અધ્યાત્મ - એડિટરની ચોઈસ - મોજવાણી - હોમ

હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલીએ હાથ દઈ આવ્યો

Reading Time: 5 minutes

ગુજરાતી કહેવતો અને રૂઢિ પ્રયોગોમાં એક ખાસ મજા છે. બે–ત્રણ શબ્દોમાં કે એક વાક્યમાં વાત કહી દે કે આખી માનસિકતા, માણસનો સ્વભાવ અને જીવનનો અનુભવ બધું તેમાં આવી જાય. અને એ પ્રાચીન સમયમાં જેટલી યથાર્થ હતી એટલી જ આજે પણ પ્રાસંગિક છે. જો કે એ વાત અલગ છે કે આજના જનરેશને તો એ કહેવતો અને રૂઢિ પ્રયોગો સાંભળ્યા જ નહીં હોય,

એવી જ એક કહેવત છે — હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલીએ હાથ દઈ આવ્યો.” બહારથી થોડું મજેદાર લાગે, હાસ્યાસ્પદ લાગે, કદાચ અમુક લોકોએ તો એના અમુક શબ્દો સાંભળ્યા પણ નહિ હોય, પણ વાસ્તવમાં તે માણસના સ્વભાવ પર એકદમ તીખો, પણ હળવો વ્યંગ કરે છે.

આ કહેવતનો સીધો અર્થ બહુ સરળ છે. કામ માટે લાંબો રસ્તો કાપવો, ગધ્ધા મજૂરી કરવી, બધાં પ્રયત્નો કરવા — પણ અંતિમ ક્ષણે કામની સાચી જાણ ન હોવાથી કે સમજ ન હોવાથી કામ કર્યા વગર પીછેહટ કરવી,પાછી પાની કરવી,પાછા આવી જવું. એટલે efforts full, result zero. આખી તૈયારી, આખી દોડધામ… અને અંતે પરિણામ શૂન્ય.

“હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલીએ હાથ દઈ આવ્યો” એ કહેવતમાં “ઘોઘે” એટલે ભાવનગર પાસેનું જાણીતું બંદર અને ગામ — ઘોઘા. ઘોઘાની બાજુના ગામમાં એક પરિવારમાં માલિક અને એમના પત્ની, રાતે ચર્ચા કરી એવો નિર્ણય લે છે કે તેઓ એમના નોકરને, જેને તેઓ હીરો કહેતા હતા, તેને એક કામ માટે ઘોઘા ગામે મોકલશે. હીરો એમની વાતો છુપાઈ ને સાંભળી જાય છે. હીરો કૉઈ કામ બરાબર નથી કરતો, એ મેણું  ટાળવા માટે, બીજા દિવસની સવારની રાહ જોયા વિના હીરો રાતે જ ઘોઘા જવા નીકળી જાય છે. પણ અડધી રાતે ગામનું મુખ્ય દ્વાર બંધ હોય છે એટલે એ માત્ર દ્વારને સ્પર્શ કરી પાછો ફરે છે. સવારે માલિકને જણાવે છે કે તે ઘોઘા જઈ આવ્યો છે. ત્યાં જઇ શું કામ કરી આવ્યો, એ સવાલના જવાબમાં હીરો માલિકને જણાવે છે કે એણે રાતે એમની અને શેઠાણીની વાતો  સાંભળી હતી એટલે પોતાને પ્રુવ કરવા એ રાતે જ ઘોઘા જવા નીકળી ગયો હતો, પણ એ પહોંચ્યો ત્યારે ગામનું મુખ્ય દ્વાર બંધ હતું એટલે એ માત્ર દ્વારને સ્પર્શ કરી પાછો ફરી ગયો. ત્યારે માલિક કહે છે કે દ્વાર ખુલ્લા હોત તો પણ શું? શું કામ કરવાનું છે એની એને ક્યાં ખબર હતી? ત્યારે એમના મુખમાંથી કહેવત રૂપે શબ્દો સરી  પડે છે કે “હીરો ઘોઘા સુધી ગયો, પણ માત્ર ડેલે હાથ દઈને પાછો આવ્યો” એટલે કે ગામનાં દ્વારને માત્ર સ્પર્શ કરીને પાછો ફરી ગયો.

હવે જો ધ્યાનથી જોશો તો સમજાશે કે આ કહેવત આજના સમયમાં વધારે સાચી અને વધુ પ્રાસંગિક છે. કારણ કે આજકાલ લોકો પાસે information બહુ છે, પણ clarity ઓછી છે. efforts પુરા કરે છે પણ છે, direction confusing છે.

