
વ્યક્તિગત – સ્વના કે મિત્રોના કે પછી વાચકોના અનુભવોને બ્લેક એન્ડ વ્હાઈટમાં મુકવાની કડીમાં આજે આપણે એક એવા જ અનુભવની વાત કરીએ….અહીં ભલે એક વ્યક્તિના વ્યક્તિગત અનુભવની વાત કરવામાં આવી હોય પણ જ્યારેક તો આપણે બધા આ પરિસ્થિતિમાંથી પસાર થયા જ હોઈએ છીએ. ક્યારેક વિકટમ તરીકે તો ક્યારેક નિમિત્ત જ હિઓઇએ છીએ. કારણો અલગ અલગ હોઈ શકે છે.
માની લઈએ કે તમે કોઈકની સાથે વર્તમાન પરિસ્થતિ વિશે કે પછી તમારી સોસાયટીમાં ચાલી રહેલી ગેરરીતિઓ વિશે કે દેશમાં ઘટી રહેલી ઘટનાઓ વિશે કે કોઈ અન્ય વિષય ઉપર વાતચીત કરી રહ્યા હો અને અચાનક સામેવાળી વ્યક્તિ આંખનો સંપર્ક તોડી દે, વાતચીત કરતા જે વાસ્તવિક પ્રતિસાદ મળી રહ્યો હોય તે અટકી જાય…..તે તેના ફોન ને લઇ કારણ વગર સ્ક્રોલ કરવા લાગે, મેસેજીસ કે વોટ્સ-અપ જોવા લાગે, અથવા તો એ રૂમમાં કે જે સ્થળે હો ત્યાં એની નજરો કોઈને શોધવા લાગે. તે ક્ષણે, તમે તમારી ઉપસ્થિતિ શૂન્ય થઇ જાય…..તમારા શબ્દો, વાક્યો…હવામાં ક્યાંક ગોથા ખાવા માંડે….તમે અસમંજસની સ્થિતિમાં મુકાઈ જાવ. ..શું કરવું અને શું ન કરવું…અને ફરી અચાનક એ કહે …..” સોરી શું કહ્યું તમે …?
આવી ઘટનાઓ આજની આ ‘કનેક્ટેડ’ દુનિયામાં આપણી વધુને વધુ સામાન્ય બનતી જાય છે. મોટે ભાગે કથિત શ્રેષ્ઠતાનું, કથિત વ્યસ્તતા પરવાર કરવાનું એક સુનિયોજિત પ્રદર્શન હોય છે. પોતાની સ્માર્ટનેસ દેખાડવાનો એક અધકચરો – હાફ હાફ-હાર્ટેડ પ્રયત્ન હોય છે.
ખરેખર, તે ‘સામાજિક કોરિયોગ્રાફી’નો એક શ્રેષ્ઠ નમૂનો કહી શકાય. એક ક્ષણે તમે વાતચીતમાં પૂર્ણપણે ગૂંથાયેલા છો અને બીજી જ ક્ષણે તમે એક વૈજ્ઞાનિક ની જેમ પોતાની અવકાશી દુનિયામાં ખોવાઈ જાવ છો જાણે નવી શોધ માટેનું કોઈ એલિમેન્ટ તમને નજરે ચડી ગયું હોય….તમારી સાથે વિચારોની આપલે કરી રહેલ વ્યક્તિ સાથેનો વાર્તાલાપ હજુ પણ ચાલુ જ છે. હકીકતમાં આજ છે, ‘સિલેક્ટીવ હિયરીંગ’નું શ્રેષ્ઠ ઉદાહરણ.
‘સિલેક્ટીવ હિયરીંગ’નું મનોવિજ્ઞાન
જ્યારે કોઈ વ્યક્તિ વાતચીત દરમિયાન ઇરાદાપૂર્વક આંખનો સંપર્ક તોડે છે, તો તે એક સ્ટેટમેન્ટ હોઈ શકે છે. “હું અત્યારે જેના વિશે વિચારી રહ્યો છું તે તમે જે કહી રહ્યા છો તેના કરતાં વધુ મહત્વપૂર્ણ છે.” આવું કરનારાઓ એવું માનતા હોય છે કે તેઓ તેમનું મહત્વ અને વ્યસ્ત જીવનશૈલીનું પ્રદર્શન કરી રહ્યા છે.
તેઓ તેમના આ વિભાજિત ધ્યાનને ‘સન્માનનો બેજ’ ગણતા હોય છે. એ લોકો એ પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરતા હોય છે કે આજના આ ડિજિટલ યુગમાં તેઓ મલ્ટી ટાસ્કિંગ’ અર્થાત એકસાથે અનેક વિચારોને અને અનેક કાર્યો કરી શકવાની કેટલી ક્ષમતાથી કરી શકે છે. હકીકતમાં એક શક્યતા એ પણ હોઈ શકે કે એમની વિચારધારા એ હોઈ શકે કે તમારી વાતચીત પણ પૂર્ણ ફોકસ કરવાનો અર્થ એ કે એમની પાસે બીજું કોઈ કામ નથી.
આ ‘મલ્ટી-ટાસ્કિંગ’નું ડેમોન્સ્ટ્રેશન કઈ રીતે થઇ શકે એના ઉદાહરણ
- ફોન સ્ક્રોલ કરવામાં એ મેસેજ કે પોસ્ટ તપાસવી – બન્ને માંથી કોઈ પણ ચોક્કસપણે હમણાં આવ્યા જ નથી…કે એ અરજન્ટ પણ નથી. જો હોત તો મેસેજ નહિ ..ફોન આવત.
- બાજુમાં બેઠેલી વ્યક્તિને અચાનક સવાલ પૂછવો, ‘મેં તમને જે કહ્યું હતું એ તમે કર્યું ?
ચોક્કસ ત્યાં એ સ્થળે તો ચોક્કસ કહ્યું નહતું….તો ક્યારે કહ્યું અને એમણે એ ક્યારે કરવાનું હતું?
- કોઈ ત્રીજી વ્યક્તિને કહેવું”અરે, હાય! મેં તમને અહીં જોયા નહીં!” જાણે કે વ્યક્તિ હવામાંથી અવતરી હોય. એ સ્થળે કોઈ આવ્યું નથી કે કોઈ ગયું નથી તો આ રિએકશન કેટલું ઉચિત છે.
આવી ઘટનાઓ હવે એટલી સામાન્ય થઇ છે કે હવે એ એક ટેલેન્ટ છે. અને જેની સ્પર્ધા પણ યોજાવી જોઈએ.
કેટેગરીઓમાં સામેલ હોઈ શકે:
- ફોન ફમ્બલ: તમે કેટલી ઝડપથી તાકીદના કોલનો ઢોંગ કરી શકો છો?
- અદૃશ્ય વ્યક્તિ: સામાજિક રીતે અત્યંત સક્રિય હોવાના દેખાડા સથે કોઈ ની સાથે આઈ કોન્ટેક્ટ ટાળવો.
- ‘સિલેક્ટીવ હિયરીંગ’ ચેમ્પિયનશિપ: ન સાંભળ્યાનો ઢોંગ કરવાની એડવાન્સ ટેકનિક્સ
આ એટલા માટે ચર્ચાનો રસપ્રદ વિષય છે કેમકે આવું કરનાર વ્યક્તિ ઓ તેમની અસભ્યતાને બૌદ્ધિક દેખાડવાનો રસ્તો સારી રીતે જાણતા હોય છે. તેમણે આવી સિલેક્ટીવ – હિયરીંગ, સિલેક્ટીવ મેમરી …સિલેક્ટીવ ટોકિંગ (સ્નાઈપર્સ ) વગેરેની કળામાં નિપુણતા મેળવી છે—તે આ અદ્દભુત કળાથી એ સ્ટેટમેન્ટ કરતા હોય છે. કે તમે વાર્તાલાપ દરમિયાન જે બોલ્યા, અથવા તમે જે રીતે એમને મળ્યા એ એમની તમારા વિશેનાં અનુમાનિત અથવા અપેક્ષિત વિચારથી કંઈક અલગ હતું.
જાણે અજાણે આવે સમયે તેમની બોડી -લેન્ગવેજ ઘણું ઘણું કહેતી હોય છે.
ઘણી વખત એ અનાયાસે એટલી તીવ્ર હોય છે કે તેઓ વક્તાને તમેની વિચારધારા મુજબ સામાજિક અથવા વ્યવસાયિક ધોરણે ઓછા મહત્વના સમજે છે. પણ આ વ્યક્તિગત માન્યતા છે, એ સામાજિક સ્તરે પણ સ્વીકાર્ય હોય તે જરૂરી નથી. એ પણ જરૂરી નથી કે તેઓનું આ અનુમાન કે તેઓની આ અપેક્ષા સચી જ હોય, ઉચિત હોય અને તમે એમાં ઉણા ઉતર્યા હો. અને એ પણ હકીકત છે કે બોલનારી વ્યક્તિ પણ સાચી જ હોય તે જરૂરી નથી. આ ઘટનાઓ રીલેટીવ નહિ પણ સબ્જેક્ટિવ હોય છે.
આ સિલેક્ટીવ મેમરી સિન્ડ્રોમ, સિલેક્ટીવ હિય્રીંગ અને સ્માર્ટનેસનો મુખવટો પહેરી શુગર કોટેડ તીર ચલાવનારા સ્નાઈપર્સ વિશે અને એમના કાર્મિક કનેક્શન કે કાર્મિક કોમેડી વિશે ફરી ચર્ચા કરીશું.