Karma doesn’t judge you. It simply copies you.
Editor's Choice - અધ્યાત્મ - એડિટરની ચોઈસ - હોમ

કર્મ તમને જજ નથી કરતું… એ ફક્ત તમને કૉપી કરે છે

Reading Time: 3 minutes

એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે કર્મ તમને જજ નથી કરતું… એ ફક્ત તમને કૉપી કરે છે. એ જ અને એક જ છે સત્ય, પણ નવું છે દર્પણ!

ચાલો આજે સાચું બોલીએ…એક પ્રામાણિક કન્ફેશન કરીએ..!

રિયલ લાઈફમાં, આપણે ઉતાવળ, શોર્ટકટ અને ઈગો વાવીએ છીએ … અને બદલામાં શાંતિ, સફળતા અને સન્માનની આશા રાખીએ છીએ.

અને જ્યારે એવું થતું નથી—તો દોષ કર્મને આપીએ છીએ.

એક બીજી હકીકત એ પણ છે કે આપણે બધા જ કર્મમાં માનીએ છીએ—પણ જયારે તે આપણી ફેવરમાં કામ ન કરે ત્યારે નહીં.
કારણ કે એ હકીકત છે કે દેખાડો ગમે તેટલો કરીએ પણ અંદરથી તો આપણે આજે પણ સફરજન વાવીને પણ કેરીની જ અપેક્ષા રાખતા હોઈએ છીએ. .

હા, વાત થોડી તીક્ષ્ણ છે, ચુભનારી છે… પણ સાચી છે.

આપણે ફિલોસોફી શેર કરીએ, સ્પિરિચ્યુઅલ રીલ્સ ફોરવર્ડ કરીએ, અને “જેવું વાવશો તેવું લણશો” પર હકારમાં માથું હલાવીએ…
પણ રિયલ લાઈફમાં?
આપણે ઉતાવળ, શોર્ટકટ અને ઈગો વાવીએ… અને બદલામાં શાંતિ, સફળતા અને સન્માનની આશા રાખીએ.

અને જ્યારે એવું થતું નથી—તો દોષ કર્મને આપીએ.

એક સિમ્પલ ડેઈલી લાઈફ એક્ઝામ્પલ :

તમે મહેનત ટાળો, કામમાં થોડી ચાલાકી કરો… અને છતાં અપ્રીસિએશનની અપેક્ષા રાખો.
અથવા વર્ષો સુધી હેલ્થને અવગણો… અને 10 દિવસમાં ફિટ થવા માગો.

રિલેટેબલ છે ને? દરેક જણ પોતાની જાતને એ હકીકત સાથે આઇડેન્ટિફાય કરતા જ હોય છે.

આ એવું જ છે કે દરરોજ જંક ફૂડ ખાવું… અને શરીર પાસેથી ડિટોક્સ રિઝલ્ટ્સની અપેક્ષા રાખવી.

કર્મ આપણાં  જીવનના કોઈક ખૂણે બેઠું સ્મિત કરે છે અને કહે છે:
“બોસ, મેં તો એ જ ડિલિવર કર્યું છે જેનો તમે ઓર્ડર આપ્યો હતો! ”

હવે મજાની વાત ……

કર્મ ફક્ત મોટા નિર્ણયોમાં નથી.
એ તો નાની નાની, રોજિંદી, બોરિંગ હેબિટ્સમાં છુપાયેલું છે.

તમારો ટોન કેવો છે?
જ્યારે વસ્તુઓ તમારા મુજબ ન થાય ત્યારે તમે કેવી રીતે રિએક્ટ કરો છો?
કોઈ જોઈ રહ્યું ન હોય ત્યારે તમે શું કરો છો?

આ બધું રેન્ડમ નથી. આ પેટર્ન્સ છે.

અને પેટર્ન્સ, ધીમે ધીમે, તમારી આઈડેન્ટિટી બની જાય છે.

અને આઈડેન્ટિટી?
એ જ તો ડેસ્ટિનીનું સ્લો વર્ઝન છે.

ફની પાર્ટ શું છે?

ઘણીખરી વાર આપણને ખબર જ નથી પડતી કે આપણી પસંદગીઓ ક્યારે આપણી  હેબિટ બની જાય છે. અને હેબિટ્સ ક્યારે પર્સનાલિટી.

પણ આસપાસના લોકો? તેઓને તો બધું જ ક્લિયર દેખાય છે.

તમે વિચારો કે “હું તો પ્રેક્ટિકલ છું”…તેઓ વિચારે કે “આ માણસ થોડો સ્વાર્થી છે.”