આજના youthની યંગ જનરેશન ની વાત કરીએ. ઘણા લોકો કહે છે — “Bro, I’m planning something big.” startup ideas, podcast plans, YouTube channel, reels strategy… બધું discuss થાય. Notionમાં notes, Google Docsમાં plans, Canvaમાં logo, Instagram page પણ ready.

bioમાં લખેલું — “Entrepreneur | Creator | Dreamer.”

પણ actual product? zero. consistency? zero.
છ મહિના પછી enthusiasm cool down. equipment cupboardમાં. idea WhatsApp chatમાં.
અને બહારથી જોનાર quietly કહેવાનો મોકો મળે — “ઘોઘા જઈને ડેલે હાથ દઈ આવ્યા.”

Social media તો આ કહેવતનું daily demonstration છે. લોકો reels જોતા જોતા suddenly inspire થાય — “From tomorrow I’ll wake up at 5 AM, gym, meditation, reading…” next morning alarm snooze. plan postpone. motivation reel સુધી જ રહે. action lifeમાં નથી આવે. એટલે inspiration પણ ઘોઘા સુધી જઈને પાછું આવી જાય છે. અને ધારો કે એ મુજબ રૂપરેખા સચવાય તો પણ કઈ બાબતનો શું ફાયદો થશે? એનું જ્ઞાન અધકચરું હોવાથી એક સાંધતા તેર તૂટે અને ધ્યેય હાસિલ ન થાય એટલે ફરી લોકોને કહેવાનો મોકો મળે “હીરો ઘોઘે જઈ આવ્યો, ડેલીએ હાથ દઈ આવ્યો’

જો કે માત્ર આજના જનરેશન ને જ ટાર્ગેટ કરવાનો ફાયદો નથી, દરેક જનરેશનમાં આવા કિસ્સાઓની ભરમાર હોય જ છે. Education બાબતે પણ same story છે. ઘણા students exam પહેલા full hustle modeમાં હોય. coaching, tuition, YouTube lectures, notes, highlighter, sticky notes… એમનો study રૂમ નાસાના કંટ્રોલ રૂમ જેવો લાગે. માતાપિતા દીકરાની/દીકરીની મહેનત જોઈ ગદગદ થઈ જાય, પ્રભાવિત થાય, પણ exam hallમાં પ્રશ્નો જો concept based આવે, તો brain hang. બહાર આવીને classic dialogue — “યાર, મેં તો બહુ મહેનત કરી હતી પણ …… માત્ર સમજ્યા કર્યા વિનાની ગોખણ પટ્ટી. એટલે result શૂન્ય. ફરી શું સિધ્ધ થાય “ઘોઘા જઈ આવ્યા, ડેલે હાથ દઈ આવ્યા.”

બિઝનસમાં પણ “હીરો ઘોઘે જઈ આવ્યો.”

આપણે બિઝનસનું ઉદાહરણ લઈએ. આવું ઘણી વાર થાય. કોઈ વ્યક્તિ business શરૂ કરવા ઉત્સાહમાં office rent પર લે , ફર્નિચર ખરીદે,  visiting cards print કરે, social media ads પણ ચલાવે. પણ પુરતું માર્કેટ રિસર્ચ ન કર્યું હોય, કે આજકાલ ટ્રેન્ડી શું છે? કસ્ટમર્સને શું અને કેવી રીતે જોઈએ છે, તેની સમજ ન હોય. પરિણામ શું? થોડા મહિનામાં ધંધો ચોપટ. પણ બહાનું – excuse  તૈયાર જ ..”નસીબે સાથ ના આપ્યો ” અથવા “માર્કેટ જ ખરાબ હતું” પણ હકીકત શું? Market નહિ ભાઈ, પુરતી તૈયારી ન હતી. એટલે વડીલોને ફરી કહેવાનો મોકો મળે — “હીરો ઘોઘે જઈ આવ્યો.”

હવે થોડું psychological angle સમજીએ. માણસ brainને activity ગમે છે, કારણ કે activityથી લાગે છે કે આપણે progress કરી રહ્યા છીએ. પરંતુ brainને clarity મેળવવી, મૂળ પ્રશ્ન પૂછવો, “આ કામ સાચી રીતે કેવી રીતે કરવું?” — એ થોડી uncomfortable process છે. એટલે માણસ ઘણી વાર કામમાં લાગી જાય છે, પણ વિચાર ઓછો કરે છે.

