
નકલ કરવામાં પણ અક્કલ જોઈએ
વર્લ્ડવાઈડ ઍકસ્પોઝર અને કનેક્ટિવિટીને કારણે આ કૉપી-પેસ્ટ ની પ્રક્રિયા ખૂબ સુલભ અને સરળ થઇ ગઈ છે. ઘણા એવા વિદ્યાર્થી ઓ હોય જે હમેશ કૉપી કરીને જ પાસ થતા હોય. એમની ઓળખ જ ક્રિએટ થઇ જાય. એ હકીકત છે કે નકલ કરી હોવા છતાં દર વખતે પાસ થઇ જ જવાય એવું નથી. કેમકે નકલ કરવામાં પણ અક્કલ જોઈએ. જોકે આપણે ત્યાં સર્જકો સ્માર્ટ છે એમ કહી શકાય કેમકે એ લોકો માત્ર એક જ ફિલ્મની બેઠે બેઠી ઉઠાંતરી કરી ચોરી નથી કરતા, પણ ઇન્ટરનેશનલ સિનેમાની ચાર, પાંચ કે છ સફળ ફિલ્મોમાંથી ઘટનાઓની ભેળ બનાવી પીએચડી કરતા હોય છે, એમાં આપણા બોલીવુડનો મસાલો કરી, લટકામાં આઈટમ સોન્ગ નો તડકો લગાડી એક અત્યંત સ્વાદિષ્ટ ડીશ પીરસવાનો પ્રયત્ન કરતા હોય છે. જોકે આવી ભેળપૂરી નો સ્વાદ બધાને ન ભાવે એ સંભવ છે, કેટલાકને તો કોન્સ્ટીપેશન પણ થઇ જતું હોય છે.
આજે આપણે એવા જ સર્જકો અને સર્જનની વાત કરીશું જે હોલિવુડની ફિલ્મોથી પ્રેરિત હોય અથવા તો ઓલમોસ્ટ ‘કૉપી-પેસ્ટ’ હોય. બૉલીવુડમાં કેટલાક એવા જાણીતા ડાયરેક્ટર્સ છે, જે હંમેશા હોલિવુડ અને આંતરરાષ્ટ્રીય સિનેમાની વાર્તાઓને ભારતીય સંસ્કૃતિમાં ઢાળીને તેમને વધુ લોકપ્રિય બનાવવામાં સફળ રહ્યા છે.
મહેશ ભટ્ટ :
- દિલ હૈ કી માનતા નહીં (1991)- “ઈટ હેપ્પ્ન્ડ વન નાઈટ” (1934)
- ડુપ્લિકેટ(1998)- “થી હોલ ટાઉન ઈઝ ટોકિંગ (1935)
- મર્ડર (2004) – અનફેઈથફૂલ (2002)
- સડક (1991) – ટેક્સી ડ્રાઈવર (1976)








સંજય ગુપ્તા :
- કાંટે (2002) – રીઝર્વોયર ડોગ્સ(1992) થી પ્રેરિત
- ઝિંદા(2006)- ઓલમોસ્ટ ડીટ્ટો કૉપી-પેસ્ટ – ફ્રેમ બાય ફ્રેમ ઓલ્ડ બોય (2003)સાઉથ કોરિયન
- ઝઝબા (2015) – સેવન ડેઈઝ (2007)






પ્રિયદર્શન :
- ગરમ મસાલા (2005)- બોઇંગ બોઇંગ (1965) બેડરૂમ કોમેડી થી પ્રેરિત
- બિલ્લુ (2009) – ધી બાર્બર (2008) થી પ્રેરિત
- ભૂલભુલૈયા (2007) – ધી સિકસ્થ સેન્સ(1999) + મલયાલમ ફિલ્મ “મનીચિત્રાથાઝુ” ની ખીચડી






અબ્બાસ –મસ્તાન :
- રેસ (2008)- ગુડબાય લવર (1998) થી પ્રેરિત
- પ્લેયર્સ (2012) → The Italian Job (2003)




સંજય લીલા ભણસાલી
- સાંવરીયા (2007) → વ્હાઈટ નાઈટ્સ (1957) (ફ્રાંસીસ ઇંગારેનુઆ ફિલ્મ)


ઉપરાંત અન્ય ઘણા જાણીતા ડાયરેક્ટર્સ છે અને આવી ઘણી ફિલ્મો છે જે આંતરરાષ્ટ્રીય સિનેમાથી પ્રેરિત છે, કૉપી-પેસ્ટ કરાયેલી છે છતાં સફળ છે.
આંતરરાષ્ટ્રીય સિનેમાનમાંથી પ્રેરણા લઇ – વાર્તાનું બોલિવુડીકરણ
આ અક્કલ સાથે જો આ રીમેકનું કામ સિસ્ટમેટિક અને ગંભીરતાપૂર્વક કરવામાં આવે, સફળતા નિશ્ચિત મળે જ છે, જરૂર છે માત્ર પોતાના પર વિશ્વાસ અને નક્કર કન્વિકશનની . બીજા ઉદાહરણ જોઈએ કે જેમાં હોલિવુડ કે આંતરરાષ્ટ્રીય સિનેમાનમાંથી પ્રેરણા લઇ – વાર્તાનું બોલિવુડીકરણ કરી ઓલમોસ્ટ “કૉપી-પેસ્ટ” કરી ફિલ્મ બનાવવામાં આવી હોય અને સફળ રહી હોય.

સત્તે પે સત્તા (1982)- S
Seven Brides for Seven Brothers (Hollywood, 1954)

ગઝની (2008


Memento (2000)

ચોરી ચોરી (1956)
It Happened One Night (1934)

મન (1999)


An Affair to Remember (1957)

મેરે યાર કી શાદી હૈ (2002)
My Best Friend’s Wedding (1997)

અગ્નિપથ (1990 / 2012)


Scarface (1983)

જો જીતા વોહી સિકંદર (1992)
Breaking Away (1979)

ઉપરાંત અન્ય ફિલ્મો જેવી કે લુસી (Lucy) → બાગી 3 (2020), ધ ગૉડફાદર (The Godfather) → સરકાર (2005), Mrs. Doubtfire → ચાચી 420 (1997), નાઈટ એન્ડ ડે (2010) → બેંગ-બેંગ(2014) પણ હોલિવુડ થી પ્રેરિત અર્થાત ઓલમોસ્ટ “કૉપી-પેસ્ટ” ફોર્મ્યુલા થી બનેલી છે. આવી ફિલ્મોની જો સૂચી બનાવતા જઈએ તો યાદી ઘણી લાંબી થાય. અને બોલિવુડ તો માત્ર હોલિવુડમાંથી જ નહિ અન્ય આંતરરાષ્ટ્રીય સિનેમાથી પણ પ્રેરણા લે છે (ચોરી….સોરી…સોરી પીએચડી કરે છે), અર્થાત અધિકૃત કે અનધિકૃત રીમેક બનાવે છે. જે વિષે ફરી ક્યારેક વાત કરીશું.
સિગ્નેચર:
ચોરી કરીને જો ચોર ઝડપાઈ જાય એને સજા થાય, પણ વર્ષો સુધી જે ચોરી કર્યા જ કરે, એ ચોરીને રિસર્ચ લેખાવી પીએચડી ડિગ્રી લઈ જાય!