if and but
Uncategorized - અધ્યાત્મ - એડિટરની ચોઈસ - મોજવાણી - હોમ

‘જો’-‘તો’ અને ‘પણ’ની વચ્ચે ઝઝૂમતું જીવન ! કરે તા..થા …થૈયા!!!

Reading Time: 5 minutes
if and but

આ નાના નાના ત્રણ શબ્દો , ‘જો’- ‘તો’, અને ‘પણ’ , જે આપણા નિર્ણયો, , આપણા સપનાઓ અને રોજબરોજની જિંદગીના અનુભવોને આકાર આપે છે.

આજના આ ડિજિટલ યુગમાં ‘જો’-’તો’ બ્રાઉઝર ટૅબ્સ જેવી ઝડપથી વધે છે. જો યસ્ટર ઈયર્સ ની વાત કરીએ એતો એ અહેસાસ થશે કે આપણા પૂર્વજોના “જો”-’તો’ કેટલા સરળ હતા.
“જો હું આજે શિકાર નહીં કરું તો મારે ભૂખ્યા જ સૂઈ જવું પડશે.”
અને આજે !

આજે ‘જો’- ‘તો’ અને ‘પણ’ શું છે?
“જો હું આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર મુકું… તો? ‘પણ’ જો માત્ર 12 લાઇક્સ આવશે તો?”

હવે આપણી પ્રાથમિકતા બદલાઈ ગઈ છે. હવે આપણે સૌથી વધુ ચિંતા આપણા સર્વાઈવલ કરતા આપણા અપીરિયંસની છે.

‘જો’-‘તો’ની માયા

‘જો’, ‘તો’ શક્યતાઓ, અપેક્ષાઓ અને સંભવિત ભવિષ્યનું પ્રતિક છે. આ એક પ્રકારનો અદૃશ્ય બ્રિજ છે જે આપણે બાંધીએ છીએ એ જીવન સુધી પહોંચવા માટે, એ જીવન મેળવવા માટે જેની આપણે હંમેશા અપેક્ષા કરતા હોઈએ છીએ.

  • ‘જો’ હું આ નોકરી લઇ લઈશ ‘તો’ મારું કરિયર સુધરી જશે.
  • ‘જો’ હું એ શહેરમાં માઈગ્રેટ થઇ જાઉં ‘તો’ ચોક્કસ, હું એ સઘળું મેળવી શકીશ જેની મારી ઈચ્છા છે.!
  • ’જો’ હું એની સાથે વાત કરું ‘તો’ એ મારી મદદ કરશે જ !

‘જો’‘તો’નાં વિચારો, આપણી ઈચ્છા ઓ, આપણી મહત્વાકાંક્ષાઓને જીવંત રાખે છે, આગળ વધુ મહેનત કરવા પ્રેરિત કરે છે. આ કલ્પનાઓ એ તણખલા સમાન છે, જે ડૂબતા ને સહારો આપે છે, આ એ ચિનગારી છે, જે જીવનની સામાન્ય પળોને એક નવી શરૂઆતમાં ફેરવી નાખે છે.

ઘણી વાર એવું પણ બને છે કે આ ‘જો’ અને ‘તો’ની પળોજણ, એવી અસમંજસની સ્થિતિમાં મૂકી દે છે. એટલી બધી શક્યતાઓ સામે આવવા માંડે કે વિચાર વાયુ ઉપડે અને વિચારોનું ઘમાસાણ શરુ થઇ જાય, આપણે હેબતાઈ જઈએ…” શું થશે જો…..!!!!” અને આપણે અટવાઈ જઈએ.

તો બીજી બાજુ ‘પણ’ નો ભાર….

‘પણ’ આપણને વાસ્તવિક પરિસ્થિતિનો તાગ આપે. એ ઈચ્છુક કાર્ય કે ઘટના કે આહાર, કે પછી કોઈ પણ બાબત સાથે સંકળાયેલ જોખમો, મર્યાદાઓ, અને હકીકતથી આપણને અવગત કરે છે.

  • હું મારો બિઝનેશ શરુ કરવા માંગું છું  ‘પણ’ , …..’જો’ નિષ્ફળ ગયો ‘તો’.?
  • હું દુનિયા ફરવા માંગું છું, ‘પણ’ ….!!
  • હું પણ બધાની જેમ પાર્ટી કરવા માંગુ છું ‘પણ’ …..

‘પણ’ આપણને સંભવિત જોખમો થી બચાવે છે….અર્થમાં ચેતવે છે, સજાગ કરે છે.

‘જો’ અને ‘તો’ની જેમ આ ‘પણ’ , પણ આપણને સંકુચિત કરી દેનાર, આપણી હિમત તોડી નાખવામાં નિમિત્ત બની શકે છે. એ આપણા ડરને, બુદ્ધિમાની નો ઓપ ચડાવી દે છે અને આપણને આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા જ નથી દેતો. આમ આપણે હતા ત્યાંના ત્યાં જ રહી જઈએ છીએ.

એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આ ‘જો’ અને ‘તો’ની મારામારી શેને માટે?

આપણી પાસે આ ઇન્ટરનેટના યુગમાં અગણિત – અનંત એવા વિવિધ જીવન માર્ગોનો ઍક્સેસ છે, કોઈ પણ હોય, ચાહે મોટીવેશનલ સ્પીકર હોય, કે પછી ઇન્ફ્લુએન્સર હોય કે સંબંધિત ડોમેન નાં એક્સપર્ટ હોય….દરેક આપણને ઇચ્છિત ફળ માટે, એપેક્ષિત ઉદ્દેશ્યમાં 100% સફળતા મેળવી આપવાની ગેરંટી આપે છે.

આપણે અત્યારે એ દુનિયામાં જીવીએ છીએ જેમાં નેટફ્લિક્સ પર શું જોવું એ ન નિર્ણય લેવો, આપણા માતા –પિતા કે દાદા –દાદી માટે એક ઘર ખરીદવાનો નિર્ણય લેવો જેટલો કપરો હતો એના કરતા વધુ પડકાર રૂપ બની ગયો છે.

  • અંદાજે 15000 સ્ટ્રીમિંગ ઓપ્શન્સ,
  • અંદાજે 4000 થી વધુ ડેટિંગ એપ્સ.,
  • અંદાજે 3000 મોર્નિંગ રૂટીન શીખવાડનાર એપ્સ.

આજે આપણે સૌ પણ ખરા અર્થમાં હ્યુમન નથી રહ્યા, એક પ્રોડક્ટ – એક બ્રાંડ બની ગયા છીએ.

આપણું વર્થ પ્રૂવ કરવા માટે આપણે અગણિત વિકલ્પોમાંથી પસંદગી કરવી પડે છે. ‘જો’‘તો’આટલા લાભ, અને ‘જો’ તે ‘તો’ આટલું નુકસાન, આ લાભ અને નુકસાનનાં સમીકરણ સાથે ‘જો’ ‘તો’ સાથેના અનંત વિકલ્પો જ આપણને કન્ફયુઝ કરે છે પણ મદદરૂપ થઇ શકે છે  આપણું વર્થ પ્રૂવ કરવામાં.

‘જો’ ‘તો’ અને ‘પણ’ ની પળોજણ આપણને ક્યાં ક્યાં નડે છે?

એ જાણીએ કે આ આ ‘જો’ ‘તો’ અને ‘પણ’ ની પળોજણ આપણને ક્યાં ક્યાં નડે છે. કેમકે એમાં જો અટવાણા તો કોઈ ગુગલ મેપ આપણને આપણા નિયત ડેસ્ટીનેશન સુધી નહિ પહોચાડી શકે. કોઈ એપ્સ કે કોઈ પણ વેબસાઈટ, કે કોઈ પણ એક્સપર્ટ વ્યક્તિ આપણને કોમ્પ્લેક્સ આપવામાં કોઈ કસર નથી છોડે.

સોશિયલ મીડિયા: જે આપણી ખુશાલીનું લાઈવ સ્ટ્રીમીંગ કરે. ‘પણ’ અહીં ‘પણ’ ‘જો’ અને ‘તો’

  • “જો હું મારા અચીવમેન્ટ પોસ્ટ કરું તો !!!… કદાચ લોકો વિચારશે કે હું શોઑફ કરું છું?”
  • “જો હું કશું પોસ્ટ ન કરું તો, … લોકો વિચારશે કે આની જિંદગી નીરસ છે, એ “ફેલીયર’ છે, એ લુઝર છે!”

આપણે આપણું જીવન, જીવન માટે નથી જીવતા, ‘પણ’ ડોક્યુમેન્ટ કરવા માટે જીવીએ છીએ.

વેલનેસ ઇન્ડસ્ટ્રી

જો રોજ સવારે 5 વાગે ઉઠો તો ………”‘પણ’ સવારે વહેલા ઉઠવાની ચિતામાં આખી રાત ઊંઘ નથી આવતી એનું શું?”

આપણે ઊંઘ, મુવમેન્ટ, આહાર હેબિટ્સ બધાને Performance Metrics બનાવી દીધી છે. Sleep સ્લિપ ટ્રેકર્સ કહે કે “તમારી ઊંઘની પેટર્ન ખોટી છે!, તમે ઊંઘ બરાબર નથી કરતાં!” જ્યારે ફિટનેસ ટ્રેકર કહેશે કે,”તમેં 10000 સ્ટેપ્સ નથી ચાલતા” અને આવી અનેક આપણને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે જાગૃત કરે છે, ‘પણ’ એમાંથી જ એક એપ કહેશે કે, “તમે બહુ વધુ એપ્લીકેશન્સનો, ખુબ વધુ સમય માટે ઉપયોગ કરો છે, જે યોગ્ય નથી.”

પેરેન્ટિંગ બાબતે

એક્સપર્ટસની સેના સામે ‘જો’ અને ‘તો’, ‘પણ’

એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહિ લાગે કે 2025 માં પેરેન્ટિંગ એટલે ગુગલમાં કરાયેલ પીએચડી., કોઈ પણ નિર્ણય લેવા માટે 25 એક્સપર્ટસનાં મત અને ઈન્ટરનેટ સ્ટ્રેન્જર્સ નાં એક્સપર્ટ ઓપિનિયન.

યસ્ટર ઈયર્સ માં કોઈ પણ એક્સપર્ટસની સલાહ વગર આપણા વડીલોએ આપણને ઉછેર્યા, પણ અત્યારે આ અનંત વિકલ્પોની હુંસાતુંસી માં સલામતી અને અસુરક્ષિતતાનસી શકાઓ વચ્ચે ઝુલતા સંતાનો નો ઉછેર કરી રહ્યા છે.

સ્વાસ્થ્ય ઓપ્ટીમાઈઝેશન

આપણે આપણી શરીર સંરચનાને જટિલ એલ્ગોરીધમ  બનાવી  દીધું છે, નાના નાની વાતને સહેલાઈથી ઉકેલવાને બદલે એને રોકેટ સાયંસ જેટલી કોમ્પ્લેક્સ બનાવી દીધી છે.

મેં અહીં માત્ર અમુક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો પણ હકીકત એ છે કે આજે આપણા જીવનને આપણે ‘જો’ અને ‘તો’તથા ‘પણ’ ની હુંસાતુસીમાં જાણે જાણે એટલું  કોમ્પ્લેક્સ બનાવી દીધું છે કે ન પૂછો વાત. આપણે પોતે ખરા અર્થમાં પ્રોડ્કટીવ થવાને બદલે આપણે આપણા માટે ઉપલબ્ધ Productivity tools માંથી ચયન કરવામાં ગૂંચવાયેલા રહીએ છીએ.

આધુનિક જીવનશૈલી માં અસલ if” અને but”, જો, તો અને ‘પણ’

આધુનિક વિરોધાભાસ

  • આપણે માનવ ઇતિહાસના એ યુગમાં છીએ જ્યાં સૌથી વધુ નોલેજ અને પ્રગતી છે ‘પણ’ …આપણે આજે સૌથી વધુ કન્ફ્યુઝ્ડ છીએ.
  • આપણી પાસે અનંત વિકલ્પો ની માયાજાળમાં અટવાઈ ગયા છીએ અને પેરેલાઈઝ્ડ પણ થઇ ગયા છીએ.
  • આપણે એકબીજા સાથે કનેકટેડ છીએ ‘પણ’ ……સૌથી વધુ એકલતાપણ અનુભવીએ છીએ.
  • Optimization નાં તમામ વિકલ્પો ઉપલબ્ધ હોવા સાથે પોતાને ઓપ્ટીમાઈઝ કરતા કરતા સ્વને ખોઈ દીધી છે.
  • Perfect નિર્ણય લેવાની મથામણમાં. આપણે સમય સાથે નહિ ચાલી શકતા.

રોજનું ઘમાસાણ

કોઈ પણ નિર્ણય લેવાનો હોય ત્યારે આ બન્ને –“ જો અને તો” ની જોડી તથા ‘પણ’ નો વચ્ચે અજીબ ઘમાસાણ શરુ થઇ જતું હોય છે.

  • ‘જો’ પ્રગતિનું સપનું દેખાડે.
  • ‘પણ’ જવાબદારીઓનો ડર બતાવે.
  • જો, તો રચનાત્મક કાર્યો તરફ ખેંચે
  • ‘પણ’ આર્થિક કે સામાજિક અસલામતી પ્રત્ત્યે સજાગ કરે.

આ ‘જો’ ‘તો’ અને ‘પણ’ ની ખેચતાણ, હુંસાતુંસી હમેશ ચાલતી જ રહેવાની.

સંતુલન જાળવો.

આ આપણા નિયત કર્મો છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ , એ ઘમાસાણ થતું જ રહેવાનું. એ સંભવ નથી કે આપણે બન્નેમાંથી એકને ત્યજી દઈએ કે એને અવગણીએ કે એને ખતમ કરી દઈએ.

તો ઉપાય શું? ઉકેલ એ કે , આપણે એ સમજદારી કેળવી લઈએ કે ક્યારે ‘જો’ અને ‘તો’ને મહત્વ આપવું અને ક્યારે ‘પણ’નું કહ્યું  કરવું.

સિગ્નેચર

કયા મુદ્દે કોણ તાર્કિક ઉકેલ આપે છે , એની પરખ કરવાણી સમજદારી જો કેળવી લેવાય તો જ્યારે જયારે આ  ‘જો’, ‘તો’ અને ‘પણ’ વચ્ચે ઘમાસાણ શરુ થાય ત્યારે ન કામના અને ડર પેદા કરનાર દરેક  ‘જો’ અને ‘તો’ તથા ‘પણ’ ને કહી શકાય કે “અતિથી તુમ કબ જાઓગે? “

If you find the content on this blog site interesting, please do send us your feedback
at manbhavee@gmail.com and don’t forget to subscribe to www.maujvani.com.

4.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest

1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
girish
girish
1 month ago

પણ અને અલ્પવિરામ ની ખુબીલીટી 

pan