Maujvani

“I’m Glad You’re Dead Now”- અતીતને જીવતું ભાવનાપ્રધાન વર્તમાન 

Reading Time: 3 minutes

લે.દિ.પ્રભુ – લેખક, દિગ્દર્શક અને પ્રમુખ ભૂમિકા- તૌફીક બરહોમનું અદ્દભૂત સર્જન – “I’m Glad You’re Dead Now” 2025 એક 13 મિનિટની એવી શોર્ટ ફિલ્મ છે જે તદ્દન સાદી અને સરળ છે, કોઈ ઝાકઝમાળ નથી. પણ લાગણીસમૃદ્ધ- ભાવનાપ્રધાન છે. એક ઊંડી છાપ છોડે છે. પેલેસ્ટાઇન – ફ્રાન્સ – ગ્રીસનું આ જોઈન્ટ વેન્ચર છે જેમાં એ બે ભાઈઓ -રેડા અને અબૂ રશીદની વાત છે જેઓ વર્ષો પછી પોતાના બાળપણના ટાપુ પર પાછા આવે છે અને ભૂતકાળની યાદોના આઉટ-બર્સ્ટ સાથે શરૂ થાય છે જૂના દુઃખોનો અને મૌન રહસ્યોનો ટકરાવ.  

રેડા તરીકે તૌફીક બરહોમ, અબૂ રશીદ તરીકે અશ્રફ બરહોમ અને અવ્રીલિયો કારકાસ્તાસ અભિનીત “I’m Glad You’re Dead Now” એક બહુ જ મિનિમલિસ્ટ છે એમ કહી શકાય  કેમકે અત્યંત ઓછા સંવાદ, ધીમી પણ એક નક્કર અર્થસભર ગતિ, અને અત્યંત હૃદયસ્પર્શી ઊંડા ભાવો.  માત્ર 13 મિનિટમાં જ ગુંચવાયેલ સંબંધોનાં સમીકરણો, ભાવનાઓનું ઘમાસાણ, ગર્તામાં ધરબાઈ ગયેલા અને ગુમાવેલા બાળપણ, તથા બન્ને પાત્રોના આંતરિક દ્વંદ ને ખુબ જ પ્રભાવી રીતે કેપ્ચર કરવામાં આવ્યા છે.

અત્યંત રિયાલિસ્ટિક અપ્રોચ. અત્યંત ઓછા શબ્દો, એકે એક ફ્રેમમાં ઉજાગર થતો તણાવ, પ્રકટ થતા ભાવો, અને અંતે શેષ રહી જતો ખાલીપો મનને ભારે કરી દે છે. “Brilliant narrative economy” જે કહેવાય તે મુજબ જાહેરખબર ની જેમ અત્યંત ઓછા સમયમાં વધુમાં વધુ લોકો સાથે કમ્યુનિકેટ કરી,  ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ કમ્યુનિકેટ કરવું  એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે “I’m Glad You’re Dead Now”.

ફિલ્મની સિનેમેટોગ્રાફી અને સાઉન્ડ, બન્ને મળીને એક અદ્દભૂત વાતાવરણ ઊભું કરે છે. જે રીતે ફિલ્મમાં ટાપુને કેપ્ચર કરવામાં આવ્યો છે તે મુજબ , ટાપુ માત્ર એક લોકેશન નથી પણ જાણે

ક્રિટિક્સે જ્યોર્જ વાલ્સામિસની સિનેમેટોગ્રોફીનાં ભારોભાર વખાણ કર્યા છે. તૌફીક બરહોમ પોતે જ લે.દિ. પ્રભુ હોવાથી ફિલ્મને એક વ્યક્તિગત સ્પર્શ મળે છે—અને તેનો પ્રભાવ સ્ક્રીન પર દેખાય પણ છે.

એવોર્ડની વાત કરીએ તો, આ ફિલ્મે 2025ના Cannes Film Festivalમાં Short Film Palme d’Or એવોર્ડ મેળવ્યો છે જે શોર્ટ ફિલ્મ જગતમાં સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એ ઉપરાંત Chicago International Film Festivalમાં Silver Hugo એવોર્ડ પણ મેળવ્યો છે.

IMDb પર રેટિંગ 7.5 થી 7.9 વચ્ચે ફેરવાતું રહે છે, જે શોર્ટ ફિલ્મ માટે ઉત્તમ માનવામાં આવે. કાંસમાં આવું recognition મળ્યા પછી વિશ્વના ઘણા ફેસ્ટિવલ્સમાં આ ફિલ્મને સ્થાન મળ્યું છે ને એ વિશે ચર્ચાઓ પણ શરુ થઇ ગઈ છે.

ફિલ્મમાં યાદ રહી જાય એવા પળોની વાત કરીએ તો સૌથી પ્રથમ તો ફિલ્મની શરૂઆત જ છે જ્યારે બન્ને ભાઈઓ, વર્ષો બાદ આઈસલેન્ડનાં ટાપુ પર પથમ વાર પગ મૂકે છે. પ્રથમ દૃષ્ટિએ સરળ અને સિમ્પલ સીન છે, પણ એ સીન સાથે ઉજાગર થતું મૌન, એ મૌનનાં લેયર્સ, એની વ્યાકુળતા ..તરત જ કોઈ અનિચ્છનીય ઘટના કે અહેસાસની પ્રતીતિ કરાવે છે. બન્ને પાત્રો વચ્ચેનું મૌન જ સાચા અર્થમાં આખી ફિલ્મનું કેન્દ્ર છે. ક્લાયમેક્સ પણ શાત છે. મૌન જ વ્યાપેલું છે. કંઈ પણ બોલ્યા વિના ઘણું બધું કહી જાય છે, ઘણું બધું સમજાવી જાય છે. આ ફિલ્મ એવા પ્રકારની છે કે જેને જો્યા પછી અમુક દિવસો સુધી, એ બન્ને ભાઈઓએ અનુભવેલી વ્યાકુળતા જ ઘુમરાયા કરે છે. વિચારોનું ઘમસાણ રહે છે.

ફિલ્મનું નબળું પાસું એ કે સંવાદ અત્યંત ઓછા હોવાથી કેટલીક બાબતોના શબ્દિક ખુલાસા નથી થયા, ઘણી વાતો અધ્યાર રાખવામાં આવી હોય તેવું લાગે. કેટલાક લોકોને ફિલ્મ અસ્પષ્ટ લાગી શકે. માત્ર 13 મિનિટમાં અને અત્યંત ઓછા શબ્દોમાં વર્તમાન ઘટનાઓ સાથે સંકળાયેલ તમામ બેકસ્ટોરી સમજાઈ જાય એ એટલું સહેલું નથી. તેની ‘આર્ટ-હાઉસ’ અને પેરેલલ શૈલીને કારણે mainstream દર્શકને એ ધીમી લાગે તે સ્વાભાવિક છે. પરંતુ ઈમોશનલ અને સાયલન્ટ સિનેમા તથા આર્ટ ફિલ્મોના ચાહકો માટે આ ફિલ્મ એક treat છે.

ફિલ્મની યુએસપીની વાત કરીએ તો, ફિલ્મમાં મિનિમલિઝમ હોવા છતાં તેમાં ઈમોશન્સ – ભાવોનું પ્રમાણ અસાધારણ છે. ડિરેક્ટર પોતે જ અભિનેતા હોવાથી ફિલ્મને ખૂબ જ raw અને પ્રામાણિકતા સ્પર્શે છે. પેલેસ્તાઈન- ફ્રાંસ અને ગ્રીસનું કો-પ્રોડક્શન હોવાથી ફિલ્મને એક આંતરરાષ્ટ્રીય ફ્લેવર મળે છે. સૌથી મહત્વની વાત—આ ફિલ્મ બોલવા કરતાં વધુ “અહેસાસ” કરાવે છે.

સારાંશમાં કહીએ તો “I’m Glad You’re Dead Now” એવી ફિલ્મ છે જે લાઉડ નથી, બૂમો પાડતી નથી, પરંતુ ફિલ્મનું મૌન – દર્શકોના મનમાં એક ચિહ્ન – ઊંડી છાપ છોડી જાય છે. જો તમને deep, emotional અને visually symbolic સિનેમાનાં ચાહકો માટે અ ફિલ્મ એક વિઝ્યુઅલ ટ્રીટ કહી શકાય.

સિગ્નેચર : શબ્દો કરતા મૌન વધુ બોલી, કહી અને સમજાવી જાય છે.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments