
વિનોદ પોપટ
2022માં લેસ્ટર અચાનક ખોટા કારણોસર હેડલાઇનમાં આવી ગયું. રસ્તા પરના અથડામણના દ્રશ્યો, સૂત્રોચ્ચાર અને સોશિયલ મીડિયાના પ્રોપેગન્ડા, તથ્યો કરતા ઝડપથી ફેલાયા અને વાયરલ થયા હતા અને એક ફેક નરેટીવ સેટ કરવાનો જે પ્રયત્ન કરવામાં આવ્ય્પ હતો કે દોષ હિન્દુઓનો છે. એ સમયે એ વાત જેટલી ખોટી હતી એટલી જ આજે પણ ખોટી છે.
તાજેતરના હાઈકોર્ટના ચુકાદાએ એ બાબતનો સ્પ્ધ્ત ખુલાસો કર્યો હતો કે Hegab v The Spectator કેસમાં, કોર્ટે તણાવની ચરમસીમાએ, લેસ્ટરમાં આવી ઓનલાઈન ઉપદેશ આપનારા પ્રચારક દ્વારા કરવામાં આવેલા બદનક્ષીના દાવાને ફગાવી દીધો હતો. ન્યાયાધીશે સ્પષ્ટ જણાવ્યું હતું કે તેણે હિન્દુ માન્યતાઓની મજાક ઉડાવી અને ઉશ્કેરણી કરી હતી અને તે પ્રચારકને તણાવ વધારવામાં મદદ કરનારા શેરી આંદોલનકારી તરીકે ઘોષિત કર્યો હતો. જે તદ્દન સાચી વાત હતી. મહત્વપૂર્ણ વાત એ છે કે, કોર્ટને ધર્મશાસ્ત્રનો નિર્ણય લેવાનું કહેવામાં આવ્યું ન હતું. કોર્ટે ધર્મશાસ્ત્રનો કોઈ ન્યાય કર્યો ન હતો, પરંતુ એટલું ચોક્કસ કહ્યું કે એવી ઉશ્કેરણીજનક ભાષાએ પરિસ્થિતિ વધુ ખરાબ કરી હતી.
આને હવે ફરી યાદ કરવાની જરૂર કેમ છે?
કારણ કે 2022 પછી ની ચર્ચાઓમાં એક નવી વિચારસરણી આકાર લઇ રહી છે કે એક ફેક નરેટીવ સેટ કરવાનો પર્યટન કરવામાં આવી રહ્યો છે કે જો તમે હિન્દુ વિરોધી પૂર્વગ્રહ પર પ્રશ્ન કરો છો, તો તમે “એક્સ્ટ્રિમિઝમ”- ઉગ્રવાદનો બચાવ કરો છો. આ લેસ્ટરના હજારો સામાન્ય હિન્દુ પરિવારોનું અપમાન છે જેમનું જીવન કામ, શાળા, સેવા અને મંદિરોની આસપાસ ગુંથાએલ છે. જેઓ લાંબા સમયથી આ શહેરના નાગરિક માળખાનો ભાગ રહ્યા છે. સાચો ન્યાય તો એ જ છે કે કોઈ પણ સમુદાય વિરુદ્ધ દ્વેષ હોય તો એને વિના શરત નકારી દેવું.
ત્રણ બાબતો સ્પષ્ટ છે:
૧. હિન્દુઓને પન્ચિંગ બેગ બનાવી શકાય નહીં.
પુનર્જન્મની મજાક ઉડાવવી કે આખા સમુદાયને “કાયર” ગણાવવું—આ ચર્ચા નથી, પણ ઉશ્કેરણી છે. અને આવી ભાષા જ્યારે પહેલેથી જ તણાવભરેલા વિસ્તારોમાં બોલાય, ત્યારે એ બળતામાં ઘી હોમવાનું જ કામ કરે.
૨. ગૂંચવણ grievance વધારે છે.
દરેક હિન્દુ પ્રતિક કે ધ્વજને રાજકારણ સાથે સાંકળી દેવુ એટલું જ ખોટું છે જેટલું દરેક મુસ્લિમ કાર્યક્રમને વિદેશી રાજકારણ ગણાવવું. જો ગુનાનો પુરાવો હોય તો તપાસ થવી જોઈએ, વ્યક્તિ દોષી હોઈ શકે છે, આખા સમુદાયને દોષી ન ગણાવી શકાય.
૩. ઑનલાઈન outrage ને કોઈ દિવસ પ્રોત્સાહન આપવું યોગ્ય નથી.
2022ની અથડામણોને સોશિયલ મીડિયા પરની ખોટી ખબર અને અફવાઓએ વધુ ઉગ્ર બનાવી. હવે પોલીસ, મીડિયા અને સમુદાય આગેવાનોની ફરજ છે કે સાચી અને ચકાસેલી માહિતી ઝડપથી શેર કરે, ફેક નરેટીવ વાયરલ કરનાર સમચારો, મંક્ત્વ્યો, વિડીઓ વગેરે પર લગામ કસવી જોઈએ.—નહિ તો ફરી એક ફેક નરેટીવની આખી ઘડી કાઢેલી વાર્તા ફેલાવાની શરૂઆત થઇ જશે.
તો આપણે અહીંથી ક્યાં જઈશું?
હવે આગળનો રસ્તો શું?
- સમાન ન્યાય, સમાન સુરક્ષા: હિન્દુ, મુસ્લિમ, શીખ—કોઈ પણ સમુદાય સામે હેટ ક્રાઈમ થાય તો તેને ગંભીરતાથી લેવાવો જોઈએ.
- સામ્પ્રદાયિક ભાષા સામે શૂન્ય સહનશીલતા. કોઈ પણ ધર્મની મૌલિક માન્યતાઓની મજાક ઉડાવવી સ્વીકાર્ય નથી. કોઈ પણ ધર્મના મુખ્ય મંતવ્યોની મજાક સહન ન કરવી.
- યુવાનોને જોડીને એકસાથે કામ કરવાની તક આપવી.
- લેસ્ટરની વાર્તા સ્થાનિક લોકો કહે, બહારથી આવનારાઓની ટિપ્પણીઓ નહીં.
- લેસ્ટરની સાચી તાકાત હંમેશા શાંતિપૂર્ણ સંબંધોમાં રહી છે—દુકાનદાર કે જે તમારું નામ જાણે, પડોશી કે જે પ્રસાદ કે ઇફ્તારની થાળી લઈને આવે, કોચ અને કેરટેકર કે જે બાળકોને વ્યસ્ત રાખે. 2022એ આ સંબંધોને ઝટકો આપ્યો હતો.
હવે સમય છે એને ફરીથી ગોઠવવાનો—ઘટનાઓને ભૂલ્યા વગર, પરંતુ પરિપક્વતા સાથે સ્વીકારીને. અને આળસ ભરેલી વાર્તાઓને આપણા શહેર કે હિન્દુ સમુદાયની ઓળખ ન બનવા દેવી.
વિનોદ પોપટ લેસ્ટરમાં રેડિયો ઉત્સવના સ્થાપક છે.



