
આલ્ગોરિધમની યુગમાં દંતકથા. એ દંતકથાઓ જે એક સમય પીઢી દર પીઢી – લોક્વાયીકા દ્વારા ઘડાતી, આજે shaped છે — box office collections, Netflix algorithms અને Instagram trends દ્વારા.
તો સ્વાભાવિક છે પ્રશ્ન ઉદ્ભવે કે શું દંતકથા હવે મૂળ સ્વરૂપે પણ પવિત્ર રહી છે જો તે SEO માટે લખાય છે?
જ્યાં નારદ મૂનિ સંગીતમાં વેદો ગાતાં, ત્યાં આજે MARVEL Avengers વેસ્ટર્ન ઓર્કેસ્ટ્રામાં ધમાકો કરે છે.
શું તફાવત છે, શું સામ્ય છે?
સનાતન દંતકથાઓનો ઉદ્દભવ ઋષિમુખ તપસ્યા, દૈવી અનુભવોમાંથી થયો હતો જયરે આધુનિક હોલિવૂડ દંતકથાઓ ફિલ્મમેકર, Novelist, Studio દ્વારા રચાય છે. સનાતન દંતકથાઓનું આકલન ધર્મ, કર્મ, ભક્તિ, મોક્ષ, સત્તા આધારિત હતું જ્યારે હોલિવુડમાં આ આકલન individualism, redemption થી અંકાય છે. સનાતનમાં અંતિમ હેતુ આત્માનંદ અને મોક્ષ હતો. જ્યારે આધુનિક દંતકથા ઓ નો હેતુ adventure, moral છે. સનાતન યુગનું માધ્યમ શ્લોક, પ્રસંગ, લોકસાંસ્કૃતિક વારસોહતું જ્યારે આજકાલ ફિલ્મ, OTT, franchises છે.
બે માર્ગ, એક મકસદ?
દંતકથાઓ હિમાલયમાંથી ઉદ્દભવે કે હોલિવુડ સ્ટુડિયોમાં રચાય — તેમનો હેતુ એક જ હોય છે.
1. વ્યક્તિગત ઇચ્છા vs. ધાર્મિક ફરજ
હોલિવૂડના હીરો કહે છે: “હું દુનિયાને બચાવીશ.”, સનાતન કથાઓ કહે છે: “મારે એ કરવાનું છે કેમ કે એ મારો ધર્મ છે, ફરજ છે. “
અર્જુન યુદ્ધ ટાળવા માગે છે, પણ કૃષ્ણ એને કહે છે કે યુદ્ધ એના કર્તવ્યનો એક અંશ છે. જ્યારે બેટમેન પોતાનો માર્ગ જાતે પસંદ કરે છે—પિતાના મોતના બદલો લેવા.
2. લિનિયર સમયચક vs. ચક્રરૂપ સમય
હોલિવૂડ વાર્તાઓ: જન્મ → ઉછેર → વિજય → વારસો
ભારતીય પુરાણો: જન્મ → મૃત્યુ → પુનર્જન્મ → યુગોનું ફેરવટ
પશ્વિમની વાર્તાઓ “અંત” તરફ જાય છે, આપણા પુરાણો “સતત ચિંતન” તરફ.
3. ટેકનોલોજી vs. તપસ્યા
હોલિવૂડમાં શક્તિ માટે નો સ્ત્રોત છે ટેકનોલોજી, જીનેટિક મોડિફિકેશન, AI
સનાતની વાર્તાઓમાં શક્તિનો સ્ત્રોત હતો : મનનો સંયમથી, તપ, કર્મ.
એક તરફ લેબોરેટરી છે, બીજી તરફ ધૂણિ છે.
કેવી રીતે હોલિવૂડનાં પાત્રો ‘મિથ’ બની રહ્યા છે?
પેઢી દર પેઢી વારસો: પહેલા દાદી રામાયણ સંભળાવતી, આજે બાળકો Marvel ની timeline by heart જાણે છે.
વિરહ અને મુક્તિ: કર્ણ, રાવણ જેવી ભાવુક કથાઓ હવે લોકી અને ડાર્થ વેડર જેવી પાત્રોમાં જોવા મળે છે.
હોલિવૂડે “મિથ”નો આધુનિક ભાષામાં અનુવાદ કર્યો છે.
કૃષ્ણ વિરદ્ધ સ્પાઈડરમેન : બંનેમાં “શક્તિ સાથે જવાબદારી” છે. પણ એક ઉપદેશ આપે છે “કર્મણ્યેવાધિકારસ્તે”, બીજું કહે છે “With great power comes great responsibility.”
ભગવદ્ ગીતા વિરદ્ધ ધી મેટ્રિક્સ : નેઓને ‘માયા’માંથી જગાડવા માટે મોર્ફિયસ આવે છે. એજ રીતે કૃષ્ણ અર્જુનને મોહમાંથી જગાડે છે.
બંને યુગનાં દંતકથાઓ માનવીના આંતરિક યુદ્ધની વ્યાખ્યા કરે છે — ફક્ત ભાષા, દૃશ્ય અને ફોર્મ બદલાયું છે.
શ્રીકૃષ્ણ વિરુદ્ધ યોદા / ડોકટર સ્ટ્રેન્જ :
શ્રીકૃષ્ણના વ્યક્તિત્વમાં નીતિ, રમણીયતા અને કુટનીતિ એકસાથે જોવા મળે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ ધર્મની સ્થાપના અને કર્મયોગનો સંદેશ આપવાનો રહ્યો છે. યોડા અને ડૉક્ટર સ્ટ્રેન્જ જેવા પાત્રો પણ શાંત, ધ્યાનમગ્ન અને વિદ્વાન છે. તેમની પ્રેરણા ‘The Force’ અથવા higher realityના સંતુલન પર આધારિત છે.
અર્જુન વિરુદ્ધ Luke Skywalker / Neo (Matrix):
અર્જુન એક પરાક્રમી યોદ્ધા છે. – એક આત્મવિશ્લેષક નાયક કે જેને માર્ગદર્શન માટે શ્રીકૃષ્ણ જેવા ગુરુની જરૂર પડે છે. શ્રીકૃષ્ણ પાસેથી માર્ગદર્શન મેળવી કર્મના મહત્ત્વને સમજે છે તેમની અંદરનો આંતરિક સંઘર્ષ અર્જૂનને કમને લડાયક બનાવે છે. બીજી બાજુ, લ્યુક સ્કાયવોકર અને નીઓ પણ કમને લડવૈયા બનેલ છે જે ધીરે ધીરે જાગરુક બને છે, યોડા કે મોર્ફિયસ જેવા મેન્ટરોના માર્ગદર્શન હેઠળ તેઓ પરિપકવ થાય છે.
કર્ણ વિરુદ્ધ Iron Man (Tony Stark):
કર્ણ એક પ્રતિભાશાળી અને વફાદાર યોદ્ધા છે. વચનના પાલનને માટે પોતાની ઓળખ ત્યાગી દે છે. કર્ણની શસ્ત્રકલા અને વેદના તેને એક કરુણ નાયક બનાવે છે. ટોની સ્ટાર્ક પણ એ પાત્ર છે જે શરૂઆતમાં અહંકારથી ભરેલ છે પણ અંદરથી હ્રદયવાન છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દુનિયા બચાવવાનો અને પોતાની ભૂલો સુધારવાનો પ્રયાસ કરે છે.
રાવણ વિરુદ્ધ થાનોસ / Joker (2019):
રાવણ એક વિદ્વાન પરતું અહંકારી ભક્ત છે – એ શ્રેષ્ઠતા અને સિદ્ધિની લાલસામાં પોતાના જ નૈતિક પતન તરફ વળે છે. એનો દૃષ્ટિકોણ તેજસ્વી છે પણ વિનાશકારી છે. થાનોસ અને જોકર બંને તત્વજ્ઞાની છે પણ તેમની ક્રૂરતા તેમને સંવેદનશૂન્ય બનાવે છે. બન્ને કાં તો બ્રહ્માંડમાં સંતુલન લાવવા માટે અથવા તો સમાજ તરફથી અસ્વીકૃતિને કારણે વિદ્રોહ કરી ક્રૂરતાનો માર્ગ અપનાવે છે.
હનુમાન વિરુદ્ધ Superman / Hulk:
હનુમાનજી ભક્તિ, બળ અને વિનમ્રતાના પ્રતિક છે. સેવામાં પોતાના હું પણાને વિસર્જિત કરીને તેમણે તેમનું જીવન શ્રીરામની સેવા અને વિશ્વની રક્ષા માટે સમર્પિત કર્યુ છે. બીજી તરફ, સુપરમેન અને હલ્ક જેવા પાત્રો માનવતાને બચાવવા માટે લડે છે પણ આંતરિક અસલામતીની ભાવના અને ગુસ્સા સાથે સતત સંઘર્ષ કરતા રહે છે. બંને પાત્રો અંદરથી સંવેદનશીલ છે પણ બહારથી અવિરત શૂરવીર.
સિગ્નેચર
સનાતનમાં દંતકથા “મુક્તિ” માટે હતી. હોલિવુડમાં દંતકથાઓ “અસ્તિત્વનાં અર્થ” માટે રચાય છે. બંનેમાં કોમન તત્વો છે: — હું કોણ છું? શા માટે છું? શું સાચું છે? શું થઇ રહ્યું છે? શું થવું જોઈએ ? શું કરવું જોઈએ?
આપને જો આ બ્લોગ સાઈટનુ કન્ટેન્ટ રસપ્રદ લાગ્યું હોય અને તો અમને manbhavee@gmail.com પર તમારો ફિડબેક જરૂરથી આપો અને www.maujvani.com સબસ્ક્રાઈબ કરો.
આલ્ગોરીધમનાં યુગમાં દંતકથાઓ – વડોદરા થી પ્રકાશિત થતા
“જનસત્તા-લોકસત્તા”
ગુજરાતી દૈનિક અખબાર માં પ્રકાશિત
તા.: 20 જૂન 2025
https://www.loksattanews.co.in/epaper/vadodara/20250620