Ocean of Struggles
અધ્યાત્મ - એડિટરની ચોઈસ - હોમ

મુંઝવણોનો મહાસાગર- “જિંદગી ………હર કદમ એક નયી જંગ હૈ…!!”

Ocean of Struggles

“જિંદગી ………હર કદમ એક નયી જંગ હૈ…!!” – મુંઝવણોનો મહાસાગર !

જીવન એક સંઘર્ષ છે. જેમ કર્મ હમેશ થતા જ રહે છે એમ  સંઘર્ષ પણ આપણા જીવનનું એક સત્ય છે, સંઘર્ષ, આપણા જીવનમાં આપણા શ્વાસની જેમ સાથે સાથે વહે છે. જેમ કર્મનો કોઈ વિકલ્પ નથી, એમ આ જીવન સંઘર્ષ નો કોઈ વિકલ્પ નથી.

સંઘર્ષની આદત પડી જાય છે. આપણી માનસિકતા એ રીતે સેટ થઇ ગઈ છે કે વિના સંઘર્ષ આપણે આપણું જીવન જીવી શકીશું કે આપણે કાંઈ મેળવી શકીશું એવું આપણે કલ્પી પણ નથી શકતા.

સંઘર્ષમય પરિસ્થિતિઓ માટે જવાબદાર કોણ…..!!

કેટલાક આંતરિક સંઘર્ષ છે જે આપણે- આપણી જાત સાથે જ કરીએ છીએ. તો કેટલાક બાહ્ય સંઘર્ષ.

જે સંઘર્ષની આદત પડી ગઈ છે, એ સંઘર્ષ એટલે સીધી અને સાદી ભાષામાં ‘પરીક્ષા’. પણ વાસ્તવમાં જીવન સંઘર્ષ – અને ‘પરીક્ષા’ બન્ને શબ્દના શાબ્દિક અર્થઘટનમાં ફર્ક છે.

‘પરીક્ષા’ અને જીવન સંઘર્ષ : સામ્યતા અને વિરોધાભાસ

સામાન્ય રીતે ‘પરીક્ષા’ની તારીખો ઘોષિત થઇ જતી હોય છે અને તૈયારી કરવા માટે સમય પણ મળતો હોય છે , પણ જીવન સંઘર્ષની કોઈ તારીખ જાહેર નથી થતી. કે કોઈ તૈયારી કરવા માટે સમય પણ નથી મળતો. સતત ઓન-ટોઝ- સદા એલર્ટ રહેવું પડે છે.

પરીક્ષાની તારીખ જાહેર થતા, આપણામાં રહેલ ‘સૈનિક’ જાગૃત થઇ જાય છે. સમયપત્રક બનવાના શરુ થાય છે, અભ્યાસની તૈયારી માટેનું ટાઈમ ટેબલ નક્કી થઇ જાય છે અને દરેક ચેપ્ટર, દરેક અધ્યાય –એક મિશન બની જાય છે.

એ મિશન શરુ થતા જ જીવન – સંઘર્ષને જોવાની દૃષ્ટિ બદલાઈ જાય છે. એવું થવાનું લોજીક સમજાવી ન શકાય પણ એક અજબ પ્રકારનો કહેવાતો આત્મવિશ્વાસ જાગૃત થઇ જાય છે અથવા તો તૂટી જાય છે.

હર્ડલ્સ ક્રિએટર

એવો સંઘર્ષ શરુ થઇ જાય,  જાણે ‘હર્ડલ્સ ક્રિએટર’ કંપનીએ એને વિશેષ રૂપે આપણા માટે જ ડિઝાઈન કરેલ હોય.

અભ્યાસનું  સિવાયનાં બધા જ કાર્યો આકસ્મિક રીતે પ્રાથમિક થઇ જાય.

સામાન્ય રીતે ભલે રાત-રોળીયા કરતા હોઈએ પણ પરીક્ષા વખતે ઊંઘ ખૂબ વ્હાલી લાગે. ઊંઘ ખૂબ જલ્દી આવે, આંખ જલ્દી જ ઘેરાવા લાગે. ખૂબ અને વારંવાર ભૂખ લાગે, ઘરના અન્ય કાર્યો જે ક્યારે કર્યા નહોય, મન પણ ન થતું હોય, જે કામો કરવાનો સખ્ત કંટાળો હોય. પણ માઈન્ડ ડાઈવર્ટ કરવા તે પણ કરવાનું મન થાય.

