The Happiness Paradox
અધ્યાત્મ - એડિટરની ચોઈસ - હોમ

સુખ એ future project નથી, કે નથી એ instant pleasure — એ એક ‘સંતુલન’ છે !

Reading Time: 5 minutes
The Happiness Paradox

સુખનો વિરોધાભાસ: દિલ અને દિમાગ અર્થાત મગજ વિ હૃદયની ખેંચતાણ

માત્ર તમે કે હું જ નહિ, આપણે બધા જ હમેશ કોઈને કોઈની પાછળ દોડતા જ હોઈએ છીએ, કાંઇક મેળવવાની લાલસા એટલી તીવ્ર હોય છે કે કેટલું દોડવું અને કઈ દિશામાં દોડવું એ ખબર ન હોય પણ દોડતા જ રહીએ છીએ. હકીકત એ છે કે આપણે કોઈની પાછળ કોઈ નિશ્ચિત દિશા તરફ નથી દોડતા પણ એ જે પણ છે તે, આપણને એની તરફ ખેંચે છે.

કદાચ એ સુખ- ખુશી હોઈ શકે છે જે મેળવવા આપણે સૌ દોડતા હોઈએ છીએ …જેના તરફ આપણે ખેંચાઈયે છીએ અને …જે ભોગવવાની ઈચ્છા અત્યંત પ્રબળ હોય છે. એ સુખ મેળવવાની દોટમાં આપણા બે કોચ – બે ટ્યુટર છે જે ટૂલ્સ કે માધ્યમ બને છે , જે પ્રથમ સુખની વ્યાખ્યા કરે છે અને પછી એ મેળવવાના રસ્તા બતાવે છે.

એ બન્ને કોચ છે – દિલ અને દિમાગ અર્થાત મગજ અને હૃદય. એ બન્ને હમેશ લડતા જ હોય છે, આપણને ડ્રાઈવ કરવા માટે કે આપણે એ જ માર્ગે જઈને સુખ મેળવીએ જે એ ચીંધે. એ બન્નેની ખેંચતાણમાં પીસાતા આપણેજ હોઈએ છીએ.

દિલ અને દિમાગ વિશે વધુ વાતો કરીએ એ પૂર્વે એ જાણીએ ને સમજી લઈએ કે મગજ અને હૃદયની આ લડાઈ ક્યારેય પૂરી થવાની નથી — એમાં યુદ્ધ વિરામ કે સમાધાન સંભવ નથી …એ India-Pakistan cricket match સમાન છે. કોની જીત થશે એ વિશે ભવિષ્ય ભાખવું સંભવ નથી પણ એમાં drama અને thrill હંમેશા ભરપૂર હશે એ નક્કી.

સુખની વ્યાખ્યા

સુખ એટલે શું? એ શાબ્દિક, માનસિક આર્થિક, ભૌતિક, શારીરિક ,….સુખની અગણિત વ્યાખ્યાઓ હોઈ શકે છે. કોઈ એક નિશ્ચિત વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. એક ગજબની અનુભૂતિ છે. અજબનું ખેંચાણ છે. આપણે એ સુખની પાછળ આંધળી  દોટ મુકીએ છીએ. તે મેળવવા માટેની, તેને ભોગવવા માટેની યોજનાઓ બનાવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ—અને ક્યારેક જ્યારે એ અચાનક મળી જાય ત્યારે એ ભોગવવાને બદલે હજી વધુ મેળવવાની લાલસા સાથે ફરી દોડવા લાગીએ છીએ. એટલે વ્યવહારુ અને દુન્યવી દૃષ્ટિએ, એ તારણ કાઢી શકાય કે સુખ એ કોઈ મંઝીલ નથી. એ એક ખેંચાણ છે. જે આપણને એની તરફ ખેંચે છે. અને ખરા અર્થમાં ખેંચાણ પણ નથી….એ ખેંચતાણ છે. દિલ અને દિમાગ વચ્ચેની.

સુખની શોધ એ આપણા સૌનો ચિરંતન પ્રશ્ન છે. સૌ પોતપોતાની રીતે સુખની વ્યાખ્યા કરે છે. કોઈનાં માટે સુખ પૈસામાં છે, તો કોઈ કહે છે કે સુખ સંબંધોમાં છે, તો કોઈનાં મત મુજબ સુખ સંતોષમાં છે.

સત્ય એ છે કે સુખ એટલે શું? એ ક્યાં મળે, એ શોધવા માં જ આપણે સૌ આપણું અમુલ્ય જીવન વિતાવી દેતા હોઈએ છીએ. વારંવાર એક અજબ ખેંચતાણમાં ફસાઈ જતા હોઈએ છીએ.