ઘણી વાર આપણે, busy હોવા અને productive હોવા બંનેને સેમ જ માનીએ છીએ પણ Psychologyમાં આ tendencyને ક્યારેક “illusion of progress” કહેવામાં આવે છે. આપણને એમ લાગે કે આપણે પ્રોગ્રેસ કરી રહ્યા છીએ, આગળ વધી રહ્યા છીએ, જ્યારે હકીકતમાં તે માત્ર ગધ્ધા મજૂરી જ હોય છે, efforts અને effectiveness – મહેનત, કાર્યક્ષમતા અને કાર્યસાધકતા વચ્ચેનો ફરક સમજ્યા વગર આપણે આખી energy ખર્ચી નાખતા હોઈએ છીએ અને લોકોને કહેવાનો મોકો આપતા હોઈએ છીએ કે હીરો ઘોઘે જઈ આવ્યો.”

Social media cultureએ આ tendencyને વધુ amplify કરી છે. reels અને motivational content જોઈને લોકો instantly motivated થાય છે. પરંતુ motivation એક emotion છે, skill નથી. skill માટે patience, learning અને practice જોઈએ. જ્યારે motivation fades થાય છે ત્યારે project પણ fade થઈ જાય છે. એટલે ઘણા plans draft stage પર જ અટકી જાય છે.

Emotional level પર પણ ઘોઘા જઈ આવ્યા, ડેલે હાથ દઈ આવ્યા.

Relationshipsમાં પણ આ કહેવત quietly લાગુ પડે છે. કોઈ વ્યક્તિ relationshipમાં gifts આપે, messages કરે, outings કરે — પણ partnerને ખરેખર શું જોઈએ છે તે સમજવાનો પ્રયત્ન નથી કરતી. પરસ્પર communication નથી. relationship તૂટી જાય. માણસ કહે — “મેં તો ઘણું આપ્યું હતું, પણ એજ મને સમજી ન શક્યો/ સમજી ન શકી”
હા, આપ્યું હતું, પણ એ સમજ્યા વગર કે એને શું જોઈતું હતું.
એટલે emotional level પર પણ same line — ઘોઘા જઈ આવ્યા, ડેલે હાથ દઈ આવ્યા.

ઘણાની આદત હોય, આધ્યાત્મિકમાં રસ લે, books વાંચે, YouTube satsang જુએ, ભજન જેમિંગમાં હાજરી આપે, quotes share કરે. પરંતુ પોતાની વર્તણુંકમાં બદલાવ ન કરે, પોતાનો ઈગો ન ત્યજે, ધીરજ ખોયા કરે, આમ knowledge તો accumulate કરે,પણ એનું જરૂરી transformation ન થાય. બહારથી આધ્યામિક વાઈબ્સ, પણ અંદર પ્રવર્તી રહેલ  confusion. એટલે spiritual journey પણ ઘણી વાર ઘોઘા જઈને ડેલે હાથ દઈ આવવાની બની જાય છે.

આ કહેવતની શીખ સરળ છે. પણ powerful છે. મહેનત કરવી સારી વાત છે, પરંતુ સમજ સાથે કરવી જરૂરી છે. અર્થાત direction વગરની મહેનત ઘણી વાર ગધ્ધા મજૂરી બની જાય છે.

Englishમાં પણ એક phrase છે — “Working hard but not working smart.” Gujarati કહેવત એ જ વાત વધુ earthy styleમાં કહી દે છે.

અંતે વાત એટલી જ છે. જીવનમાં ઘણી વાર આપણે ખૂબ દોડીએ છીએ, ખૂબ મહેનત કરીએ છીએ, ખૂબ planning કરીએ છીએ. પરંતુ જો મૂળ કામની સમજ ન હોય તો આખી energy બેકાર જાય છે.

ત્યારે elders એક હળવી, પણ સચોટ line બોલે છે —

ગધ્ધા મજૂરી તો ઘણી કરી…પણ અંતે શું થયું?હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલીએ હાથ દઈ આવ્યો.”

અને સાચું કહીએ તો આ કહેવત ઘણી વાર બીજાની નથી —
થોડી થોડી આપણી પોતાની story પણ છે, કદાચ 24 કલાકમાં ગાયબ ન થાય એ રિલ છે અને આપણાં  પોતાના જીવનની સેલ્ફી છે.

સપોર્ટ મોજવાણી

“હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલીએ હાથ દઈ આવ્યો”

આપને જો આ બ્લોગ સાઈટનુ કન્ટેન્ટ રસપ્રદ લાગ્યું હોય અને તો અમને manbhavee@gmail.com પર તમારો ફિડબેક જરૂરથી આપો અને www.maujvani.com સબસ્ક્રાઈબ કરો.

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest

1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Kamllesh oza
Kamllesh oza
1 day ago

Wah maja aawi