
“ક્રિયેટિવ ઇવોલ્યુશન” – નવા ફિલ્મ ટ્રેન્ડ્સ વાર્તા ફક્ત પાત્રો સાથે નથી જીવાતી – તેને સાચા અર્થમાં જીવવી હોય તો એની રચનામાં – એના સર્જનમાં એના ટ્રાન્સફોર્મેશન પ્રોસેસમાં પણ સહભાગી થવું પડે છે
ઓબ્જેક્ટિવ રીતે એક્ટિંગ એટલે માત્ર પાત્ર ભજવવું નહીં, પણ ક્યારેક પોતાનું સ્વપ્ન પણ જીવવું. એક સ્ટેજ પછી એક્ટર્સ માત્ર એક્ટર્સ નથી રહેતા – તેઓએ ઇવોલ્વ થવું પડે છે.
એ હકીકત છે કે વાર્તા ફક્ત પાત્રો સાથે નથી જીવાતી – તેને સાચા અર્થમાં જીવવી હોય તો એની રચનામાં – એના સર્જનમાં એના ટ્રાન્સફોર્મેશન પ્રોસેસમાં પણ સહભાગી થવું પડે છે.
ઇવોલ્વિંગનાં આ પ્રોસેસમાં એક્ટર્સ લેખક, નિર્માતા કે નિર્દેશક બની જાય છે. અને ખાસ વાત એ છે કે, ઘણીવાર તેઓ એ જ ફિલ્મમાં પોતે અભિનય પણ કરે છે – જેથી તેઓ પોતાનું સ્વપ્ન સંપૂર્ણ રીતે જીવી શકે.
આ વિકલ્પ પસંદ કરનાર કલાકારો માત્રા કથાના પાત્ર નથી રહેતા, આખી કહાનીનું હાર્ટ બની જાય છે.
ક્લિન્ટ ઈસ્ટવૂડ
ક્લિન્ટ ઈસ્ટવૂડ જેવી હસ્તીએ સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યારે તેઓ પોતાની ફિલ્મ લખે, નિર્માણ કરે અને ડિરેક્ટ કરે ત્યારે તેમને અંદરથી શાંતિ અને પૂર્ણતા મળે છે.
બેન એફ્લેક
બેન એફ્લેક માટે ડિરેક્ટર બનવું એ પોતાની કરિયરને ફરીથી એક નવો ઓપ આપવાનો રસ્તો હતો – ત્યાં તેમને કથાઓ પસંદ કરવાની અને પોતાની રીતે બતાવવાની છૂટ હતી.
આજે આપણે વાત કરીએ એવા એક્ટરોની જેમણે પર્દા પાછળ પદાર્પણ કર્યું – પોતાની જ ફિલ્મ લખીઅને/અથવા ડિરેક્ટ કરી અને/અથવા નિર્મિત કરી – અને તેમાં પોતે અભિનય પણ કર્યો.
આમાં કેટલાક ઓસ્કાર વિજેતા છે, તો કેટલાકે નવા ફિલ્મિક ટ્રેન્ડ્સ ઊભા કર્યા. તેમણે ફક્ત ટેક્નિકલ અભિગમ રાખ્યો નહિ, પણ ફિલ્મમેકિંગને પોતાનું વ્યક્તિત્વ વ્યક્ત કરવાનું માધ્યમ બનાવ્યું.

🎬ચાર્લી ચેપ્લિન
🎯હાસ્ય સમ્રાટ, વન મેન આર્મી- અભિનય + લેખન + દિગ્દર્શન + નિર્માણ
- The Kid
- City Lights
- Modern Times
- The Great Dictator
🎬સિલ્વેસ્ટર સ્ટેલોન (Sylvester Stallone)
🎯અભિનય + લેખન + દિગ્દર્શન + નિર્માણ:
- Rocky II, III, IV, Balboa
- Rambo સિરીઝ
- The Expendables (રચના + દિગ્દર્શન + અભિનય)


🎬ક્લિન્ટ ઈસ્ટવૂડ (Clint Eastwood)
🎯 ગંભીર વિષયો, શાંત અભિવ્યક્તિ અને મજબૂત પાત્રોની ઓળખ.
અભિનય + દિગ્દર્શન + નિર્માણ:
- Unforgiven (1992)
- Million Dollar Baby (2004)
- Gran Torino (2008)
- The Mule (2018)
🏆 Unforgiven અને Million Dollar Baby માટે ઓસ્કાર એવોર્ડ.
🎬બેન ઍફલેક (Ben Affleck)
🎯અભિનય + દિગ્દર્શન + સહ-નિર્માણ:
- The Town (2010)
- Argo (2012) – 🏆 શ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કાર
✍️ લખાણ અને સ્ક્રીનપ્લેમાં પણ સક્રિય સહભાગીતા .