મગજ પોતાની રીતે પોતે જે ભોગવવું છે, જે ગમે છે, જે ઈચ્છા છે એ પૂરી થાય તે રીતે સુખની વ્યાખ્યા કરે છે. એ મુજબ એ મેળવવા માટે સ્ટ્રેટજી, રોડમેપ, અને યોજનાઓ બનાવે છે. મગજ આપણને એ સમજાવે છે કે “માત્ર આજનો નહિ, આવતી કાલનો વિચાર પણ કર“, “આજે મહેનત કર, ભવિષ્ય સુરક્ષિત થઇ જશે” મગજ આપણને સલામત રાખે છે, આપણને ભૂલો ટાળવા માટે ટોકે છે. એક સ્થિરતા આપે છે. એ વગર જીવન અસ્તવ્યસ્ત બની જાય.

મગજ બહુ વ્યવસાયિક છે. એ બધું logic, calculation અને planningથી મેળવવામાં માને છે.

  • એ spreadsheet બનાવે છે: “જો મને આટલી આવક મળશે, તો હું ઘર ખરીદીશ, પછી કાર, પછી બાળકો માટે ફંડ.”
  • એ target નક્કી કરે છે: “પાંચ વર્ષમાં promotion, દસ વર્ષમાં bungalow, retirement plan ready.”
  • એ formula બનાવી નાખે છે: Career + પૈસા + પ્રતિષ્ઠા + પરિવાર = સુખ!

મગજ આપણને વારંવાર સપનાઓ વેચે છે

પણ હકીકત શું છે?

ઘણા લોકો આખું જીવન preparation- નેટ પ્રેક્ટીસ માં જ કાઢી દે છે, original match ક્યારેય રમી જ નથી શકતા. ક્યારેય મેચ રમવા મેદાનમાં ઉતરી નથી શકતા. એમના જીવનનું શું? એમના સપનાઓનું શું?

દિલ – હૃદયની લાગણીઓનું માર્કેટ

હૃદયનું logic અલગ છે. એ આજમાં જીવે છે. એને માટે આજની આ પળ, આજની આ ક્ષણ જ સર્વસ્વ છે, એને વર્તમાનમાં જીવવું છે.  

  • દિલ કહે છે,“સુખ futureમાં નહિ, હમણાં જ જોઈએ. મારે સુખ હમણા જ ભોગવવું છે. “
  • દિલ કહે છે, “ મારે ટ્રીપ પર મિત્રો સાથે મજા આજે જ માણવી છે, ભલે EMI બાકી હોય.”

દિલ ખરેખર એક નાના બાળક જેવું છે, જેને મીઠાઈ જોઈને ખાવાનું મન થઇ જાય છે. રમકડા જોઇને તરત જ એ લેવાનું, એનાથી રમવાનું મન થઇ જાય છે અને ન મળે તો એ રડવા લાગે છે, એ impatient છે, એ spontaneous છે. એની જરૂરિયાતો, એની ઇચ્છાઓ, એનું રિસાઈ જવું, એનું માની જવું બધું જ ક્ષણિક હોય છે. એ જ એની મજા છે, એજ એની ઓળખ છે.

પણ મુશ્કેલી એ છે કે આ દિલના આશીકો જ્યારે મહિનાના અંતે bank balance જૂએ ત્યારે અટવાઈ જાય છે, શું કરવું અને શું ન કરવું એની મથામણમાં વર્તમાન અને ભવિષ્ય બન્ને વચ્ચે ઝોલા ખાય છે. આજની મજા માણી, આવતી કાલને મુશ્કેલીમાં મૂકી દેવા પોતાને દોષી ગણે છે અને ગિલ્ટ ફીલિંગ એમને સતાવ્યા કરે છે.

વિરોધાભાસની અસલી મુશ્કેલી

દિલ અને દિમાગ, આ બંને દૃષ્ટિકોણોમાંથી કોઈ એકની પસંદગી કરવી એટલી સરળ નથી.

  • એ હકીકત છે કે જો Planning કરવામાં વ્યસ્ત રહેશું તો વર્તમાન ખોઈ બેસીશું. આજના જીવનની મજા ચૂકી જશું કેમકે કાલ કોને જોઈ છે? ના જાનકીનાથે કાલે શું થવાનું છે? .
  • અને જો આજને માણવામાં, મજા કરવામાં રહીશું તો સંભવ છે futureની સલામતી જોખમાઈ જાય.

પ્રેક્ટિકલ અપ્રોચ

  • Career અને Family: ઘણા લોકો કારકિર્દીની દોડમાં પરિવારને સમય આપી શકતા નથી. પછી વર્ષો બાદ realise થાય છે કે પૈસા છે, પણ નજીકના લોકો સાથેના સંબંધો ગુમાવી બેઠા છે.
  • Spending અને Saving: કાલ કોણે જોઈ છે ની માન્યતા સાથે આજે જ enjoy કરવાના ચક્કરમાં shopping, outing, party. પણ પછી આ મસ મોટા ખર્ચને પહોચી વળવા credit cardના વમળમાં પણ ઘણા લોકો ફસાઈ જતા હોય છે. બીજી તરફ, જો માત્ર બચત જ કરવાનો ધ્યેય રાખી જે લોકો જીવન જીવે છે તેઓને જીવનભર એ guilt રહે કે ભવિષ્યને સુરક્ષિત કરવાના ચક્કરમાં તેઓ ‘આજ’ને – ‘આજના જીવનને માણી નથી શક્યા’.
  • Health અને Stress: મગજ કહે “target achieve કર,” પણ હૃદય કહે “health first.” અતિ મહેનતથી પૈસા તો આવે છે, પણ આરોગ્ય સાથે બાંધછોડ થઈ જાય છે.

ભાવનાત્મક અપ્રોચ

સુખની વ્યાખ્યા વ્યક્તિગત છે. કોઈને સંતાનની સ્મિતમાં સુખ મળે છે તો કોઈને bank balanceમાં, કોઈને social recognitionમાં ને કોઈક ને કાંઇક ન કરવામાં તો કોઈકને માત્ર કાંઇક કરવાનો વિચાર કરવામાં જ સુખ મળતું હોય છે.

Universal truth એક જ છે — સુખ એ માત્ર વર્તમાનની “ક્ષણ”માં જ છે.

તારણ

આ ખેંચતાણ માંથી બહાર આવવાનો ઉકેલ માત્ર એક જ કે મગજ અને હૃદયને અર્થાત દિલ અને દિમાગને એક બીજાની વિરુદ્ધ નહિ પણ એકબીજાના પુરક બનાવી દેવામાં આવે.

  • મગજને કહીએ: ભાઈ તું long-term structure બનાવ”
  • હૃદયને કહીએ: ભાઈ , તું small joys enjoy કર.”

આ સંતુલન Buddhist “Middle Path” જેવું છે. ના અતિ ત્યાગ, ના અતિ ભોગ.

  • Saving + Small Indulgence: સાદી ભાષામાં માસિક આવકમાંથી દિમાગની વાત માની આવકમાંથી થોડું ભવિષ્ય માટે બચાવો, પણ દિલની વાત માની થોડું વર્તમાનમાં આનંદ માટે વાપરો.
  • Career + Connection: દિમાગની વાત માની ભવિષ્યની સલામતી માટે સખત મહેનત કરો પણ પરિવાર, મિત્રો અને મૂળ તો પોતાના સ્વાસ્થ્ય માટે થોડો સમય જરૂરથી ફાળવો.

ટુકમાં

  • Future Plan + Present Joy: Retirement fund ચોક્કસ બનાવો, પણ આજનો આનંદ – ખુશી પણ માણો.

👉 દ્વંદ માં અટવાઈને neither-here-nor-there નાં થઈ જવાને બદલે એ સમજી લેવું જોઈએ કે સાચો જાદુ lifeના “either-or”માં નહીં, પણ “both together”માં છે.
સુખ future project નથી, કે નથી એ instant pleasure — એ એક ‘સંતુલન’ છે,

જે સાધવાના સાધનો ની શોધમાં આપણે બધા જ છીએ, અને એ શોધ અવિરત ચાલુ જ રહેશે.

લાઈક એન્ડ શેર
જો તમને આ લેખ ગમ્યો હોય, તો કૃપા કરીને તેને અવશ્ય શેર કરો… અને કમેન્ટમાં લખી જણાવો કે તમારી ‘સુખ’ વિશેની તમારી વ્યાખ્યા શું છે? અને તમે કઈ રીતે સંતુલન સાધો છો

આપને જો આ બ્લોગ સાઈટનુ કન્ટેન્ટ રસપ્રદ લાગ્યું હોય અને તો અમને manbhavee@gmail.com પર તમારો ફિડબેક જરૂરથી આપો અને www.maujvani.com સબસ્ક્રાઈબ કરો.
5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments