
લોકેશ કનગરાજ સાથે ‘રજનીકાંત’ ની આ પ્રથમ ફિલ્મ. આ ફિલ્મ તામિલ, તેલુગુ, હિન્દી અને અન્ય ભાષાઓમાં એક સાથે રિલીઝ થઇ છે.
રજનીકાંતની અન્ય ફોલ્મોની જેમ જ આ ફિલ્મે પણ ભારે ચકચાર જગાવ્યો છે. રજનીકાંતની આ ત્રીજી ફિલ્મ છે જેણે રિલીઝ થયાના માત્ર 5 દિવસની અંદર વિશ્વ સ્તરે +400 કરોડની ક્લબમાં એન્ટ્રી લઇ લીધી છે.
એક એવી ફિલ્મ જે અલગ ચીલો ચાતરવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મ એક વ્યક્તિની વાર્તા છે જે પોતાની જીવન યાત્રા માં પોતાના ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓ માટે નિમિત્ત લોકો સામે બદલો લેવાની તક શોધી રહ્યો છે અને સાથે સાથે પોતે ભૂતકાળમાં કરેલી ભુલોને સુધારવાની પ્રેરણા પણ મેળવે છે તથા પોતાના જીવનને એક નવો આકાર આપે છે. ફિલ્મમાં દેવ (રજનીકાંત)( જે એક કુલી હતો હવે હોસ્ટેલ ચલાવે છે), સાયમન (નાગાર્જૂન), જે એક સ્મગલર છે તથા તેના ક્રૂર મેન્ટોર -દયાલ( સૌબિન શાહિર) વચ્ચેના અલ્ટીમેટ સંઘર્ષ ની વાત છે.
દેવ એક કુલી હતો જે હવે. એક હોસ્ટેલ ચલાવે છે. શિષ્ટતા, સભ્યતા અને નૈતિકતાના નિયમો સાથે આ હોસ્ટેલ ચલાવી દેવે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. એ હમેશ તદ્દન લો પ્રોફાઈલ રહેવાનું પસંદ કરે છે, પણ અચાનક એક દિવસ તેના મિત્ર રાજશેખરન નું મૃત્યુ થાય છે. હવે તેના પરિવાર માં માત્ર ત્રણ પુત્રીઓ છે. હવે તેની ત્રણ પુત્રીઓને જાનનું જોખમ ઉભું થઇ જાય છે. જેનું કારણે છે એક એવી શોધ જે જો અનેતિક અને સમાજ વિરોધી તત્વોના હાથમાં આવે તો એનો દુરુપયોગ પણ થઇ શકે. અને અમુક અનૈતિક તત્વો એ ઉપકરણ મેળવવાના તાકમાં હતા પણ રાજશેખરન ની હયાતીમાં ક્યારેય એ મેળવવામાં કે એ મેળવી એનો ઉપયોગ એન્ટી-સોશિયલ એક્ટીવીટી માટે કરવામાં સફળ થયા ન હતા. રાજશેખરન ની હત્યા નાં કાવતરાનું કોકડું હજી ઉકેલાયું ન હતું પણ એ ઉપકરણ મેળવવાના પ્રયાસો ચરમ સીમાએ ગતિમાન થઇ ગયા હતા અને એમની ત્રણેયની સલામતી જોખમાઈ ગઈ હતી.
હવે દેવ, એમની સુરક્ષા ની જવાબદારી લઇ લે છે, જો કે રાજશેખરની મોટી દીકરીને એ નથી ગમતું પણ સમયનો પ્રવાહ તો વહે જ છે. એ ઉપકરણ મેળવવા માટેના અને તેના ચાલનની રીત જાણવા માટે એની મોરી દીકરીનો પીછો કરવામાં આવે છે. દર વખતે દેવ એને કોઈક ને કોઈ રીતે બચાવી લે છે.
આ સમયે દેવ માત્ર એક મિશન પર છે, વર્ષોથી ગૂંચવાયેલા કોયડાને ઉકેલવાના મિશન સાથે દેવ આગળ વધે છે ત્યારે આ માત્ર એ એક ઘટના નહિ પણ દેવ કુલી હતો ત્યારથી લઈને અત્યાર સુધીની તમામ વણઉકેલાયેલી અને એ મૂળ ઘટના સાથે સંકળાયેલી અનેક ઘટનાઓની પરતો ખુલતી જાય છે, સત્ય બહાર આવતું જાય છે, કોયડો ઉકેલાતો જાય છે. પણ એ કોઈડાઓ કયા કયા અને કેવી રીતે ઉકેલાયા એ ઘટનાઓનું આરેખન અત્યંત રોચક રીતે કરવામાં આવ્યું છે.



કુલીનું સકારાત્મક પાસું
• ધમાકેદાર ઓપનિંગ: રજનીકાંત સ્ટારર “કુલી” એ ધમ્કેદાર ઓપનીગ વીકમાં જ વૈશ્વિક સ્તરે ર્સ.400 કરોડ થી વધુનો બિઝનસ કરી એક રેકોર્ડ કરી દીધો છે.
- સ્વેગ, સ્ટાઇલ, ડાન્સ, એક્ટિંગ, ફાઇટ, કોમેડી, વોક, મેનરીઝમ, ડાયલોગ ડિલિવરી અને સ્ક્રીન પ્રેઝન્સ, વેરીથનમ, ફિલ્મનો વાસ્તવિક પાવર હાઉસ..
- મલ્ટી લેયર્ડ સ્ટોરી કલ્ચર
- રજનીકાંતની ટ્રેડમાર્ક શૈલી, શક્તિશાળી સંવાદ વિતરણ અને સામૂહિક અપીલ,
- દિગ્દર્શક લોકેશ કનાગરાજની એક નોખી કૃતિ, ગુનાખોરીની એક એવી ગાથા જે એક્શન, રહસ્ય અને ભાવનાનું સંપૂર્ણ પેકેજ છે.



મિશ્રિત પ્રતિક્રિયા :
ઓવરસીઝ અમુક લોકોનું માનવું છે કે દેવ- રજનીકાંતનાં ચુંબકીય આકર્ષણને લીધે જ વાર્તાની નબળાઈઓ પણ તેની ભ્રમણકક્ષાની આસપાસ સ્થિર રહે છે.
ફિલ્મનું દુર્ભાગ્ય એ છે કે રજનીકાંતની હાજરીથી એ ફિલ્મ પોતે જ પોતાના માટે ક્રિએટ થયેલી ઉચ્ચ અપેક્ષાઓ નાં ભાર હેઠળ દબાઈ ગઈ છે. રજનીકાંત વિના આ ફિલ્મ આ ઊંચાઈઓ પ્રાપ્ત ન કરી શકી હોત.
નેગેટિવ પ્રતિક્રિયા :
મૂળ પ્લોટમાં અનેક સબ પ્લોટ્સ –
અર્થાત વધુ પડતી વાર્તા: વર્તમાનની એક વાર્તાની અંદર ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓ સાથે સંકળાયેલ રહસ્યો અને ઉદ્ભવેલ દુશ્મની – આમ અતિશય મહત્વાકાંક્ષી સબપ્લોટ્સ બદલો લેવાની હિંસાથી ગુનાનાં કારણોના ખુલાસા. આ બધું કદાચ ગૂંચવણો પેદા કરી શકે.
લઘુ કેમિયો અને અન્ડરયુઝ્ડ ટેલેન્ટ:
આમિર ખાન અને ઉપેન્દ્ર દ્વારા કેમિયો – પણ એ પાત્રમાં ડેપ્થનો અભાવ હોવાથી ધારી અસર ન છોડી શકી. કહી શકાય કે અન્ડર-યુટિલાઈઝડ ટેલેન્ટ. શ્રુતિ હાસનનો અભિનય, ભાવનાત્મક હોવા છતાં, અન્ડરરાઇટેડ હોવાની પ્રતીતિ કરાવે. એક્શન પ્રધાન ફિલ્મ હોવાથી દરેક પાત્ર અને પટકથામાં ડેપ્થનો અભાવ. અને ફિલ્મ રજનીકાંત સેન્ટ્રીક હોવાથી એક ફોર્મ્યુલા ફિલ્મ બની ગઈ.
ટેકનીકલ પાસું
ગિરીશ ગંગાધરનની સિનેમેટોગ્રાફી, અનિરુદ્ધ રવિચંદરનો ધબકતો સ્કોર, સાઉન્ડ ડિઝાઇન, પ્રોડક્શન મૂલ્યો અને VFX આગવી છાપ છોડી જાય છે.
રજનીકાંત નાં ફેન્સ માટે આ એક માઇલસ્ટોન ફિલ્મ: ભારતીય સિનેમામાં રજનીકાંતના 50 વર્ષની ઉજવણી અને તેમની 171મી મુખ્ય ભૂમિકા, એમનું એ ચુંબકીય આકર્ષણ અને આ ઉમરે પણ એમનો ચાર્મ લોકોને મંત્રમુગ્ધ કરે છે, ખાસ કરીને એમના ફ્લેશબેકનાં સીનમાં યુવા દેવ તરીકે – ડી-એજિંગ ઇફેકટ ને લીધે એમનો પ્રભાવ અત્યંત વધી જાય છે.
રજનીકાંત અને નાગાર્જૂન, બન્નેના વર્તમાન અને ફ્લેશ બેકના દૃશ્યોમાં એમની યુવાનીનો મેક=અપ , આશ્ચર્યચકિત કરી દેનારો છે.
દરેક પાત્ર પોત પોતાને ફાળે આવેલ ભૂમિકા યથોચિત રીતે ભજવી જાય છે. સત્યરાજનો સંયમિત અને યાદગાર અભિનય જ્યારે સૌબિન શાહિર અને રચિતા રામ સહાયક ભૂમિકાઓમાં કાયમી છાપ છોડી જાય છે.
સંગીતમય હિટ્સ: મોનિકા, ચિકિટુ અને પાવરહાઉસ જેવા ગીતોએ લોકોને ઘેલું લાગાદ્યુંન્ન છે પૂજા હેગડેના હૂક સ્ટેપ અને આકર્ષક ફિલ્માંકનને લીધે ‘મોનિકા’ વાયરલ થઈ ગઈ છે.



સૌથી મહત્ત્વની વાત, 400 કરોડની ક્લબમાં પ્રથમ સપ્તાહમાં જ પ્રવેશ એ રેકોર્ડ એટલા માટે પણ ખાસ અને નોંધનીય છે કેમકે આ ફિલ્મને CBFC દ્વારા ‘A” સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. જેને કારણે રજનીકાંતન ફેન્સમાં રોષ છે કેમકે ઘણા ફેમિલી , પોતાના પૂર્ણ પરિવાર સાથે આ ફિલ્મ જોવા નથી જઈ શકતા. “KGB અને BEAST જેવી ફિલ્મોમાં પણ હિંસક દૃશ્યો હતા પણ એમણે U/A સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. સિંગાપુરમાં પણ ‘કુલી’ને PG-13 અર્થાત 13 વર્ષ થી વધુ વયના સંતાનો માતાપિતા સાથે આ ફિલ્મ જોઈ શકે. પણ ભારતમાં ‘A” સર્ટિફિકેટને લીધે રોષે ભરાયેલ મેકર્સે , લોકોના સાથ થી મદ્રાસ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. એના જવાબમાં મદ્રાસ હાઈકોર્ટે , અમુક દ્રશ્યો કાપ્યા બાદ – ‘U/A’ સર્ટિફિકેટ આપવાની તૈબતાવી હતી પણ આ લખાય છે ત્યાં સુધી માં મેકર્સે એ વિશે વિચારવા માટે સમય માંગ્યો હતો. નિષ્કર્ષ જે આવે તે, પણ એ હકીકત છે કે જો આ લ્ખાય છે ત્યારે ભારતમાં ‘A’ સર્ટિફિકેટ સાથે જો એ વૈશ્વિક સ્તરે 400 કરોડ કમાઈ શકવાની ક્ષમતાવાળી ફિલ્મ હોય તો ‘U/A’ સર્ટિફિકેટ સાથે કેટલી કમાણી કરી શકી હોત એ કલ્પના જ કરવી રહી.



