફ બરહોમ અને…