પ્રાથમિકતા નક્કી કરવાનો સંઘર્ષ

સોશિયલ મીડિયા વધુ આકર્ષે, અને વારંવાર વોટ્સ અપ દ્વારા એ જાણકારી મેળવવાનું મન થાય કે ફ્રેન્ડ્સ માં કોનું કેટલું રિવિઝન થઇ ગયું છે?

એ જાણ્યા બાદ એ રીતે મન મક્કમ કરવામાં આવે, એ નિર્ણય લેવા કે આજથી, એ ઘડી થી માત્ર અભ્યાસ જ ટોચની પ્રાથમિકતા ગણાશે. ઊંઘ અને અભ્યાસમાંથી, હું અભ્યાસને પ્રાધાન્યતા આપીશ.

પણ કરુણતા એ કે , એ બધું માત્ર રિઝોલ્યુશન રૂપે જ રહી જાય છે. એ આજ, એ ઘડી કદી આવતી જ નથી.

કમ ઓન …..બક અપ.!!!!

આમ લીધેલા રિઝોલ્યુશનને અમલ મુકવાના નિષ્ફળ સંઘર્ષ સાથે આવી પહોચે પરીક્ષાની આગલી રાત.

અભ્યાસ ન કર્યાનો ડર, એટલો કે નોટ્સ, કેસિનો કાર્ડની જેમ ઉલટપુલટ કરી રિવિઝન કરવામાં આવે, MBA-સ્તરની ચર્ચા અને વાતચીત શરુ થઇ જાય, છતાં ચર્ચા ની સાથે સાથે ઉપરવાળાને – પ્રભુને પ્રાથનાઓ કરવામાં આવે, એમને લાલચ આપવામાં આવે- ભોગ ચડાવવાનાં વચન આપવામાં આવે અને ખરેખર ચમત્કારોમાં વિશ્વાસ કરવાનું શરૂ થઇ જાય.

સીન ભલે “પરીક્ષા આવી એવી ગઈ જેવો હોય” પણ , રિઝલ્ટ વિશે ધારણાઓ શરુ થાય અને સૌથી પહેલા નસીબને કોસવાનું શરુ થાય.

આપણો માનવ સહજ સ્વભાવ કેવી પ્રતિક્રિયા આપે?

  • “કોણ જાણે મારા નસીબમાં શું લખાયેલું છે? ,
  • “શું મારા નસીબમાં સંઘર્ષ જ લખાયેલ છે?, અને સૌથી મહત્ત્વની સર્વ સમાન્ય ફરિયાદ ,
  • ”માત્ર મારી જ સાથે આવું કેમ થાય છે? “

આતો હતો પરીક્ષાના સંઘર્ષ સમયનો માહોલ. પણ જીવન સંઘર્ષમાં શું?  કોઈ આગોતરા નોટીસ નહિ અને તૈયારી માટે કોઈ સમય નહિ, ત્યારે આપણને શમણાની દુનિયામાં જીવવાનું મન થાય, એ શમણાની દુનિયાનું જીવન જીવવાની કલ્પના આપણને અનહદ આનંદ આપે.  

આ સંઘર્ષમયી જીવન જીવતા જીવતા આપણે એમાં એટલા ઓતપ્રોત થઇ જઈએ છીએ અને આપણી માનસિકતા એવી થઇ જાય છે કે ક્યારેક ઘટતી ઘટના , એકાદવાર ઘટતી ઘટના નું પણ સામાન્યીકરણ થઇ જાય છે, એવી રીતે જાણે એ એક રોજિંદુ કર્મ જ હોય.

હરી અનંત …હરી કથા અનંતા !

“ઘરમાં કોઈ મને સમજતું જ નથી.”
“જાણે હું એક જ ડફર છું, બાકી બધા જ મારા કરતાં વધારે હોંશિયાર છે – લાયક છે.”
“હું ગણતરી માં જ નથી, મારી કોઈ વેલ્યુ જ નથી.”

જીવન સંઘર્ષના કારણો સમય સાથે બદલાયા છે, સંઘર્ષનું સ્વરૂપ બદલાયું છે, આંતરિક અને બાહ્ય સંઘર્ષની વ્યાખ્યા બદલાય છે. વ્યક્તિગત અને સામુહિક સંઘર્ષ ની વ્યાખ્યા ‘વેગ’ થઇ ગઈ છે.- અસ્તમ-વ્ય્સ્તમ થઇ ગઈ છે.

હકીકત એ છે કે, સંઘર્ષમાં આપણે બધાંએ એકલા જ લડવાનું હોય છે, એ આંતરિક સંઘર્ષ હોય, બાહ્ય સંઘર્ષ હોય, વ્યક્તિગત સંઘર્ષ હોય કે સામુહિક સંઘર્ષ હોય. દરેકને પોતપોતાનું- પોતપોતાના ભાગનું, કર્મ માં લખાયું હોય તેટલું  ઝઝૂમવું જ પડતું હોય છે.

દરેક વ્યક્તિના અંતરમાં એક અવનવો –અજબ પ્રકારનો સંઘર્ષ અવિરત ચાલુ જ હોય છે, — પારિવારિક સંબંધો થી પરે , પ્રથમ સ્વના – આપખુદનાં સ્વાર્થને સાધવાનો, ઘરના સહયોગ વગર ‘એકલા ચાલો રે’ રીતે આગળ વધવાનાં પ્રયત્નો નો સંઘર્ષ, સમાજની અપેક્ષાઓ સામે થવાનો અને યેન કેન પ્રકારેણ પોતાના આંતરિક અવાજને સાંભળવાનો સંઘર્ષ.

હકીકત એ છે કે દરેક વ્યક્તિ એકલી હોય ત્યારે ભીડ માટે ટળવળે અને વાસ્તવમાં ભીડમાં પણ દરેક વ્યક્તિ એકલી જ હોય છે, પોતાનો સ્વાર્થ સધાય એ માટેની તક શોધતી હોય છે, પોતાની સલામતી શોધતી હોય છે. ભીડમાં ખોવાઈ જવાની બીક એટલી તીવ્ર હોય છે કે બીજું કાંઈ સુઝતું જ નથી.

આ જીવનના બન્ને છેડાઓ – જન્મ અને મૃત્યુ વચ્ચેના જીવનને જીવતા જીવતા જો આપણે સજાગ હોઈએ તો એક બાબત સમજાય છે કે વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિ જે સંઘર્ષ કરે જ છે, તેમાં માનસિક દબાણ ને કારણે થતી ફરિયાદો, એ કદાચ ખરેખરી ફરિયાદ નહિ પણ કદાચ આપણામાં રહેલ અભિવ્યક્તિનો અભાવ હોય છે.

આમ છતાં એ જરૂરી નથી કે એ હકીકત સામે આપણે આંખ આડા કાન કરીએ અથવા દરેક વાત overlook કરીએ, નિગલેક્ટ કરીએ.

હકીકત એ છે કે જીવનમાં સંઘર્ષની વાસ્તવિક પીડા કરતા એ સંઘર્ષમયી જીવનની જીવવાની કલ્પના, એ ડર માનસિક રીતે વધુ પીડાદાયક હોય છે.

જીવનની હકીકત તો એવી છે કે —

  • જીવનમાં આપણે ક્યારેક સરાહના મેળવીએ છીએ તો ક્યારેક આપણી અવગણના પણ થશે.
  • ક્યારેક આપણને મદદ મળશે, તો ક્યારેક એના અભાવમાં જાતે પોતે મજબૂત થવાનું શીખવાની તક મળશે.
  • અને ક્યારેક આપણે સમય અને સંજોગોના ભોગ બનીશું તો ક્યારેક વિજેતા બનીને વાહવાહી મેળવીશું.

આવા જીવન સંઘર્ષની દરેક પળમાં આપણા કર્મો દ્વારા જ આપણી અંદરનાં વ્યક્તિનું વ્યક્તિત્વ નિખરે છે. પાંગરે છે.
આ અંતરની યાત્રા, પોતાને ઓળખવાની યાત્રા, કર્મોના સમીકરણ — એ જ તો છે આપણા જીવનની સાચી તૈયારી.

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest

2 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
girish
girish
1 month ago

સંઘર્ષ, કઠણાઈ અને મૂંઝવણ. આ ત્રણેય બેનો હંમેશા સહ પરિવાર સાથે સાગમટે વગર આમંત્રણે આપણા જીવનના મધરબોર્ડ માં વાઇરસ ની જેમ માં ઘુસી જાય છે. એનો કોઈ ઉપાય નથી. અઢળક સંપત્તિ હોવા છતાં મુકલો લક્ષ્મી પૂજા કરે છે. લક્ષ્મીએ એને કેટલી વાર કીધું કે મુકા હવે બસ કર. પણ ઈ નઈ સુધરે  

લેખુ
લેખુ
1 month ago
Reply to  girish

સાવ સાચી વાત છે ગિરીશભાઈ.