
“બેગાની શાદીમે અબ્દુલ્લા દીવાના” યુદ્ધ યુક્રેન કે રશિયાનું હોય, ઇઝરાયલ કે ગાઝાનું હોય, કે પછી ભારત પાકિસ્તાનનું હોય. ટ્રમ્પ સાહેબ, મોટાભાઈ બનાવાનો પ્રયત્ન શામાટે કરતા હોય છે એ રામ જાણે. ‘ડબલ –કે ટ્રીપલ ઢોલકી’ની જેમ બધી બાજુ વાગવું અને દૂધ અને દહીં બન્નેમાં પગ રાખવાની જાણે હવે એમને આદત પડી ગઈ છે. આમ બધાની વચ્ચે ‘એજન્ટ’ બનવાની ટ્રમ્પ સાહેબને શું તાલાવેલી છે કે શું જરૂર છે એ ટ્રમ્પ જ જાણે .
‘દલાલી’માં નોબલ પીસ પ્રાઈઝ
યુદ્ધ કરનારા દેશો વચ્ચે સેલ્ફ ડીકલેર્ડ “મધ્યસ્થી કરાવનાર ‘એજન્ટ’ બનવા પાછળ સંભવ છે ટ્રમ્પ સાહેબ નો ઈરાદો “કમીશન ” કે “દલાલી” રૂપે “નોબલ પીસ પ્રાઈઝ” મેળવવાનો હોય. સામાન્ય રીતે આ એવોર્ડ શાંતિ સ્થાપિત કરવા અર્થાત ‘પીસ’ કરાવવામાં નિમિત્ત બનવા માટે અપાતો હોય છે. પણ ટ્રમ્પ સાહેબ ‘પીસ’ (શાંતિ) સ્થાપવામાં કે ‘પીસ’ (દેશના કટકા) કરાવવામાં નિમિત્ત બનશે એ સમય જ કહેશે.
આપણે એક જ પ્રાથના કરીએ, ભગવાન સૌનું ભલું કરે, શરૂઆત ભારતથી કરે.
પણ હવે એ વાત તો પાક્કી થઇ ગઈ છે કે જે વાઘ આવવાની બુમાબુમ ઘણા ઘણા વખતથી થતી હતી, એ વાઘ ફાઈનલી ભારતમાં આવી ગયો. ‘ટેસ્લા’નું ભારતમાં આગમન થઇ ગયું. ‘ટેસ્લા’ હવે વાઘ સાબિત થશે કે બિલાડી એ સમય નક્કી કરશે.
ટેસ્લા નું આગમન અને વડાપાઉંની પાર્ટી
ભારતે ગ્લોબલ EV સોકેટમાં પ્લગ ઇન કર્યું એટલે ટેસ્લાનું ભારતમાં આગમન થઇ ગયું છે. પ્રથમ શોરૂમ મુબઈ, બીકેસીમાં ખુલી ગયો છે. આ ઉજવણીમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે – ભારત –પાક સીમા પર તાણ, અમેરિકા-ભારત વચ્ચે ટેરિફ વોર, અને માસ્ક અને ટ્રમ્પ વચ્ચે કોલ્ડ વોર, વગેરેનો નોઈસ છે. આ બધાની વચ્ચે પણ ટેસ્લા નો ડ્રાઈવર તો પોતાની દુનિયામાં મસ્ત, ટેસ્લા ને ઓટો –પાયલટ મોડ પર મૂકી વડાપાઉં ખાવામાં મશગુલ થઇ જાય તો નવાઈ નહિ.
આ શતરંજની રમતમાં મોદીજી ની અઢી ચાલ.
દેશ માં ઓલરેડી EV ઉપલબ્ધ છે. દેશ તાણ માં હોય ત્યારે આવી લક્ઝરી EV નો શોરૂમ ખોલવો? ખરેખર હિમ્મત જોઈએ. મોદી જી માટે ટેસ્લા એટલે માત્ર EV ની બ્રાંડ નથી, દુનિયાને એક મેસેજ છે. એક વિશ્લેષકે પ્રશંશા કરી છે કે , “ મોદી જી દુનિયાને એ સંદેશ આપવા માંગે છે કે – ભારત એક તરફ યુદ્ધ કરી શકે છે તો બીજી તરફ એજ સમયે બિઝનસ કરી પણ શકે છે અને વિસ્તારી પણ શકે છે. “
ભારત- મોદી જી માટે ટેસ્લા નું આગમન એટલે એ સદેશ કે ભારત હવે ફ્યુચરિસ્ટિક બિઝનસ માટે સજ્જ છે, ગ્લોબલ વોર્મિંગ સામે લડત આપવા ક્લીન ઉર્જાનું સમર્થન કરે છે તેમજ ગ્લોબલ પ્રેશર સામે ઝુકશે પણ નહી.
ટ્રમ્પ અને મસ્ક – સ્મૃતિલોપ સિન્ડ્રોમનાં શિકાર
વાસ્તવમાં, ટેસ્લા નાં ભારત આગમન બાબતે તાણ એટલા માટે પણ છે કેમકે એક સમયે ટ્રમ્પ, એલન મસ્કના વખાણ કરતા થાકતા ન હતા, એના સાથ સહકાર સાથે જ વાઈટ હાઉસમાં બિરાજ્યા પણ ખરા. પણ હવે એ મસ્ક ને દેશદ્રોહી જ ગણાવે છે. કોની ભૂલ હશે, કે કોણ નિમિત્ત હશે તે ભગવાન જાણે પણ બન્ને સ્મૃતિલોપ સિન્ડ્રોમનાં શિકાર થઇ ગયા છે. સિલેક્ટીવલી ફર્ગેટફૂલ તો માત્ર ટ્રમ્પ હોય તેવું લાગે છે, ટ્રમ્પ cut off with grace ની નીતિ અપનાવવાને બદલે મસ્કને ઉતારી પડવાનો એક મોકો ચુકતા નથી. કદાચ એમના દરેક ગુસ્સામાં એક જ વાત કહેતા હોય એવું લાગે છે કે, “ એક વખતે મોદી મારા મિત્ર હતા, પણ હવે આજકાલ એલન મસ્ક સાથે ડેટ કરી રહ્યા છે.“
એની સામે એલન મસ્ક શાંત છે. એ ‘ક્રિપ્ટો’ સાથે રમ્યા કરે છે. કોઈ રિએક્શન નથી આપતા.
ભારત- પકિસ્તાન બાબતે ચુપ.
ટ્રમ્પ ની ટીપ્પણીઓ વિશે ચુપ.
X ચાલુ. અને ટેસ્લા ચાલુ .
EV બનાવે છે, શોરૂમ ખોલે છે, માર્કેટ કેપ્ચર કરવામાં વ્યસ્ત છે.
મસ્ક – સેવે દેશી સપનાઓ
માની લઈએ મસ્ક દેશી સપનાઓ સેવી રહ્યા છે, ભારતમાં રહેવું હોય તો ભારતીયોના થઈને રહેવું પડે, એમના જેવા થવું પડે, તો જ અંગ્રેજોની જેમ એમના પર રાજ કરી શકાય. જો કે હવે મોદી હોવાને કારણે રાજ કરવું તો સંભવ ન બને પણ રાજકપૂર સાહેબ પાસેથી પ્રેરણા મેળવી ભારતીયોને ભારતીય સંસ્કારોયુક્ત ભારતીય સપનાઓ, ભારતીય વાઘા પહેરાવી વેચી તો ચોક્કસ શકાય.
દિલથી વિચારનારા – ભક્તિમય ભારતીયો માટે ખાસ
ટેસ્લા COW MODEL- ભારતીય રસ્તાઓ પર જો સામે ગાય આવે તો કાર અટકી જશે, -નમસ્તે કરશે અને કારમાં ભજન શરુ થઇ જશે. – જો આવું થશે તો LAUNCH ની જાહેરાત સાથે જ બધી ગાડીઓ પ્રી – સોલ્ડ, કસ્ટમાઈઝડ ભજનો અને મંત્રોની ડિમાંડ સાથે.
એલન મસ્ક હવે ગુજરાતમાં ગીગા ફેકટરી શરુ કરશે અને મારી એવી ઈચ્છા ખરી કે ગુજરાતમાં ટેસ્લા કાર – દર વખતે ટર્ન લેતી વખતે ગુજરાતીમાં પૂછે, “કેમ છો? આગલી ચોકડી થી ડાબી કોર જવું છે કે જમણી કોર? આવી રીતે ટેસ્લા દરેક રાજ્યમાં ત્યાંની લોકલ ભાષામાં કમ્યુનિકેટ કરે. આ મારી ઈચ્છા હું આપણા બધા વતી આ બ્લોગ સાથે એલન મસ્ક સાહેબને કન્વે કરુ છું. એલન ભાઈ ઘટતું કરશો! .
ભારતમાં ‘વેલ-કમ મૅટ’ સામે દુનિયાની આતુરતા
ભારતે, ટેસ્લા માટે ‘વેલકમ મૅટ’ બિછાવી છે. આખી દુનિયાને આતુરતા છે એ જાણવાની કે ટ્રમ્પ શું પ્રતિક્રિયા આપશે? કેમકે જો આ ટ્રેડ વોર, ટેરિફ વોર, રાજનૈતિક ઈગો અને ભારત – પાકિસ્તાન-ચીન આ બધા- ખાડા ઓ – હર્ડલ્સ જો મસ્ક હેમખેમ પાર કરી દે તો, મોદીજી ની અઢી ચાલના એક તીરથી ઘણા નિશાનો વિંધાય જશે.
વાસ્તવમાં ભારતમાં દેશી EV અને ટેસ્લા, સિવાય અન્ય અનેક અપ-કમિંગ બ્રાન્ડ્સ વચ્ચેની આ કટ થ્રોટ સ્પર્ધામાં કોણ બાજી મારશે એ કહેવું મુશ્કેલ છે. પણ હા, ટેસ્લા બાબતે ભારતીયો ઉત્સાહિત ચોક્કસ છે. “Y” પછી ટેસ્લા નાં નવા મોડલ ની કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે.
ટેસ્લા ભલે ઑટો-પાયલટ મોડ પર હોય. પણ આ ગેમમાં કોઈ હેન્ડ્સ ફ્રી મોડ પર તો નથી જ.
💥મોદી પોતાની ડિપ્લોમેટિક અને નેશન- ફર્સ્ટ સ્ટ્રેટેજી સાથે ડેવલપમેન્ટ માં વ્યસ્ત છે,
💥ટ્રમ્પ પોતાના ગુસ્સાને – યુએસ પોલિસી બનાવવામાં વ્યસ્ત છે અને
💥એલન મસ્ક આ પોલિટીકલ ટ્રોમા અને ભારતના રોડ્સનાં ખાડાઓ થી ટેસ્લાને કેવી રીતે બચાવવી એ વિચારવામાં વ્યસ્ત છે.
સિગ્નેચર
હવે આ પોલિટીકલ EV સર્કસમાં વાસ્તવમાં મોદી, મસ્ક અથવા ટ્રમ્પ , બધામાં કોણ કોને ડ્રાઈવ કરી રહ્યું છે એ ભગવાન જ જાણે!!!
આપને જો આ બ્લોગ સાઈટનુ કન્ટેન્ટ રસપ્રદ લાગ્યું હોય અને તો અમને manbhavee@gmail.com પર તમારો ફિડબેક જરૂરથી આપો અથવા કોમેન્ટ્સ બોક્સમાં લખી તમારા વિચારો વ્યક્ત કરો અને
www.maujvani.com સબસ્ક્રાઈબ કરો.


