
આજે “મધર્સ ડે!” જો ઉજવણી હેપીલી પતી ગઈ હોય તો , “હવે ફરી, પોતપોતાના કામે લાગીએ!”
સૌ પોતપોતાના મોબાઈલમાં, સોશિયલ નેટવર્કિંગમાં બિઝી હોય તો કોઈ બિઝી હોય ટીવીમાં, સૌ પોતાનામા મસ્ત. ઘરમા એવી શાંતિ હોય જેવી અને જેટલી ભ્રમમાં હોય, આભાસમાં હોય, કદાચ તોફાન આવવાનું હોય તે પહેલા ની શાંતિ હોય.
અચાનક ઘટસ્ફોટ … વોટ્સ ઍપ ન્યુઝ ચેનલમાં બ્રેકીંગ ન્યુઝ– આવતી કાલે છે ‘મધર્સ ડે’
વાર્ષિક ફોર્માલિટી
એ બ્રેકિંગ ન્યુઝ વાંચીને સૌ પોતપોતાની તૈયારીમાં લાગી જાય. આપણે જાત સાથે પ્રમાણિક રહીએ. ‘માતૃ દિવસ’ એક વાર્ષિક ફોર્માલિટી પૂરી કરવાનો દિવસ છે. ‘મધર્સ ડે’ ને દિવસે સૌ સામૂહિક રીતે ‘માતા’ પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરે…..અર્થાત એ વ્યક્ત કરવાનો ડોળ કરે. આજના દિવસે સમાજિક દબાણ – પ્રેશર એટલું હોય છે કે સમાન્ય રીતે બેદરકાર સંતાનો પણ ઓછામાં ઓછા 24 કલાક માટે તો માતૃભક્તિનાં ઉદાહરણો સેટ કરવામાં, આદર્શ સેટ કરવા માટે અત્યંત પ્રમાણિક મહેનત કરે.
દીકરો હોય કે દીકરી કે પછી જે પણ સંબંધી હોય. સૌ પોતાની માતૃભક્તિ પુરવાર કરવા માટે દોડ લગાવે છે, જાણે ઓલિમ્પિક માં દોડતા હોય, ગોલ્ડ મેડલ માટે.
ગિફ્ટ્સ: કાર્ડ્સ
બધા પોતપોતાની સમજ પ્રમાણે કાર્ડ ખરીદે, “મમ્મી, તું અમારી સુપર હીરો છે” પણ સૌએ , એ વિચારવું જોઈએ કે જે આખું વર્ષ રોજ સવારે પાંચ વાગે ઊઠી, બધાનાં કપડાં ઇસ્ત્રી કરે, અલગ અલગ પોતપોતાની ચોઈસના પ્રોગ્રામ જોવાની જિદ્દ વખતે રિમોટ યુદ્ધમાં મધ્યસ્થી કરે, અને વાઇફાઇ ન ચાલતું હોય તો પણ જે આરોપી બને. એ અચાનક એક જ દિવસમાં (વાસ્તવમાં એક જ દિવસ માટે) “સુપરહીરો” કેવી રીતે બને?
સૌ પોતપોતાની રીતે ગિફ્ટ આપે , સંતાનો BEST MOM લખેલું ટી- શર્ટ આપે, કે અન્ય કોઈ ડ્રેસ આપે .. એમ માનીને કે એ પહેર્યા બાદ મમ્મી એવું માની લે કે બધાને એની કદર છે. અમુક એને યોગા મેટ્સ, ડિટોક્સ કિટ ગિફ્ટ રૂપે આપે એવું માનીને કે જાણે એમનું વજન જ એમની ચિતાનું કારણ છે. બીજું એવું ઘણું ઘણું વિચારે …!!!!
કૉમર્શિયલ – પ્રેમનો શો ઑફ
માર્કેટિંગ કંપનીઓ પાગલ થઈ જાય, મધર્સ ડે ની ઉજવણી માટે ગુલાબના ફૂલો, સ્પાના કૂપન અને ચમકદાર મિક્સર-ગ્રાઈન્ડર ની ગીફટ — જાણે મમ્મી આખું વર્ષ આ જ બધાની રાહ જોઈ રહી હોય!
“મમ્મીને ઉજવો!”
સૌ બિઝી થઇ જાય, મમ્મીની ઉજવણીમાં અને એમને પારિતોષિક – પુરસ્કાર આપવામાં –“બેસ્ટ મોમ” નો કપ અપવામાં (જેથી આવતે વર્ષે “મધર્સ ડે” આવે ત્યાં સુધી એ ફરી સૌની સેવા માટે ફૂલ ચાર્જ્ડ રહે).
વળી અમુક સંતાનો તો કહે કે “મમ્મી આજે તું આરામ કર , સવારનો નાસ્તો અને જમવાનું અમે બનાવીશું” , આમ શરૂઆત તો થાય પણ પછી દર બે મીનીટે, “મમ્મી ચાની ભૂકી ક્યાં છે, સાકર ક્યાં છે? રસોઈ બનાવતી વખતે મીઠું કયાં છે, હળદર ક્યાં છે? દાળ ક્યાં છે ? વગેરે વગેરે…!!!!
પણ મમ્મીનું શું કહેવું …..એટલે જ તો એ ખરેખર સાચા અર્થમાં , “બેસ્ટ મોમ’ છે. કેમકે એને ખબર છે કે બનાવટી લાગણીઓનો એ દિવસ પૂરો થશે એ પછી કિચનમાં બધાએ મળીને ક્રિએટ કરેલ મેસને સાફ કરતા એના કેટલા કલાકો જવાના છે.
આઈ એમ ધી બેસ્ટ …..
વોટ્સ એપ અને સોશિયલ મીડિયા પર મેસેજીસની ભરમાર, બધા પોપોતાની રીતે એ પુરવાર કરવાની હોડમાં કે એમના સારા કર્મોને લીધે એમને એવી ‘બેસ્ટ મોમ’ મળી છે. તેઓ તેમની માને સૌથી વધુ પ્રેમ કરે છે. પણ આ બધું શું ખરેખર માતા પ્રત્યેના પ્રેમ માટે છે કે પછી વાહવાહી અને લાઈક્સ , મેળવવા કે બેસ્ટ મેસેજનું પ્રાઈઝ જીતવા. !!!
આહ!! આજનો દિવસ કાંઇક અલગ છે. રાતે 12 કલાકે ……ઘટસ્ફોટ
પણ બધા પોતપોતાનું વર્થ પુરવાર કરે, અને ‘લાયક’ હોવાની સાબિતી આપે એ પહેલા જ રાતે 12 કલાકે ………મમ્મી દ્વારા ફેમિલી વોટ્સ એપ ગ્રુપમાં ‘બ્રેકીંગ ન્યુઝ’
- “હવે હું એ મમ્મી બનવાની છું જે હવે જાતે પોતાના નિર્ણયો લેશે. હવે મેં નક્કી કર્યું છે – ‘Enough is Enough!’, No આખા વર્ષની નૌટંકી…..!!!
- હવેથી દર મહીને, એક “મીની મધર્સ ડે” ઉજવવાનો રહેશે. જે કયો દિવસ હશે એ હું સમય સમય પર જાહેર કરીશ.
- દર મહીને મીની મધર્સ ડે ઉપરાંત દર દર છ મહીને એક “અર્ધ વાર્ષક મધર્સ ડે’ ઉજવવાનો રહેશે. દર વર્ષે પૂર્ણ મધર્સ ડે ઉપરાંત દર ત્રણ વર્ષે એક મહા મધર્સ ડે પણ ઉજવવાનો રહેશે.
- એ તમામ દિવસો એ સંભવ છે હું એકલી જ બહાર ફરવા જતી રહીશ અને જઈશ ત્યારે તમને બધાને મોબાઈલમાં બ્લૉક કરી દઈશ , એ સમય માત્ર મારો પોતાનો હશે. !
- એ તમામ દિવસો એ હું મારી પોતાની ખરીદી, જાતે જ કરીશ.
- મારી જ ઓનલાઈન પેમેન્ટ ઍપ નો ઉપયોગ કરીશ.
- જો ઘરે હોઈશ તો એ દિવસો એ ટીવી નો રીમોટ માત્ર મારા કબજામાં રહશે. ડેઇલી સોપ જોવો કે ફૂડ ચેનલ જોવી કે ક્રિકેટ મેચ જોવી તે હું નક્કી કરીશ.
- એ દિવસે મારો મૂડ નહી હોય તો હું બહારથી ખાવાનું મંગાવીશ અથવા બહાર થીયેટરમાં મુવી જોવા જઈશ અને એ દિવસે મારી સાથે મુવી જોવા કોણ કોણ આવશે એ હું નક્કી કરીશ.
- મારા નિર્ણય સામે કોઈને દલીલ કરવાની છૂટ નથી. મારા નિર્ણયને સુપ્રીમ કોર્ટનો ચુકાદો સમજવો. દલીલ કરનાર સામે ‘અનાડી કોર્ટ’ ની જેમ પગલાં લેવાશે. જે મીની મધર્સ ડે દર મહીને ઉજવવાની વાત છે એ દર અઠવાડિયે ઉજવવાનો નિર્ણય લેવામાં આવશે.
- એક વાત બધાએ સમજી લેવી જરૂરી છે કે હું “મા” છું. વોટ્સ ઍપનો મેસેજ નથી કે સૌ એક બીજાને ફોરવર્ડ કરી ‘મધર્સ ડે’ ની ઉજવણી કરો.
હવે શું….ચતુર મિત્રો કરો વિચાર .!!!!
ઉક્ત વર્ણવેલ તમામ કરવાને બદલે સાચા દિલથી ફક્ત એટલું જ કહીએ તો “મમ્મી …આભાર, દિલ સે !!!!!!” આવું કરીને કર્મોને ડીકોડ કરીએ અને કર્મના ગણિતને સમજીએ.
ચાલો સૌ સાથે મળીને ઉજવીએ “મધર્સ ડે”.
Aabhar Mummy, you believed in me, gave me freedom which made me independent from childhood. You are simply superb. Sorry mom but right now I hv no plan to meet you personally in heaven because my children are celebrating mother’s day every day. I can’t miss it. Let me be little selfish. Though miss you lot , still always together 💞 💞
Thanks Neeta ji….for a wonderful Feedback.
UN માં અરજી કરો કે ફાધર્સ ડે, મધર્સ ડે તો હમજ્યા પણ એકાદ પાડોસણ ડે, કામવાળી ડે, દાતણવાળી ડે ની પણ ઘોષણા કરે.
Girish Bhai….Thanks a ton for a wonderful humorous reply. I will definitely try to Request UN to honor your wish and do thee needful.