તમે માનો કે “હું કાળજી રાખું છું”…તેઓ માને કે “આ તો ડર છે.”

કર્મ ફક્ત તમે શું કરો છો એ નથી…પણ લોકો એનો કેવી રીતે અનુભવ કરે છે એ પણ છે.

હવે સૌથી મોટું કન્ફ્યુઝન…

“કર્મ એક્શન છે? રિએક્શન છે? કે રિઝલ્ટ છે?”

સાચું કહું તો… ત્રણે છે.

એ બીજ પણ છે, જમીન પણ છે, અને ફળ પણ.

અને હા—કર્મ વિશે વધારે વિચારવું પણ કર્મ જ છે.

લાઈફ ક્લેરિટી માટે રોકાતી નથી. એ નદીની જેમ વહે છે, વહેતી રહે છે. તમે તૈયાર હો કે નહીં, એ તમારી પોતાની સમસ્યા છે.

હવે એક હાર્શ ટ્રુથ…

સારું કરશો તો હંમેશા સારું જ મળશે—એ ગેરંટી નથી.

તમે બધું સાચું કરો… છતાં ફેઇલ થઈ શકો. તમે ઈમાનદાર રહો… છતાં છેતરાઈ શકો. તમે દયાળુ રહો… છતાં દુઃખ મળી શકે.

તો પછી શું? કંઈ ન કરીએ? સોરી… એ પણ એક નિર્ણય છે.

ન કરવું પણ કર્મ છે. સાઈલન્સ પણ એક એક્શન છે.

તો પછી આપણા હાથમાં શું છે? નદી નહીં…પણ બોટની દિશા તો નક્કી કરી જ શકો છો. એ પણ નક્કી કરી શકો છો કે વહેણની દિશામાં વહેણ સાથે વહેવું છે કે પછી વહેણની વિરુદ્ધ દિશામાં.

તમે પસંદ કરી શકો છો:
ચીટિંગ ન કરવી, મેનિપ્યુલેશન ન કરવું, અને સૌથી મહત્ત્વનું “બધા કરે છે” કહીને પોતાના એથિક્સ ને – પોતાના મૂલ્યોને વેચી ન નાખવા !

રિઝલ્ટ ગેરંટી? નથી.

લાઈટ સ્પિરિચ્યુઅલ ઈન્સાઈટ…

કર્મ કોઈ કૅલ્ક્યુલેટર લઈને બેઠેલું નથી. એ કોઈ પનિશમેન્ટ-રીવોર્ડ ગેમ નથી.

એ તો એક મિરર છે. એકદમ ક્લિયર, કોઈ ફિલ્ટર વગરનું.

એ બતાવે છે:
તમારા  ઈન્ટેન્શન્સ, તમારી  પેટર્ન્સ, તમારી કન્સિસ્ટન્સી…તમારી ઈચ્છાઓ નહીં.

અને આખરી ટ્વિસ્ટ…

કર્મ તમારી લાઈફને તમે શું ચાહો છો તેના આધારે શેપ નથી આપતું.. પણ તમે શું રિપીટેડલી કરો છો તેના આધારે આકાર આપે છે.

તો જ્યારે લાઈફ અનફેર લાગે…પૉઝ નું બટન ડાબી દો …

ડ્રામેટિક નહીં… પણ ખુદને ઈમાનદારીથી પૂછો:

“જાણે કે અજાણે ખબર પડ્યા વગર, હું દરરોજ કયા બીજ વાવી રહ્યો છું?”

કારણ કે હકીકત એ છે કે …

કર્મ તમને જજ નથી કરતું.. એ ફક્ત તમને કૉપી કરે છે.

ગુજરાતના પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રના પ્રભાસ પાટણમાં સ્થિત સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક માળખું નથી, પરંતુ તે ભારતની અસ્મિતા, સંઘર્ષ અને પુનરુત્થાનની જીવંત કથા છે. હજારો વર્ષોથી આ સ્થાન કરોડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ ભૂમિ એ પવિત્ર સ્થળ છે જ્યાં ભગવાન શિવ સ્વયં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. સોમનાથનો અર્થ થાય છે ‘ચંદ્રના સ્વામી’. આ મંદિરના ઈતિહાસમાં જેટલો વૈભવ છે, તેટલો જ સંઘર્ષ પણ છે, જે તેને વિશ્વના અન્ય મંદિરો કરતા અલગ તારવે છે.

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments