
આધ્યાત્મિકતા અને કર્મ જીવન રથના બે ચક્ર સમાન છે. સંતુલન ન રહે તો જીવનનાં આ સફરમાં બહુ ‘સફર’ કરવું પડે.
ખરેખર, વાસ્તવિક જીવનમાં આપણે આ બન્ને અર્થાત આધ્યાત્મિકતા અને કર્મ વચ્ચે રગદોળાતા જ રહીએ છીએ — ક્યારેક આધ્યાત્મિકતાને ‘પલાયન’ તરીકે વાપરી આંખ આડા કાન કરીએ છીએ તો ક્યારેક આપણા સંઘર્ષને કર્મના ફળને નામે ‘ન્યાયસંગત’ ઠેરવી મન મનાવી લઈએ છીએ. આપણા પલાયનવાદ અને વિવશતાને જસ્ટીફાય કરીએ છીએ,
ચાલો, એના ‘ઇન્સ અને આઉટ’ સમજીએ
કર્મ vs આધ્યાત્મિકતા
🔹 “કર્મ કરો, પરિણામની આશા કે ચિંતા ન કરો.”
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन
📜 આધ્યાત્મિક શીખ – ભગવદ ગીતા શીખવે છે કે કર્મ પર ધ્યાન આપવું, પરિણામ પ્રત્યે આસક્ત થવું નહીં.
🛠 વાસ્તવિકતા – તમારા બોસને કહો, “હું કામ કરીશ, પણ પગારની ચિંતા કરતો નથી,” તો સમય એ આવશે કે HR તમને રાજીનામું લખવા કહે તે પહેલા જ નોટિસ આપી દેશે! 😆
“नासतो विद्यते भावो नाभावो विद्यते सतः।” उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः॥”
📜 આધ્યાત્મિક અભિગમ – જીવન અને દુન્યવી બાબતો ક્ષણભંગુર છે, મિથ્યા છે, કશુંયે કાયમી નથી.
🛠️ વાસ્તવિકતા – જો આ સાચું હોય, તો પૈસા, લોન અને બિલ મિથ્યા જ હોવા જોઈએ… પણ બેંકને એ વાસ્તવિકતા કોણ સમજાવે?
“युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम्। अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते॥
📜 આધ્યાત્મિક જ્ઞાન – ઈચ્છાઓનો ત્યાગ મનને અને આત્માને શાંતિ આપે છે.
🛠 વાસ્તવિકતા – બરાબર છે, પણ જો પાડોશી નવી લક્ઝરી કાર ખરીદે તો મન દુઃખી કેમ થાય છે? 😆
“आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत्। तद्वत्कामा यं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी॥”
📜 આધ્યાત્મિક પાઠ – જે મળ્યું છે તેમાં ખુશ રહો. સંતોષી નર સદા સુખી!
🛠 વાસ્તવિકતા – જો બોસ કહે, “હાલના પગારમાં સંતોષ માનો, વધશે નહિ.” તો શું તરત જ LinkedIn પર તમે તમારો પ્રોફાઈલ અપડેટ કરી નવી નોકરી શોધવાની શરૂઆત નહિ કરી દો. 😆
“समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम्। विनश्यत्स्वविनश्यन्तं यः पश्यति स पश्यति॥”
📜 આધ્યાત્મિક દૃષ્ટિકોણ – દરેક વ્યક્તિમાં દિવ્યતા જોઈને બધાને પ્રેમ આપો.
🛠 વાસ્તવિકતા – ટ્રાફિકમાં કોઈ કટ મારી આગળ નીકળી જાય તો એ ‘દિવ્ય આત્મા’ને ” “એની માને …..!!!!” શું શું બોલી દેવાનું મન થાય? એને પ્રેમ આપવાનું મન કેમ નથી થતું. ! 😡
✔ કર્મયોગ અપનાવો – મહેનત કરો, પણ સ્માર્ટ રીતે.
✔ આધ્યાત્મિકતાને સમજો – આસક્તિ ભલે ન રાખો, પણ જાગૃત રહી મૂર્ખ પણ ના બનો.
✔ સફળતા અને સંતોષ વચ્ચે સમન્વય રાખો – લક્ષ્યો હોવા જોઈએ, પણ ભૌતિકવાદ તમારા જીવનની મૂળ વ્યાખ્યા ન બને એ તકેદારી લો.
✔ સચ્ચાઈ અને વ્યવહારિકતા સાથે જીવન જીવો – સત્ય બોલો, પરોપકારી બનો પણ તમારી કિંમત પણ આંકો અને જાણો.
આપને જો આ બ્લોગ સાઈટનુ કન્ટેન્ટ રસપ્રદ લાગ્યું હોય અને તો અમને manbhavee@gmail.com પર તમારો ફિડબેક જરૂરથી આપો અને www.maujvani.com સબસ્ક્રાઈબ કરો.