🎬જ્યોર્જ ક્લૂની (George Clooney)
🎯અભિનય + દિગ્દર્શન + નિર્માણ:
- Good Night, and Good Luck (2005)
- The Ides of March (2011)
- The Midnight Sky (2020)
🧠 રાજકીય અને માનવીય વિષયો પર આધારિત ફિલ્મો
🎬મેલ ગિબ્સન (Mel Gibson)
🎯અભિનય + દિગ્દર્શન + નિર્માણ:
- Braveheart (1995) – 🏆 શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ ફિલ્મ
🎥 The Passion of the Christ, Hacksaw Ridge – દિગ્દર્શક


🎬બ્રેડલી કૂપર (Bradley Cooper)
🎯અભિનય + દિગ્દર્શન + લેખન + સહ-નિર્માણ:
- A Star Is Born (2018) – ઓસ્કાર માટે નૉમિનેટ થયેલી ફિલ્મ.
🎤 Lady Gaga મ્યુઝિકલ અને ઈમોશનલ પ્રેમકથા
🎬જોન ફેવર્યૂ (Jon Favreau)
🎯અભિનય + દિગ્દર્શન + લેખન:
- Chef (2014) – લેખન અને નિર્દેશન
- Iron Man (2008) – દિગ્દર્શક + ‘Happy Hogan’ ની ભૂમિકા
💡 બ્લોકબસ્ટર્સ અને પર્સનલ સ્ટોરીઝ વચ્ચે સફળ સંતુલન.


🎬કેવિન કોસ્ટનર (Kevin Costner)
🎯અભિનય + દિગ્દર્શન + નિર્માણ:
- Dances with Wolves (1990) – 🏆 શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ ફિલ્મ
- The Postman, Open Range
🤠 પશ્ચિમી (Western) ફિલ્મોની પસંદગી માટે જાણીતા.
🎬રોબર્ટ રેડફોર્ડ (Robert Redford)
🎯અભિનય + દિગ્દર્શન + નિર્માણ:
- The Horse Whisperer (1998)
- A River Runs Through It (માત્ર નિર્દેશન )
- Quiz Show (માત્ર નિર્દેશન)


🎬બાર્બરા સ્ટ્રેસેન્ડ (Barbra Streisand)
🎯અભિનય + દિગ્દર્શન + નિર્માણ + ગીતો:
Yentl (1983), The Prince of Tides (1991)
🎤 સંગીત અને દિગ્દર્શન સાથે ઈમોશનલ સ્ટોરીઝ
🎬ગ્રેટા ગર્વિગ (Greta Gerwig)
🎯અભિનય + લેખન:
- Frances Ha (લેખન અને અભિનય)
🎯દિગ્દર્શન + નિર્માણ:
- Lady Bird, Little Women, Barbie
✍️ સ્ત્રીઓના સંઘર્ષ પર આધારિત વિષયોનું ચયન


🎬ઑરસન વેલ્સ (Orson Welles)
🎯અભિનય + દિગ્દર્શન + લેખન + નિર્માણ:
Citizen Kane (1941) – ઇતિહાસની શ્રેષ્ઠ ફિલ્મ
📽️ વાર્તાનું સ્ટ્રક્ચર, એડિટિંગ અને સિનેમેટોગ્રાફી માં નવી ફિલ્મીક દિશાનું સર્જન
🎬 જોર્ડન પીલ (Jordan Peele)
🎯એક્ટિંગ થી શરૂઆત પણ પછી દિગ્દર્શન/લેખન તરફ ફોકસ શિફ્ટ . સોશિઅલ હોરર – નવા ટ્રેન્ડની શરૂઆત
- Get Out Oscar- એવોર્ડ વિનિંગ સ્ક્રિનપ્લે
- Us સાયકોલોજીકલ હોરર
- Nope સાય ફાય હોરર
- Candyman : સિકવલ / “spiritual successor” થી મૂળ સર્જન 1992

“ક્રિયેટિવ ઇવોલ્યુશન”- નવા ફિલ્મિક ટ્રેન્ડ્સ. હોલિવૂડ બદલાઈ રહ્યું છે, હોલિવુડનાં ફિલ્મિક ટ્રેન્ડસ બદલાઈ રહ્યા છે. એક્ટરો સમજી ગયા છે કે ફિલ્મમેકિંગ ફક્ત ટેક્નિકલ કામ નથી, અને કલાનું કેન્દ્ર માત્ર સ્ટારડમમાં નથી, આંતરમનના અનુભવને રજૂ કરવામાં છે, એ આત્માની અભિવ્યક્તિ છે.
આપને જો આ બ્લોગ સાઈટનુ કન્ટેન્ટ રસપ્રદ લાગ્યું હોય અને તો અમને manbhavee@gmail.com પર તમારો ફિડબેક જરૂરથી આપો અને www.maujvani.com સબસ્ક્રાઈબ કરો.