
‘ધ ગોડફાદર’ – ટ્રિલૉજી’-મેકિંગ ઑફ “ધ ગોડફાદર”
‘ધ ગોડફાદર’ – ટ્રિલૉજી’-મેકિંગ ઑફ “ધ ગોડફાદર”: “સ્ત્રીઓ શોટગન્સ કરતા પણ વધુ ખતરનાક હોય છે”, “હવે હું તને એવી ઑફર આપીશ જે તું નકારી નહિ શકે!”, “જે માણસ પોતાના પરિવાર માટે સમય નથી ફાળવી શકતો એ હકીકતમાં માણસ જ નથી”.
આવા અનેક આઇકોનિક સંવાદોથી સજ્જ ૧૯૭૨ની આ ફિલ્મે ભારે ચકચાર જગાવ્યો હતો. ‘ધ ગોડ ફાદર’ – ટ્રિલૉજી’–ની આ પ્રથમ ફિલ્મ – અને વધારામાં આ ફિલ્મના દરેક પાસામાં એ વખતની લોકોની માનસિકતા, લોકોનો અભિગમ અને એ વખતનો સમય જેટલું પચાવી શકે એ કરતા દરેક પાસામાં અતિરેક હતો.

ઉપરાંત “આ ફિલ્મે માફિયાઓને ગ્લેમરાઈઝ કર્યા છે. જસ્ટીફાય કર્યા છે, એટ્રેકટીવ મેકિંગ અને ઇમોશનલ ડેપ્થ દ્વારા અજાણતા જ લોકોને ક્રાઈમ તરફ વાળ્યા છે તથા ફિલ્મની આકર્ષક શૈલી અને ભાવનાત્મક ઊંડાઈ અજાણતા જ ક્રિમિનલ્સ પ્રત્યે સહાનુભૂતિ ઉભી કરે છે, ક્રિમિનલ્સને મહાન અને સંવેદનશીલ દર્શાવાયા છે.
સિવાય ફિલ્મ આટલી આકર્ષક હોવાથી, ઇટાલિયન-અમેરિકનો વિશેના લોકોના સ્ટીરિયોટાઈપ માઈન્ડ સેટને વધુ નક્કર સજ્જડ બનાવ્યું છે.
‘ધ ગોડફાદર’ વિશે વિન્સેન્ટ કેનબીએ “ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ”માં પોતાના રીવ્યુમાં પોતાનો મત વ્યક્ત કરી ફિલ્મને ચર્ચાનો વિષય બનાવ્યો હતો. જો કે એમણે ફિલ્મની પ્રશંસા પણ કરી અને કહ્યું હતું કે “ધ ગોડફાદર’ એ ફિલ્મમેકિંગની એક સ્કૂલ છે. એણે ફિલ્મ ને શેક્સપિયરન ટ્રેજેડી નાટકોની ટાઈમલેસ અપીલ સાથે સરખાવી હતી.
એજ તો ખાસિયતો છે કે જેથી ફિલ્મ ત્રણ વાર બની, એમાં પણ બે વાર સેમ સ્ટાર કાસ્ટ સાથે. એટલે જ તો કહેવાય છે ધ ગોડફાદર’ – ટ્રિલૉજી.
ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા- નિર્દેશક

દિગ્દર્શન ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા દ્વારા નિર્દેશિત ધ ગોડફાદર (1972), ની નિર્માણ પ્રક્રિયા ફિલ્મના ઇતિહાસમાં ખૂબ જ પ્રખ્યાત છે, માત્ર ફિલ્મનાં નિર્માણ દરમિયાન જ નહિ, પ્રોડકશન , પોસ્ટ પ્રોડકશન અને રિલીઝ બાદ પણ ફિલ્મના દરેક પાસા નો પોતાનો એક ફિલ્મના નિર્માણ માં ક્રિએટીવ હોય કે ટેકનીકલ દરેક પાસામાં ઝીલવા પડેલા પડકારો, થયેલ ટીકા ટિપ્પણો અને અનેક સર્જનાત્મક નિર્ણયો ને લીધે ફિલ્મના કલાકારો અને ટીમના મેમ્બર્સ નાં જીવન પર પણ દીર્ઘકાળ પ્રભાવ રહ્યો હતો.
આ ફિલ્મ , પ્રથમ વર્ડ ગો- અર્થાત પ્રથમ દિવસથી જ અડફેટે ચડી હતી. પણ ફિલ્મ શરુ કરવાનું નક્કી થયા બાદ ક્રિએટીવ ફ્રન્ટ પર પ્રથમ પડકાર તો ત્યારે જ આવ્યો જ્યારે ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા એ પેરામાઉન્ટ સ્ટુડિયોનાં માઈન્ડસેટ સાથે લડવું પડ્યું. સ્ટુડિયોનો આગ્રહ હતો કે ફિલ્મને આધુનિક ઓપ આપવો, જ્યારે કોપોલા 1940ના સમયને જાળવી રાખવા માગતા હતા.
ઘણા વખત સુધી કોપોલાને નોકરીથી કાઢી નાખવાની ધમકી અપાતી રહી. પણ એ પોતાના નિર્ણય માં અફર હતા. સિવાય માર્લન બ્રાન્ડો અને અલ પાચિનો જેવા દિગ્ગજ કલાકારોને કાસ્ટ કરવા માટે પણ લોઢાના ચણા ચાવવા પડ્યા. કેમકે પેરામાઉન્ટે તેમને આરંભે જ નકારી દીધા હતા. એક કારણ એ હતું કે ઓડિશન દરમિયાન માર્લોન બ્રાન્ડો (ડોન વીટો કોર્લિયોને) એ પોતાના ગાલમાં રૂઈ (કોટન) ભરીને ‘બુલડોગ’ની જેમ દેખાવું પસંદ કર્યું હતું.
પેરામાઉન્ટ સાથેના વિવાદ અને સંવાદ બાદ માંડ બેલેન્સ સાધી જ્યારે બ્રાન્ડોનું કાસ્ટિંગ થઇ ગયું ત્યારે શુટિંગ દરમિયાન સેટ પર પણ, તે ઘણી વાર પોતાના ડાયલોગ યાદ કરતો નહોતો, ક્યુ કાર્ડનો જ ઉપયોગ કરતો હતો. આવી તો અનેક વિચિત્રતા હોવા છતાં એનું કેરેકટર ખૂબ વખાણાયું અને પોપ્યુલર થયું.
ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા એ સૌ કલાકરોને અભિનય માટે જે ક્રિએટીવ ફ્રિડમ આપ્યું હતું એનો ફાયદો એ થયો કે ફિલ્મનાં સેટ પર માર્લોનને એક બિલાડી મળી અને તેણે પ્રથમ સિગ્નેચર સીનમાં જ એનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું. બ્રાન્ડોનું બિલાડીના ફર પર હાથ ફેરવવું અને બિલાડીનું ઘુરકવું. બ્રાન્ડોના એ ક્રિએટીવ ફ્રિડમને પરિણામે ઉમેરાયેલ એ બિલાડી, ડોનના કેરેક્ટર નાં બન્ને શેડ્સ –સ્વભાવની નરમાઈ અને તેની આંખોના ખૂંખારપણાનું પ્રતિક બની ગઈ.

અન્ડરડૉગ કાસ્ટિંગ:
અલ પચિનો (માઇકલ કોર્લિયોને)એ સમયે વધુ જાણીતા નહોતા, અને સ્ટુડિયો તેમને પસંદ કરતો નહોતો. પેરામાઉન્ટની ઈચ્છા એ વખતના પોપ્યુલર દિગ્ગજો જેવા કે રોબર્ટ રેડફોર્ડ અથવા વૉરેન બેટી ને લેવાની હતી પણ કોપોલાએ અલ પચીનોમાં એવું કંઈક જુદું અને અલાયદું જોયું હતું કે એમની જિદ્દ હતી અલ પચિનોને જ લેવાની.
ફરી એક નવો મુદ્દો – પેરામાઉન્ટ અને કાપોલા વચ્ચે નવા વિવાદનો. મજાની વાત એ કે અલ પચિનો પોતે પણ માઈકલની ભૂમિકાને જસ્ટિફાય કરી શકશે કે નહી તે વિશે શંકાશીલ હતા. પણ કોપોલાને એમનામાં વિશ્વાસ હતો અને હવે કોપોલા માટે બીજો સંઘર્ષ એ હતો કે અલ પચિનોને મનાવવા.
જો કે અલ પચિનો માટે પણ કપરા ચઢાણ હતા એક તદ્દન વિખુટા માણસમાંથી ક્રૂર માફિયા બોસ બનવાની યાત્રા. આ પાત્રને અને કપોલાની જીદ્દને જસ્ટીફાય કરવા અલ પચિનોએ ખૂબ સંઘર્ષ કરવો પડ્યો.



પેરામાઉન્ટ સ્ટુડિયો એ જોકે નિર્માણ દરમિયાન કે રિલીઝ પછી પણ અલ પચિનોની અદાકારીના ક્યારેય વખાણ કર્યા નહી પણ એક બાબત સ્વીકારવી જ રહી કે આ પાત્ર એ પોતાની એવી આગવી ઓળખ કેળવી કે આખી ફિલ્મ નું ફોકસ માત્ર એ પાત્ર પર જ થઇ ગયું અને ભવિષ્યની ફિલ્મોના ખલનાયકો માટે એ એક સ્કૂલિંગ બની ગયું.
એક સામાન્ય યુવક થી લઈને ક્રૂર માફિયા બોસ સુધીની યાત્રા અને કેરેક્ટરાઈઝેશન માં થતા બદલાવની એક એક પળ સૌને માટે એક્ટિંગ ક્લાસના એક એક ચેપ્ટર સમાન બની ગઈ. અને ફિલ્મના આર્કને એક શાંત પણ આંતરિક તીવ્રતા આપી હતી. જે ફિલ્મની સફળતામાં એક ચાવી રૂપ હતી.
સિવાય આક્રોશ અને ગુસ્સાથી ભરેલ સોની કોર્લિયોને ની ભૂમિકામાં જેમ્સ કાન, માઈકલની વધતી જતી ક્રુરતા સામે તદ્દન વિપરીત શાંત અને દયાળુ અને નિર્દોષ સ્વભાવ સાથે ફિલ્મમાં અલગ પ્રકારનું સંતુલન સાધનાર માઈકલ ની પત્ની કાય એડમ્સની ભૂમિકામાં ડાયેન કીટન અને અન્ય તમામ કલાકારો અત્યંત આગવી છાપ છોડે છે.
આપને જો આ બ્લોગ સાઈટનુ કન્ટેન્ટ રસપ્રદ લાગ્યું હોય અને તો અમને manbhavee@gmail.com પર તમારો ફિડબેક જરૂરથી આપો અને www.maujvani.com સબસ્ક્રાઈબ કરો.