
મૂળ લેખક : વિનોદ પોપટ
ગુજરાતી વર્ઝન : મનભાવી મનીશ શેઠ
એક સ્ટ્રેટેજીક, દીર્ઘદૃષ્ટિપૂર્વકનાં આર્થિક પગલાંરૂપે, અમેરિકન ડોલર પર પરંપરાગત નિર્ભરતા ટાળીને ભારત હવે વધુને વધુ સ્થાનિક ચલણમાં દ્વિપક્ષીય વેપાર તરફ વળી રહ્યું છે. આ દિશામાં મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક છે ભારત અને મૌરિશિયસ વચ્ચે થયેલ ટ્રેડ એગ્રીમેન્ટ. જેનાથી હવે ભારત અને મૌરિશિયસ વચ્ચેની લેતી-દેતી INR (ભારતીય રૂપિયો) અને MUR (મૌરિશિયન રૂપિયો)માં થઈ શકશે. આ કદમ માત્ર રાષ્ટ્રગૌરવ કે સગવડ માટેનું નથી—આ વિશ્વ વ્યાપી આર્થિક વ્યવસ્થામાં ફેરફાર લાવવાનું વ્યૂહાત્મક પ્રથમ પગલું છે.મૂળ
ભારત-મૌરિશિયસ વેપાર કરાર: એક ઉદાહરણરૂપ અભ્યાસ
2024ની શરૂઆતમાં, ભારત અને મૌરિશિયસે ધોરણો સેટ કરનાર એક માળખીય કરાર પર હસ્તાક્ષર કર્યા છે જેમાં બંને દેશોએ પોતાના સ્થાનિક ચલણમાં વેપાર અને રોકાણ સેટલમેન્ટ માટે સહમતિ આપી છે. હવે ભારતીય નિકાસકર્તાઓ અને મૌરિશિયન આયાતકર્તાઓ INR અને MURમાં લેતીદેતી કરી શકે છે, જે ડોલર પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો લાવશે.
આ પહેલ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 2022માં જાહેર કરાયેલ માર્ગદર્શિકાઓનો એક ભાગ છે, જેમાં એવા દેશો સાથે ભારતીય રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર સેટલમેન્ટની મંજૂરી આપવામાં આવી છે, જેઓ પાસે ડોલરની અછત છે અને /અથવા ભારત સાથે રાજકીય અને આર્થિક સંબંધો મજબૂત કરવા માંગે છે. ઘણા દેશોએ આ પહેલની સરાહના કરી છે અને શ્રીલંકા, રશિયા તથા યુએઈ જેવા દેશો પણ આ દિશામાં આગળ વધી રહ્યા છે.
સ્થાનિક ચલણમાં વેપારનું મહત્ત્વ?
1. ડોલર વોલેટિલિટીથી બચાવ:
સ્થાનિક ચલણમાં વેપાર કરવાથી ડોલર અને રૂપિયા વચ્ચેના રેટના અચાનક ચઢાવ-ઉતારનું જોખમ મહ્દ અંશે ટળી જાય છે અને કરન્સી કન્વર્શનનો ખર્ચ પણ ઘટે છે.
2. આર્થિક સ્વાવલંબનને પ્રોત્સાહન અને સક્ષમતા:
ડોલર પરની નિર્ભરતા ઓછી થતાં દેશો પોતાનું નાણાકીય નીતિ આયોજન વધુ પ્રભાવી રીતે રીતે કરી શકશે.
3. ગ્લોબલ સાઉથ સહયોગને પ્રોત્સાહન:
ઘણા વિકાસશીલ દેશો આર્થિક અને નાણાંકીય દૃષ્ટિએ પશ્ચિમી દેશોનાં પોતાના પરના આધિપત્યથી મુક્ત થવા માંગે છે. સ્થાનિક ચલણમાં વેપારની વ્યવસ્થાથી એ દેશોને માટે એક વધુ ન્યાયસંગત ટ્રેડ સિસ્ટમ અમલમાં આવશે જેઓ પાસે ડોલરની અછત છે.
યુએસ ડોલરના વર્ચસ્વના પરિણામો
વિશ્વયુદ્ધ પછીથી અમેરિકન ડોલર આંતરરાષ્ટ્રીય વેપાર અને રિઝર્વનું મુખ્ય ચલણ રહ્યું છે. પરંતુ ભારતના વ્યૂહાત્મક પગલાં સાથે અનેક દેશો, ડોલર દ્વારા વેપાર કરવાની જરૂરિયાત અને ખર્ચ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. સંભવિત પરિણામો:
- ડોલર હેજમનીમાં ઘટાડો:
જેમ જેમ વધુને વધુ દેશો વૈકલ્પિક ચુકવણી સિસ્ટમ અપનાવશે, તેમ તેમ વૈશ્વિક વેપારમાં ડોલરની માંગ ઘટતી જશે. અત્યારે ડોલર જે રીતે વૈશ્વિક વેપાર માટે ‘ધ ઓન્લી કરન્સી’ હોવાનું જે એકચક્રી આધિપત્ય ધરાવે છે તેમાં ઘટાડો થશે. - યુએસના આર્થિક દબદબાને પડકાર:
અમેરિકાએ પોતાના ડોલર- ચલણના આધારે ભૂ-રાજકીય વર્ચસ્વ અને વૈશ્વિક સ્તરે દબાણ ઊભું કરેલું છે. તે ધીમે ધીમે ઘટી જશે. - ચલણો વચ્ચે સ્પર્ધા:
ચીની યુઆન અને રશિયન રૂબલની સાથે હવે ભારતીય રૂપિયો પણ વૈશ્વિક વ્યાપાર માટે વિકલ્પ બની રહ્યો છે. આ સ્પર્ધાને વધુ તીવ્ર પણ વધુ તંદુરસ્ત બનાવશે. અને વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાને વૈવિધ્યસભર બનાવે છે.
ભારતનો લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ
આ પહેલ કોઈ ‘વન-ઑફ’ પ્રયાસ નથી. ભારતનો ઉદ્દેશ રૂપિયાની વૈશ્વિક દક્ષતા વધારવાનો છે. INRને વૈશ્વિક વેપાર ચલણ તરીકે સ્થાપિત કરવાની દિશામાં આ એક મજબૂત પગલું છે.
આ વ્યૂહરચના ભારતની મોટી ભૂ-રાજકીય ઇચ્છાઓ સાથે જોડાયેલી છે: ગ્લોબલ સાઉથનો અવાજ બનવો, ચીનના વિકલ્પ તરીકે ઉભરવું અને વૈશ્વિક નાણાંકીય વ્યવસ્થાની પુનરુસ્થાપનામાં નેતૃત્વ કરવું.
નિષ્કર્ષ
ભારત અને મૌરિશિયસ વચ્ચેનો વેપાર કરાર વૈશ્વિક આર્થિક વ્યવસ્થામાં થતી પરિવર્તનશીલ મુવમેન્ટનો સંકેત છે. ડોલરની એકાધિકારિતાથી મુક્ત થઇ એક બહુચલણ વિશ્વનીતિ ફોલો કરનારા વિશ્વ અને તંદુરસ્ત સ્પર્ધાનો આ એક નોંધપાત્ર પ્રયત્ન છે. જો આ દિશામાં વધુ દેશો આગળ વધશે, તો “ડોલર ડોમિનેન્સ”નો ધીમે ધીમે અંત આવી શકે છે—અને ચીન કે રશિયા નહીં, પણ પોતાનો માર્ગ સ્વયં ચિહ્નિત કરનાર એક દેશ તરીકે ભારત વિશ્વ પટલ પર ઉભરશે.
Vinod Popat
He is a broadcaster and commentator on international affairs with a focus on India’s role in the evolving global order. He writes regularly on topics of geopolitics, economic strategy, and cultural diplomacy.
If you found the content on this blog site interesting, please do send us your feedback
at manbhavee@gmail.com and don’t forget to subscribe to www.maujvani.com.