hollywood Myth making machine
એડિટરની ચોઈસ - મનોરંજન - મોજવાણી - હોમ

એક “મિથ-મેકિંગ મશીન”- હોલિવૂડ

hollywood Myth making machine

એ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે આધુનિક દંતકથાઓનું સર્જક – હોલિવૂડ છે. “મિથ-મેકિંગ મશીન”

સનાતન ધર્મની દંતકથાઓ માત્ર પુરાવૃત્તો નથી — તે આત્મસંવાદ છે. એમાંનું દરેક પાત્ર આપણા આંતરિક રંગમંચના પાત્રો  છે. આપણા રામાયણ અને મહાભારત: પરિવાર, ધર્મ, લોભ, ક્રોધ, અને કર્તવ્ય વચ્ચેનો સંઘર્ષ — timeless conflicts છે. શિવ અને પાર્વતી, વિષ્ણુનાં અવતારો, હનુમાનની ભક્તિ, આ બધાં પાત્રો માત્ર ઈતિહાસ નથી, પરંતું ચેતનાના વિવિધ સ્તરો છે.

હોલીવુડ : આજના યુગનું પાવરફુલ “વાર્તાકાર”

હોલિવુડનાં પોતાના પણ યોગી, દૈવી પાત્રો અને દુષ્ટ રાક્ષસો છે — ફક્ત શણગાર બદલાયો છે.

હોલિવુડ હવે ફક્ત મનોરંજન ઉદ્યોગ નથી રહ્યું. તે આજે એક મિથ મેકિંગ મશીન છે — પાત્રો, બ્રહ્માંડો અને નૈતિક જંગો સર્જીને તે આજના યુગની નવી દંતકથાઓ ઘડી રહ્યું છે.

હોલિવૂડ હવે માત્ર મનોરંજનનું માધ્યમ નથી રહ્યું. તે આજે એક શક્તિશાળી “મિથ-મેકિંગ મશીન” બની ગયું છે. તેની ફિલ્મો, પાત્રો અને નૈતિક સંઘર્ષો આજે નવા યુગની દંતકથાઓ ઘડી રહ્યા છે. Thor, Iron Man કે Wonder Woman હવે માત્ર પોપ કોર્ન સાથે જોવા જેવી ફિલ્મો નથી — તેઓ આજના યુગના દૈવી પાત્રો બની ગયા છે.

જેમ રામ કે કૃષ્ણ માનવ સ્વરૂપે દર્શાવીને જીવનના ઉચ્ચ મૂલ્યો શિખવતાં, તેમ આ હોલિવૂડ પાત્રો પણ તાકાત હોવા છતાં આંતરિક પીડા, સંઘર્ષ અને એક ઉચ્ચ હેતુ માટે લડતા જોવા મળે છે. તેમની પાસે અલૌકિક શક્તિ હોય છે, પરંતુ માનવીય લાગણીઓ પણ એટલા જ  ઊંડે પ્રવાહે વહેતી હોય છે.

“હીરોઝ જર્ની”

જોશેફ કેમ્પબેલે વર્ણવેલી “હીરોઝ જર્ની” – નાયકોની યાત્રા – હંમેશા વાર્તાનો મૂળ આધાર રહી છે. આજે પણ, Star Wars, મેટ્રિક્સ થી લઈને Dune સુધીની ફિલ્મો આ જ ઢાંચાને અનુસરે છે: નવી રીતે કહેલી જૂની વાતો

  • નાયક એકલો હોય છે, ઘણીવાર અનાથ
  • એને અચાનક ખબર પડે કે તેનું જીવન કોઈ વિશિષ્ટ હેતુ માટે છે
  • માર્ગદર્શન આપે છે એક ગુરુ
  • આંતરિક અને બાહ્ય સંઘર્ષો સાથે તે દાનવ પાત્રો સાથે બાથ ભીડે અને અંતે વિજયી નીવડે.

વાર્તા એની એજ – માત્ર માળખું બદલાયા કરે અર્થાત પાત્રો, કૉસ્ચ્યૂમ અને ટેકનોલોજી બદલાય.

🌍 અપોકેલિપ્ટિક દંતકથાઓ: નવી ભાષામાં નવા જામા અને નવા સ્વરૂપે

જેમ આપણાં પુરાણોમાં મહાપ્રલયની વાતો છે, દૈવી પ્રકોપની વાતો છે, તેમ આજે પણ દુનિયાના અંત વિશેની અપેક્ષિત ચિંતાઓ કથાનક રૂપે આકાર લે છે — સર્જનનું માધ્યમ અને ટેકનોલોજી બદલાય છે, જેમ કે  

  • Climate Change: Don’t Look Up
  • ટેક્નોલોજીની દહેશત: Black Mirror
  • માણવજાતનો વિનાશ: Interstellar

આ ફિલ્મો માત્ર ફિલ્મ્સ નથી — એ આજના યુગની દંતકથાઓ છે, જે ભવિષ્યના ભય અને આધુનિક પીડાઓનું પ્રતિબિંબ છે.

હોલિવુડના સ્ટોરીટેલર્સ હવે માત્ર ફિલ્મમેકર નથી રહ્યા તેઓ પણ આજના યુગના ઋષિ જેવી ભૂમિકા ભજવે છે.

બેટમેન (Batman), જોકર ( Joker) ને મારી નાખતો નથી. ઓપનહાઈમર (Oppenheimer) વિજ્ઞાનના વિસ્ફોટ પાછળની પીડા જીવે છે. જોકર (Joker) માનસિક ત્રાસ અને તિરસ્કારનું પ્રતિક બની જાય છે.

આ પાત્રો આપણને એવું વિચારવા મજબૂર કરે છે કે આ દુનિયામાં , આજના સમયમાં શું યોગ્ય છે? શું જરૂરી છે? અને શું એ જ “વીરત્વ” છે જેવું આપણે માની બેઠાં છીએ?

કન્વર્સેશન કે ડિસ્કશન

આ દંતકથાઓ હવે  કન્વર્સેશન બની ગયા છે – નૈતિકતા, સમાજ અને વ્યક્તિત્વ વિશે ચર્ચાને નવા પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે.

જેમ Wakanda માત્ર એક કલ્પિત રાષ્ટ્ર નહોતું — તે એક આદર અને ઓળખનું પ્રતિક હતું, તેમ હોલિવૂડ હવે જાતિ, લિંગ અને સંસ્કૃતિના પ્રશ્નોને કેન્દ્રમાં લાવી રહ્યું છે. Representation હવે માત્ર diversity નહી, એક ઓળખ અને સાક્ષાત્કાર છે.

દરેક યુગે પોતાના દુઃખ અને સંઘર્ષમાં આશાની અને ઉમ્મીદની, એમાંથી બહાર આવવાની શૌર્યની વાર્તાઓ ને આકાર આપ્યો છે. જેમ Life of Pi અથવા Everything Everywhere All At Once જેવી ફિલ્મો આજે એજવી રીતે જ યુગને એક નવી દ્રષ્ટિ આપે છે – કે જિંદગીમાં અવ્યવસ્થા હોવા છતાં અર્થશૂન્યતા નથી.

Carl Jung એ કહ્યું હતું, “Myths are the public dreams of a culture.”

આજે  હોલિવૂડમાં રચાતી દંતકથાઓ એ સપનાઓ છે — પણ માત્ર અંગ્રેજી ભાષામાં કહેલા. એ આજના યુગનું સંસ્કૃત છે, જે ભવિષ્ય માટે સંસ્કૃતિની દંતકથા બની જશે.

તો હવે સવાલ એ છે…શું આજે હોલિવુડમાં રચાઈ અને વૈશ્વિક સ્તરે ફેલાઈ રહેલી દંતકથાનું સ્વરૂપ લઇ રહેલ ફિલ્મો જેવી કે Deadpool, Yoda, Neo, Katniss — આપણી ભવિષ્યની પેઢીની માનસિકતા અને જીવનશૈલી સાથે એકરૂપ થઇ શકશે?

શું એ આપણાં શાસ્ત્રોની જેમ ભવિષ્યની પેઢીને જીવનના ઉચ્ચ મૂલ્યો શિખવી શકશે?

આપણી પૌરાણિક દંતકથાઓ અને આજના હોલિવૂડમાં રચાતી  દંતકથાઓ વચ્ચે કેટલી સામ્યતાઓ અને કેટલો તફાવત છે? એ વિશે જાણકારી મેળવવા આધુનિક દંતકથાઓનું સર્જક – હોલિવૂડ- 2.0 – Netflix algorithms અને Instagram trends પર આધારિત આધુનિક દંતકથાઓ ની રાહ જૂઓ.

સિગ્નેચર લાઈન:

આજની દંતકથાઓ હવે લખાતી નથી – એ કસ્ટમાઈઝ થાય છે. એને આકાર આપવામાં આવે છે box office numbers, Netflix algorithms, and trending hashtagsને આધારે.

आज का हॉलीवुड – एक “मिथ-मेकिंग मशीन”

આપને જો આ બ્લોગ સાઈટનુ કન્ટેન્ટ રસપ્રદ લાગ્યું હોય અને તો અમને manbhavee@gmail.com પર તમારો ફિડબેક જરૂરથી આપો અને www.maujvani.com સબસ્ક્રાઈબ કરો.

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments