Mind Management
અધ્યાત્મ - એડિટરની ચોઈસ - હોમ

માઈન્ડ મેનેજમેન્ટ: ગુસ્સો, ઈર્ષા અને સ્વાર્થનું સમજદારીથી સંચાલન

Mind Management

માઈન્ડ મેનેજમેન્ટ: ગુસ્સો, ઈર્ષા અને સ્વાર્થનું સમજદારીથી સંચાલન

મન – “શાંતિ-આશ્રમ” કે ”અખાડો”

ઘણી વાર એ પ્રશ્ન થાય કે આપણા આટલા મોટા શરીરમાં , મગજ નાનું અમથું. અને એમાં રહેલ મન….એની શું વાત કરવી? 24 વિચાર વાયુ વહેતો જ હોય છે., એ કોઈ “શાંતિ-આશ્રમ” નથી.”અખાડો” છે, જ્યાં 24 કલાક કોઈને કોઈની વચ્ચે મારામારી, સ્પર્ધા, ચાલુ જ રહેતી હોય છે.

કે મન એટલે સમાધાન કેન્દ્ર

જો કે નક્કી આપણે કરવાનું કે આપણે એને અખાડો જ રહેવા દેવો છે કે પછી મનને બનાવવું  છે શાંતિ આશ્રમ કે પછી એક ‘સમાધાન કેન્દ્ર’

એ શું છે અને એને શું બનાવવું છે એ નક્કી કરનાર આપણે કોણ છીએ….ઉપરવાળો એ નક્કી કરે છે.

આનંદ ફિલ્મમાં રાજેશ ખન્નાએ કહ્યું હતું કે, આપણે સૌ એ રંગમંચની એ કઠપૂતળીઓ છીએ જેની ડોર એ ઉપરવાળાની આંગળીઓ સાથે બાંધેલી છે, કોણ, ક્યારે અને કેવી રીતે ઊંચકાઈ જશે એ કોઈ નથી જાણી શકતું.હહાહાહા……..!

લાગણીઓ – ફ્રીલાન્સર્સ પણ લાઈફ ટાઈમ કોન્ટ્રેક્ટ

વાસ્તવમાં આપણે બધા જ રંગકર્મીઓ છીએ. અને હું તો માનું છું કે આપણું શરીર ઓડીટોરીયમ છે, આપણું મન રંગમંચ છે, અને એમાં પરફોર્મ કરે છે ખુશી, આશા, ઉમંગ તો બીજી બાજુ કોનફ્લિકટ કરે છે ગુસ્સો, ઈર્ષ્યા, ઉદાસી, નિરાશા અને એકલતા વગેરે રંગકર્મી –કલાકાર. દરેક કલાકાર પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરે છે.

વાસ્તવિકતા એ છે કે પરફોર્મ કરનાર દરેક ભાવ, એ આપણા પે રોલ પર નથી બધા જ ફ્રીલાન્સર્સ છે, પણ આપણી વ્યાધી એ છે કે દરેક લાઈફ ટાઈમ કોન્ટ્રેક્ટ પર છે, જે કોન્ટ્રેક્ટ ઉપરવાળા એ કરેલ છે એટલે આપણે એ રિવોક કે ફોક કરી શકીએ એમ નથી.  

આપણી હાલત ધોબીના કુતરા, ન ઘરના કે ન ઘાટના જેવી

આપણે બાય –ડિફોલ્ટ જીવવામાં એટલા વ્યસ્ત છીએ કે આપણને આપણી લાઈફની સ્ક્રિપ્ટ લખતા નથી. એટલે દરેક ભાવ પોતાની મનમાની કરે છે . દરેક ઈચ્છાધારી બની જાય છે અને પોતાના મનમાં જે ડાયલોગ હોય તે જ ડાયલોગ બોલે છે. આપણને પોતાના વશમાં કરવાનો પ્રયત્ન કરે છે. અંતે આપણી હાલત ધોબીના કુતરા, ન ઘરના કે ન ઘાટના જેવી થઇ જાય છે.

હકીકત એ છે કે પ્રેમ, દયા, સન્માન, સહાનુભૂતિ જેવી ‘સકારાત્મક’ લાગણીઓ જીવન માટે ખૂબ જરૂરી છે તે જ રીતે કે ગુસ્સો, ઈર્ષા અને સ્વાર્થ જેવી ‘નકારાત્મક’ લાગણીઓ પણ જીવન માટે એટલી જ જરૂરી છે.

જે આપણે કરી શકીએ અને જે આપણે સમજવી જરૂરી છે એ બાબત એ છે કે જો રોજ જમવામાં માત્ર એકનું એક જ શાક હોય,  તો કેટલા દિવસ એ ખાઈ શકશો? અથવા એમ વિચારો કે જો રોજ જમવામાં માત્ર ગળ્યું જ હોય તો કેટલા દિવસ એકનું એક, એક જ પ્રકારનું ખાવાનું ખાઈ શકશો? થોડા દિવસ પછી તમે પોતે જ બદલાવ ઈચ્છશો.

માનવ સહજ સ્વભાવ ….બદલાવને ઝંખે

ખાટું-મીઠું, બન્ને જેમ ભોજનમાં સ્વાદ માટે જરૂરી છે તેમજ ખુશી, આશા, ઉમંગ અને સાથે સાથે ગુસ્સી, ઈર્ષ્યા, ઉદાસીનાં ભાવ પણ એટલા જ જરૂરી છે. જેમ દુ:ખ ભોગવો તો સુખનો આંનદ અને ખુશી માણી શકો. એજ રીતે જીવનની રાત હસતા રમતા કાઢી નાખો તો સૂર્યોદય સાથે ખુશનુમા સવારને ખૂબ ઉત્સાહ થી માણી શકશો.

જરૂર છે માત્ર સમજદારી થી જીવવાની.

ગુસ્સો – ફાયર કે એલાર્મ : જેમ પ્રેમની લ્હાણી બધે જ, ગમે ત્યારે, ગમે ત્યાં વ્યક્ત ન થઇ શકે તેમ ગુસ્સો પણ બધે બતાવવો જરૂરી નથી જ. એ માત્ર ફૂટવા માટે ન હોવો જોઈએ, એ મૂળ કારણ શોધવા માટે હોય તો એ યોગ્ય જ છે.

ઈર્ષ્યા – ફાયર કે ફ્યુઅલ – કે એલાર્મ :  પાડોશી એ નવી ગાડી લીધી અને તમે હજી એ જૂની ગાડીમાં કે સ્કૂટર માં જ ફરો છો ત્યારે ઈર્ષ્યા થાય – આંતરમનમાં દ્વંદ શરુ થાય એ સ્વાભાવિક છે. પણ જો એ વખતે મનમાં એમની નવી ગાડીના કાચ તોડી નાખવાનો વિચાર આવે તો એ એલાર્મ છે. એ ઈર્ષ્યા હોય ત્યાં સુધી સામાન્ય છે પણ જો ક્રાઈમ ની સ્ક્રિપ્ટ લખવા માંડે તો એ એલાર્મ ચિતા જનક છે.

સ્વાર્થ – જો આપણામાં સ્વાર્થ ન હોય તો સંત બની જવાય. સ્વાર્થી હોવાની ઓળખ ક્રિએટ ન થાય ત્યાં સુધીનો સ્વાર્થ ખરેખર ખૂબ જરૂરી છે જીવનમાં. વિમાન માં કટોકટી સર્જાતા,  ઓક્સિજન માસ્ક પહેલા પોતે પહેરવું – પછી બીજાને.બચાવવાનો પ્રયત્ન કરવો નહિ તો બધું ગુમાવશો.

લાગણીઓ વહી જવી જરૂરી

ટૂંકમાં કહેવું તદ્દન યોગ્ય છે કે લાગણીઓ પ્રગટ કરવી અત્યંત જરૂરી છે, પણ જ્યાં જોઈએ ત્યાં, જેટલી જોઈએ તેટલી જ માત્રામાં , જ્યાં જેટલી સહન કરી શકાય તેટલી અને ત્યાં, અને જ્યાં પરિણામ સહન કરી શકવાની તાકાત હોય તેટલી.

ગુસ્સો આવે, પણ જો પોતાનાઓ સામે ફાટે તો સંબંધ તૂટી શકે અને જો પારકા કે દુર્જન સામે ફાટે તો દુશ્મની વધે. જો કોઈ ત્રીજી ત્રાહિત વ્યક્તિ આ ઘટનાની સાક્ષી હોય તો માણી લોકો કે સાઉથ પોલમાં પણ તમારા નામના પોસ્ટર લાગી જશે, ટુકમાં ધજાગરા બંધાઈ જશે.  

આપણે સૌ જાણીએ છીએ કે ઉપરવાળાની મરજી વિના કશું શક્ય નથી

ગુસ્સો આવે એ સાહજિક છે. જ્યારે બીજા પર ન નીકળી શકે અથવા ઠાલવી શકાય એમ  ન હોય ત્યારે પોતાના પર જ અલ્થ્વા પોતાના લોકો પર એ ઠલવાય એ પણ સમજી શકાય કેમકે એ સમજી લેવું જરૂરી છે કે ગુસ્સો સામાન્ય રીતે કોઈ વ્યક્તિ વિશેષ પર હોવા કરતા પણ વધુ ગુસ્સો, એ કારણે એ વખતે સર્જાયેલી પરિસ્થિતિ સામે હોય છે.

દરેક લાગણીઓનો રીમોટ આપણે આપણા હાથમાં રાખવો જરૂરી છે.

દરેક ભાવ, દરેક લાગણીઓ આજીવન આપણી સાથે જ રહેવાની અને વારે તહેવારે – છાસવારે ટહુકો કરવાની. અંદર ધરબાઈને બેઠી હશે તો બહાર આવવા માટે વલખા મારશે, પણ એ તમામ નો રીમોટ આપણે આપણા હાથમાં રાખવો જરૂરી છે. લાગણીઓ સમય જોઇને, કોની સામે કેટલી વ્યક્ત કરવી એ સમજવું બહુ જરૂરી છે. આપણી લાગણીઓ એવી વ્યક્તિ સમક્ષ વ્યક્ત થવી જોઈએ કે જેનામાં તેને સમજવાની ક્ષમતા હોય. .

લાગણીઓને ઈચ્છાધારી ન થવા દો

જો એમ નહિ થાય તો એ ખાબોચિયાના પાણીની જેમ બંધાઈ જશે, એ ગંધાઈ જશે, એ બંધિયાર લાગણીઓ શ્વાસ રૂંધી નાખશે. આપણને અંદરથી તોડી નાખશે. જીવન ખાટું મીઠું હોવું જોઈએ. જીવનમાં વસંતનો પમરાટ પામવાનું મમત હોય તો પાનખરમાં પીંખાઇ  જવાની પણ તૈયારી પણ રાખવી જ પડે, એ અનુભવ શીખવાડે. બાકી લાગણીઓ ઈચ્છાધારી થઇ , આપણા પર હાવી થઇ આપણને ડિકટેટ કરવાની શરૂઆત કરી દે એ પૂર્વે એ લાગણીઓને વાંચતા શીખી લેવી જરૂરી છે, એ આપણી શત્રુ નહિ પણ શિક્ષક છે.

હું, ગુસ્સાવાળો છું, હું ઈર્ષાળુ છું, હું દરેક બબતોમાં માં મારો સ્વાર્થ શોધતો હોઉં છું

આપણે જાહેર ન કરીએ તો પણ એ સ્વીકારીવું જરૂરી છે કે હું, ગુસ્સાવાળો છું, હું ઈર્ષાળુ છું, હું દરેક બબતોમાં માં મારો સ્વાર્થ શોધતો હોઉં છું. હું એક સામાન્ય માનવ છું. બીજું લાગણીઓ જન્મે કે ઉદ્દભવે કે તરત વ્યક્ત કરવી કે ઠાલવવી જરૂરી નથી, એને મલ્ટીપ્લાય ન થવા દો.    રાહ જૂઓ, એ વ્યકત કરતા પૂર્વે રાહ જૂઓ, થોડો વિલંબ કરો..એ લાગણી શામાટે જન્મી એ શોધવાનો પ્રયત્ન કરો. ટ્વિટરની  જેમ તત્કાળ પ્રતિક્રિયા ન આપો. હકીકતમાં એ  લાગણીઓ આપણને નુકસાન પહોંચાડતી નથી. તેમના પ્રત્યે આપણી વધુ પડતી પ્રતિક્રિયા “ઓવર રિએકટ’ કરવાની આદત વધુ નુકસાન પહોંચાડે છે. આપણું મન ડિલિવરી કરતાં વધુ ઝડપથી પ્રતિક્રિયા આપે છે. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે આ કોઈ ઓનલાઈન ખરીદી તો છે  નહિ કે કે એમાં કોઈ રીટર્ન પોલિસી હોય. એમાં અંતે માત્ર પસ્તાવો જ શેષ રહેતો હોય છે.

સિગ્નેચર

જરૂર છે ગુસ્સાની સાથે સ્પીડ બ્રેકર બનાવવાની, છે, ઈર્ષા ને એલાર્મ ગણવાની અને  સ્વાર્થ ને રિચાર્જ સ્ટેશન બનાવવાની.

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments