karma Unplugged 2.0
Uncategorized - અધ્યાત્મ - એડિટરની ચોઈસ - હોમ

કર્મ અનમાસ્ક્ડ-2.0: પસંદગીની પાંખ અને પરિણામોનું પાંજરું

karma Unplugged 2.0

પહેલા ભાગમાં આપણે એ જાણ્યું કે કર્મ એટલે માત્ર કૃત્ય- કામ જ નહિ , એ એક પ્રવાહ છે. જે એ જીવનની જેમ સતત વહે છે.  હવે એ જીવનની નદીમાં તમે તરો કે ડૂબો , એ વહેણ નહિ બદલાય., પ્રવાહ વહ્યા જ કરશે. આપણે એ પણ જાણ્યું કે આપણા કર્મ, આપણી આદતો બની જશે અને એ આદતો આપણો સ્વભાવ ઘડશે, એ સ્વભાવ ચરિત્ર ઘડશે અને એ ચરિત્ર આપણું નસીબ.

ધારો કે તમે તરવાનું નક્કી કરો છો, તરવાની શરૂઆત કરી પણ દો છો. પણ હજી થોડું જ અંતર કાપો છો, ત્યાં વમળમાં અટવાઈ જાવ છો ….હવે એ વમળ તો તમે ક્રિએટ કરેલી નથી…તો તમે હવે શું કરશો?

“મારી સાથે જ આવું શામાટે ?”

ઘણી બધી ગેરસમજો અહીંથી શરૂ થાય છે: લોકો માની લે છે કે, “હું ભલું કરીશ તો મારું પણ ભલું થશે જ !!!”
પણ એ સમજવું જરૂરી છે કે જીવન એ ‘વેન્ડિંગ મશીન’ નથી!
સિક્કો નાખો, બટન દબાવો, ચોકલેટ બહાર આવવાની રાહ જૂઓ ….આખો પ્રોસેસ બરાબર ફોલો કરાયો હોય પણ કદાચ એવું બને કે તમે રાહ જોતા જ રહો. અને ચોકલેટ અંદર ફસાઈ ગઈ હોય એટલે બહાર આવે જ નહિ! પૈસા વેસ્ટ થઇ જાય, અને ચોકલેટ ન મળવાનું પણ નુકસાન થાય.

‘કર્મ એ કોન્ટ્રાક્ટ નથી’

અવારનવાર આવું થાય ત્યારે એક જ વિચાર આવે એ સ્વાભાવિક છે. “મારી સાથે જ આવું શામાટે ?”

આપણે બધાએ એ યાદ રાખવું અને સમજવું જરૂરી છે ‘કર્મ એ કોન્ટ્રાક્ટ નથી’—કે બે ‘સારા’ કામ કરો એટલે બદલામાં ઈન્સ્ટન્ટલી તમને એક “reward” મળશે જ !
કર્મ એ પરસ્પર કરાતો સંવાદ છે—તમારા કામ અને તમારી અવેરનેસ વચ્ચે.

મૂળ અને મહત્ત્વનો પ્રશ્ન એ નથી કે હું શું મેળવીશ?”
હવે પ્રશ્ન એ ઉદ્દભવે કે હું શું બની જઈશ, જ્યારે હું આ કરીશ?”

કર્મની પાછળ છુપાયેલ “માંઇન્ડસેટનું ઈકોનોમિક્સ”

કર્મનું બીજ વાવતાં પહેલાં શું વિચારવું જોઈએ, એ ગણિત પણ ખુબ સરળ અને સપષ્ટ છે.

“જ્યાં કર્મ અને ધર્મ એકસાથે વહે છે”

જ્યારે આપણે એવા કર્મ કરીએ છીએ જે આપણાં માટે, પોતાના કુટુંબ માટે, સમાજ માટે અને આંતરિક શાંતિ માટે જરૂરી હોય – ત્યારે એ ‘જરૂરિયાત’ના કર્મ કહેવાય.

આવા કર્મોમાં શાંતિ હોય છે, મર્યાદા હોય છે, સમજ હોય છે.

લોભ: જ્યાં કર્મ સંતુલનથી વિમુખ થાય છે

લોભ: જ્યાં કર્મનાં સંતુલનથી વિમુખ થાય છે પણ જ્યારે આવી જરૂરિયાતના નામે લાલચ મનમાં પગ પેસારો કરે છે – ત્યારે  કર્મોનું મોરલ કમ્પાસ ભટકી જાય છે. ઉદાહરણ જોઈએ તો :

  • જરૂર છે એક ઘરની, ઈચ્છા છે પાંચ ફ્લેટની
  • જરૂર છે સારી નોકરીની, ઈચ્છા છે ટાઇટલ, નામ અને શો-ઓફની.

આ પરિસ્થિતિ નો તાગ કાઢીએ તો એ સમજાઈ જશે કે આવે સમયે કોઈ પણ વ્યક્તિ કર્મથી હારેલો નથી હોતો,  પણ પોતાની લાલસા, કે ‘અશાંત ઈરાદાઓ’થી ત્રસ્ત હોય છે.

માઇક્રો-કર્મ: નાના ઝાટકાં, મોટા ફેરફાર

કર્મ એટલે માત્ર મોટા મોટા કર્મોનો – Need અને Greed નો હિસાબ જ નહિ. નાના નાના – નજીવા કે પછી જેને માઈક્રો કર્મો કહી શકાય એવા કર્મોનો ખાતા વહી પણ છે. .

  • મનમાં કોઈ વિશે બાધેલી ગ્રંથી, પૂર્વગ્રહ અથવા કોઈ વિશે કરેલું જજમેન્ટ.
  • નમ્રતાનું મ્હોરું પહેરી કોઈના પર કરેલ વ્યંગ,

આપણા માઈક્રો કર્મ આપણી અર્ધજાગ્રત નૈતિકતાને આકાર આપે છે. તે આપણને જરૂર પૂરતું જૂઠું બોલવાનું, જરૂરીયાત પુરતો પ્રેમ કરવાનું, જરૂર પૂરતી કાળજી રાખવાનું શીખવે છે – ટુકમાં દરેક કાર્ય, દરેક કર્મ માત્ર જરુરુ પુરતા જ – દેખાડા પુરતા જ કરવાનું શીખવે છે. જેથી આપણે ‘સારા’ દેખાઈ શકીએ, બાહ્ય છબી સારી રહે.  

આપણા માંથી મોટે ભાગે બધા જ બાય ડિફોલ્ટ જાણે અજાણે એવા કર્મો કરતા રહીએ છીએ . જ્યાં કર્મો નું મોરલ કમ્પાસ ભટકી જાય છે અને અસંતુલિત થઇ જાય છે. આજે આપણું જીવન એવું બની ગયું છે જ્યાં “Greed” વાળું કર્મ Instagram પર અપલોડ થાય છે અને “Need” વાળું કર્મ સારાઈની સમજણમાં ભૂગર્ભમાં દબાઈ જાય છે.

પ્રવાહ રોકી શકાય નહીં, પણ દિશા બદલાઈ શકે છે

તમે પ્રમાણિક કોશિશ કરો છો કે તમારું કર્મ ચોખ્ખું રહે, તમે પ્રમાણિકતાની વાવણી કરો છો …પણ ફળ મળે છે એને જેણે  બાવળની વાવણી કરી હોય.

હવે શું?

શું Universe પર FIR કરવાની ?

કર્મ તરત જ રિસ્પોન્સ આપે કે પ્રોમ્પ્ટ એક્શન લે એ જરૂરી નથી. એ પેઈન્ટિંગ છે, રીલ નહિ.

તમે એમ માણી લો છો કે તમારા સારા કર્મોને લીધે રિવોર્ડ રૂપી નદીનું વહેણ તમારા ઘરની  દિશામાં છે… પણ એ સમજી લેવું જરૂરી છે કે એ નદી છે , એ નદીનું વહેણ છે, Google Map નથી કે તમે ઘરનું એડ્રેસ નાખી દો એટલે રિવોર્ડ ૧૦૦ % ઘર સુધી નેવિગેટ કરે.

કર્મની સાચી સમજ એ નથી કે – “શું કરવું?”
સાચી સમજ એ છે કે – “કેમ કરવું?
અને સૌથી ઊંડી સમજ એ છે કે – “જે પણ કરવું, જ્યારે પણ કરવું, જેવી રીતે પણ કરવું ત્યારે સંપૂર્ણ રીતે જાગૃત રહેવું.”

કેમકે તમે જ શિલ્પી પણ છો અને તમે જ શિલ્પ પણ.

તમારું દરેક કર્મ- દરેક કામ એ તમારી જાતને- તમારા ‘સ્વ’ને ઘડે છે.

સિગ્નેચર

કર્મનો સાચો હિસાબ ઉપરવાળા પાસે રહેલ  “સીવી’માં નહિ, પણ તમારી જાતની અંદર જ લખાય છે. એની પાસે તો ફોર્મેટ છે- ટેમ્પ્લેટ છે, એમાં વિગતો આપણે જ ભરવાની હોય છે.

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments