
★ ★ ★ ★ ☆
ना बीबी , ना बच्चा ….ना बाप बड़ा ना मैया ….The main thing is that….कि
भैया सबसे बड़ा रुपैया !!!
જય માતાજી…લેટ્સ રોક! એક પાવરફુલ કલ્ચરલ મસ્તી ટાઈમ
પોતાની જ દુનિયામાં મસ્ત એ, રહેવા માંગતા અને માત્ર જરૂરીયાત પુરતા સંબંધો બાંધનાર અને રાખનાર તથા સંબંધોને પણ આ-પલેનાં ત્રાજવે તોળનાર એ તમામ લોકો નાં ગાલ પર પ્રેમની થપાટ છે જય માતાજી…લેટ્સ રોક!
વૃદ્ધાવસ્થા માણસને કેટલી લાચાર કરી દે છે, ઓશિયાળા બનાવી દે છે, સંબંધોને જરૂરીયાત મુજબ સ્વાર્થને ત્રાજવે તોળનાર એવા સંતાનો પર નિર્ભર કરી દે છે, જે માણસને અંદરથી તોડી નાખે. જરૂરીયાત અને સંજોગો માનવાને ‘વિલન’ બનાવે એ સમજી શકાય, જરૂરીયાત સંતાનો ને પણ સ્વાર્થી બનાવે, પણ એજ તો કસોટી છે પારકા અને પોતીકાની. જો પોતાના લોકો પણ સંજોગોના ગુલામ થઇ જાય અને સંબધોને નેવે મૂકી …માત્ર સ્વાર્થી બને , માત્ર પોતાનું જ વિચારે તો. તો જે પોતાનાં નથી એ પારકા લોકોનો વાંક શા માટે કાઢવો.
પણ એક ટ્વિસ્ટ…લાઈફમાં, લાઈફ સ્ટાઈલમાં કેટલા બદલાવ કરી દે છે, લાઈન તોડીને આઉટ લાઈનમાં જનારા કેટલાને પાછા વાળી દે છે અને સીધા દોર કરી દે છે, પોતાની ભૂલોનો અહેસાસ કરાવી દે છે ..એનું સચોટ ઉદાહરણ છે, જય માતાજી…લેટ્સ રોક.

વાર્તાના કથાનકમાં એક દાદી – સુરજમુખી (નીલા મુલહેકર) છે. જે વૃદ્ધાશ્રમમાં છે. એમના બન્ને દીકરાઓ (ટીકુ તલસાણીયા અને શેશુ (શેખર શુકલ) સમય અને સજોગોના ગુલામ છે. થોડે અંશે આર્થિક તંગી અને માનવ સહજ સ્વભાવ…બન્ને હાવી થઇ જતા બન્ને માને સાથે રાખવા તૈયાર નથી, એટલે મા ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, પણ વૃદ્ધાશ્રમમાં પૈસા ચૂકવવા ન પડે એ માટે ઘરનું સરનામુ અને ફોન નબર પણ ખોટા લખાવે છે. ચંદ્ર મોહન (ઉત્કર્ષ મઝુમદાર), સુરજમુખી દાદીના પૂર્વ પ્રેમી છે. મિસ નૈતિક (વ્યોમા નાંદી) એક સ્કુલની પ્રિન્સીપાલ છે.
મલ્હાર (ચંકી – હવા બદલો.કોમ, ટીકુ તલસાણીયાનો દીકરો), હવા બદલો.com નામક સંસ્થા ચલાવે છે. દરેક રેલીઓ માટે, આંદોલનો માટે, ધરણા માટે ભીડ એકઠા કરવી એ એનું કામ છે. એટલે એક ઇવેન્ટ રૂપે, વૃદ્ધોને માટે પેન્શન યોજના શરૂ કરાવવા માટે ચંપક (ચંકી) ભીડ એકથી કરી આંદોલન શરુ કરે છે.
પણ કાગનું બેસવું અને ડાળનું પડવું…..એ ન્યાયે કે એથી વિપરીત જે સંદર્ભે વિચારો, કે બન્ને ભાઈઓ મા ને વૃધ્ધાશ્રમમાં મોકલી આપી છે પણ જેવા મુકે છે કે તરત જ થોડા સમયમાં સરકાર તરફથી એક યોજનાની જાહેરાત થાય છે કે ૮૦ વર્ષથી ઉપરના તમામ વૃધ્ધોને પેન્શન રૂપે દર મહિને 1 લાખ રૂપિયા આપવામાં આવશે.

આ જાહેરાત થતા જ એ તમામ લોકો જે લોકો પોતાના વૃદ્ધ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હતા એ ફરી વૃદ્ધાશ્રમ તરફ દોટ મુકે છે અને માનભેર એમના વડીલોને ઘરે પાછા લઇ આવે છે. વૃદ્ધાશ્રમ હવે ખાલી થવા લાગે છે. પણ તકલીફ એ છે કે દરેક વૃદ્ધોએ પોતાની આયુ 80 થી ઉપર હોવાના અધિકૃત ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવા જરૂરી છે. જે ઘણા લોકો પાસે નથી હોતા એટલે બધા માટે દ્વિધા થઇ જાય છે કે જે આશા સાથે એ લોકો પોતાના માતાપિતાને વૃદ્ધાશ્રમ માંથી લઇ આવ્યા હતા એના ઉપર પાણી ફરી વળ્યું છે અને હવે શું કરવું.
એવી પરિસ્થિતી જોશી પરિવારની પણ છે. પેન્શન યોજના ની જાહેરાત થવાની હોય છે એટલે ચંકીને ખબર હોવાથી એ સૌ પહેલા જ બહાનું કાઢી વૃદ્ધાશ્રમમાંથી બા ને ઘરે લઇ આવે છે અને પેન્શન યોજનાની જાહેરાત થતા ગુલાબ (શેશુ) પણ બા ને પોતાની સાથે રાખવા જીદ કરે છે. બન્ને ભાઈઓ વચ્ચે ફરી ટકરાવ શરુ થાય છે. પણ બા પાસે પોતાનું બર્થ સર્ટીફિકેટ નથી અને આયુ સાબિત કરવા કોઈ અધિકૃત દસ્તાવેજ નથી. એટલે પેન્શન મળે એવી કોઈ શક્યતા નથી.
હવે બન્ને ભાઈઓ અસમંજસની સ્થતિ માં મુકાઈ જાય છે. બા ને લઇ તો આવ્યા હવે શું….!!! પેન્શનની લાલચે બન્ને ભાઈઓ જે બાને સાથે રાખવા જીદ કરતા હતા, તે બન્ને હવે પોતાને ત્ત્યાંયાં ન રાખવા જિદ્દ કરે છે. નવો ટકરાવ શરુ થાય છે.

હવે ફરી દરેક વ્ર્ધ્ધાશ્રમ ભરાવાની શરૂઆત થાય, જેમને પેન્શન મળી શકે એમ ન હોય એવા માતાપિતાના સંતોનો , એમને વૃદ્ધાશ્રમમાં ફરી મૂકી જાય, એ પૂર્વે ચંકી એ સર્વ વૃધ્ધોને પેન્શન મળે એ માટે ફરી આંદોલન કરે છે કે જેમની પાસે કોઈ પુરતા ડોક્યુમેન્ટ્સ ન હોય. એ પોતાના આ આંદોલનમાં સફળ પણ થાય છે.
આમ ‘ભલે સગા સૌ સ્વાર્થના’ હોય, પેન્શનની લાલચે પણ સૌ સંતાનો એ માતાપિતાની સેવા શરુ કરે છે. વૃધ્ધાશ્રામ માં રહેતા માતાપિતા ઘરે પાછા ફરે છે . એમની લાઈફ સ્ટાઈલ બદલાઈ જાય છે.

માત્ર એક જોશી પરિવાર જ નહિ …….દરેક પરિવાર પૂર્ણ થયા.
આમ અનેક ટ્વિસ્ટ અને ટર્ન્સ સાથે ઘણીં ઘટનાઓ ઘટે છે જેમકે ચંકીનું હવા બદલો .કોમ નાં કામ ની સાથે સાથે મિસ. નૈતિક સાથે પ્રેમ સંબંધમાં બંધાવું, બા નાં ૬૦ વર્ષ પૂર્વેના પ્રેમી ચંદ્રમોહનનું બા ની જિંદગીમાં ફરી આવવું, આકસ્મિક રીતે બાનો મેમરી લોસ થવો, યાદશક્તિ જતી રહેવી, બા નું ઘર છોડીને નીકળી જવું , બન્ને ભાઈઓનું એક યોજના સાથે એકબીજા ની નજીક આવવું અને બાની ફરી સરભરા કરવી………અને આવું તો ઘણું ઘણું …સિવાય ચંકી (મલ્હાર ) અને મિસ નૈતિક (વ્યોમા નાંદી) ના પ્રેમ પ્રકારણનું કેટલે પહોચવું !!! વગેરે વગેરે …..!
તો માનો, માણો, સમજો, સમજાવો અને જીવો લાઇવલી.. ‘બા’ ની સાથે “જય માતાજી…લેટ્સ રોક’!!
મલ્હાર ઠાકર, ટીકુ તલસાણીયા, શેખર શુક્લ, ઉત્કર્ષ મઝુમદાર, વ્યોમા નંદી, વંદના પાઠક, નીલા મુલ્હેરકર, આર્યન પ્રજાપતિ, શિલ્પા ઠાકર, અર્ચન ત્રિવેદી જેવા દિગ્ગજ કલાકારો દ્વારા અભિનીત , મનીશ સૈની દ્વારા નિર્દેશિત અને કાજલ વડોદરિયા, સિધાર્થ વડોદરિયા, રાજેન્દ્ર સંઘવી દ્વારા નિર્મિત , અભિલાષ ઘોડા- તિહાઈ દ્વારા પ્રોમોટ કરાયેલ ‘જય માતાજી…લેટ્સ રોક’ ખરેખર માણવા, સમજવા અને અનુભવવા લાયક કૃતિ છે.
★ ★ ★ ★ ☆
આપને જો આ બ્લોગ સાઈટનુ કન્ટેન્ટ રસપ્રદ લાગ્યું હોય અને તો અમને manbhavee@gmail.com પર તમારો ફિડબેક જરૂરથી આપો અને www.maujvani.com સબસ્ક્રાઈબ કરો.