Uncategorized - અધ્યાત્મ - એડિટરની ચોઈસ - મોજવાણી - હોમ

સ્માર્ટનેસનો મુખવટો, શુગર કોટેડ તીર, શબ્દોના સ્નાઈપર્સ

Reading Time: 4 minutes
સ્માર્ટનેસનો મુખવટો, શુગર કોટેડ તીર, શબ્દોના સ્નાઈપર્સ

મિત્રો અને ઓળખીતા લોકો સાથેની અમુક વ્યક્તિગત- અંગત બાબતો વિશેની ચર્ચા દરમિયાન એવું લાગ્યું  કે જાણે જે સંજોગોની ચર્ચા થઇ, એ સંજોગોમાં થી આપણે બધા જ કયારેક ને ક્યારેક તો પસાર  થયા જ હોઈશું. ઇન્ટેશનલી નહિ પણ અજાણતા જ આપણે એ સંજોગોમાં એવા વ્યવહાર માટે નિમિત્ત બન્યા હોઈશું અથવા તો આપણે એ ઘટનાંનાં ‘વિકટમ’ બન્યા હોઈશું. અનુભવ ભલે અલગ અલગ હોય પણ , પણ ભાવનાઓ અને પીડા એક સમાન જ હોઈ શકે છે.

અગાઉ સ્મૃતિલોપ સિન્ડ્રોમ પણ આવી જ એક ઘટનાની વ્યથા હતી.

અહીં એક ખુલાસો જરૂરી છે, જે વ્યવહારની વાત કરીશું એ વ્યવહાર દર વખતે ઇન્ટેશનલી જ કરાયો હોય તે જરૂરી નથી. ક્યારેક અનાયાસ કે અનઇન્ટેશનલ ઘટના પણ હોઈ શકે છે, પણ હાઈલાઈટ એ છે કે મોટે ભાગે પોતાની સ્માર્ટનેસ સાબિત કરવા માટેનો આ એક પ્રયત્ન જ હોય છે.

સ્માર્ટનેસનો ભ્રમ

પોતાને બહુ સ્માર્ટ માનનારા લોકોને,  પોતાને વિશે જે માનવું હોય તે માને, ભ્રમ સાથે જીવે …એ એમની મરજી છે, એમને અધિકાર છે. પણ જયારે સામે વાળી વ્યક્તિને અન્ડર એસ્ટિમેટ કરે ત્યારે સમસ્યા ઉદ્દભવે છે. પણ એ લોકો એટલા મેનીપ્યુલેટીવ હોય છે કે એમની દરેક બાબતો શુગર કોટેડ હોય છે, એટલે એમણે કરેલા કૃત્ય, એ કૃત્યના પરિણામ ની જાણ ત્યારે જ થાય છે જયારે ડેમેજ ઓલરેડી થઇ ગયું હોય.

Feeling of being Cheated

એક ઘટના, જેમાં Feeling of being Cheated, જેવી અનુભૂતિ થાય ત્યારે એવું બને કે વિચારોનું ઘમાસાણ માત્ર વિચારના સ્વરૂપે જ રહી જાય, કોઈ દિવસ એ અમલમાં મુકાઈને આકાર નથી પામી શકતું.  

Feeling of being Cheated ની ઘટનામાં જરૂરી નથી કે કોઈ પ્લાન્ડ – નિયત ગુપ્ત મિશન જ હોય. ક્યારેક આવી ઘટનાઓ ‘સારી સલાહ’, ‘ખોટી સહાનુભૂતિ’ અથવા ‘પેસિવ-પ્રશંસા’ ના આવરણમાં લપેટાયેલી પણ હોય છે.

‘સ્વિટ ટોકર્સ’ની દુનિયા

આ દુનિયા છે ‘સ્વિટ ટોકર્સ’ની કે જેમને સાંભળો તો પણ ડાયાબિટીઝ થઇ જાય. પણ ખૂબી એ કે આવા લોકો ‘સ્વિટ ટોક’ કરતા કરતા ખૂબ જ સહજતા થી એવી વાતો કરી દેતા હોય છે જે અંતે અત્યંત હોટ, અત્યંત હીટેડ, અત્યંત તીક્ષ્ણ નીવડે છે. જેમ ટાયરમાંથી ધીમે ધીમે હવા નીકળી જતી હોય તેમ વ્યક્તિના આત્મવિશ્વાસને પણ ધીમે ધીમે પંકચર કરી નાખે છે.

મૌખિક ગ્રેનેડ્સ

એવું કહી શકાય કે આ મૌખિક ગ્રેનેડ્સ મિત્રો, પરિવાર, સાથીદારો અને સ્પર્ધકો પર અર્થાત સમય અને સંજોગો પ્રમાણે કોઈની ઉપર પણ ખુલ્લેઆમ ફેંકવામાં કે અજમાવવામાં આવે છે.

  • “તમે હજી પણ તે જ કરી રહ્યા છો !
  • “વાહ! મને તમારી પાસેથી આવી અપેક્ષા તો નહોતી જ!”?

શું આવું તમને કોઈએ કોઈક દિવસ કહ્યું છે ખરું? વાસ્તવમાં આ કોઈ ફિડબેક નથી, પણ એક પ્રકારની આ તોડફોડ છું. ગિફ્ટ વ્રેપમાં લપેટીને તમને મારવામાં આવેલી લપડાક. આવું સમાન્ય રીતે એ લોકો જ કહેતા હોય છે જે સૌની સામે ‘ભલા ‘ હોવાનો ડોળ કરતા હોય છે, પણ એમનાં અવાજમાં ‘મોટીવેશનલ સ્પીકર’ ની સોફ્ટનેસ અને રિસાયેલ ફૈબા નાં હાર્ડ ટોનની વચ્ચે નો મોડરેટ ટોન હોય છે જેનો ઈમ્પેક્ટ તમને અંદરથી તોડી નાખે છે.

ક્લાસિક ‘આત્મવિશ્વાસ –તોડુ’ સંવાદ

સ્વિટ હોવા છતાં જેને સૌથી ક્લાસિક ‘આત્મવિશ્વાસ –તોડુ’ સંવાદ કહી શકાય એ સંવાદ છે ,

“શું તમે આ કામમાં નિપુણ છે?”

આ એક વાક્યમાં હિમ પ્રદેશનાં ‘સ્નો’ ની ગરમી છે તો ‘કાપો તો લોહી ન નીકળે એવી અસમંજસ ની સ્થિતિની ઠંડી છે. વાસ્તવમાં તો એ મેસેજ પહોચાડવામાં આવ્યો હોય છે કે, ‘તમે તમારી લેનમાં જ રહો, તે પણ ધીમી લેનમાં અને હા….લિમિટમાં પણ!”

આ જ રેન્જનો અને સેમ ટૂ સેમ ભાવનો બીજો એક સુપરહિટ ડાયલોગ છે,  

“સફળતા માટે અભિનંદન , પણ એમાં ચોક્કસ કોઈ બીજાએ તમને મદદ કરી હશે, તમે કોઈ બીજાની મદદ લીધી હશે, ખરું ને?”

જાણે તમારી સફળતા અને તમારું નામ એક જ વાક્યમાં ન હોઈ શકે, અથવા તમે એવી સફળતા ક્યારેય મેળવી જ ન શકો. તમને, તમારી ક્ષમતાને પરોક્ષ રીતે ‘અન્ડર-એસ્ટિમેટ’ કરવાનું ‘શુગર કોટેડ’ અને  પ્રશંશાનો વરખ ચડાવેલ નિવેદન.

સ્વિટ ટોકર્સ દ્વારા છોડાતા શુગર કોટેડ તીર

આવા સ્વિટ ટોકર્સ આવા સુગર કોટેડ તીર માત્ર એક જ કાર્ય, સમાજિક કે વ્યક્તિગત ક્ષેત્ર પર જ નથી છોડતા પણ ઘણા ક્ષેત્રો કવર કરી લેતા હોય  છે.  

“તમે આજકાલ ઘણું બધું ભૂલી રહ્યા છો. કદાચ…ડિમેન્શિયા ?

ઓન ધ ફેસ ઓફ ઇટ તો તમારી ચિંતા કરતા હોય તેવું લાગે, પરંતુ વાસ્તવમાં શુગર કોટેડ ચિતા ખરી પણ એ જ્યારે તમને વારંવાર કહેવામાં આવે ત્યારે એના પડઘા મનમાં ઘુમરાયા કરે પરિણામ એ કે તમારું મન સવારે 3 વાગ્યે તમને ઉઘમાંથી ઉઠાડી દે, વ્યથિત કરી દે અને તમે ચુપચાપ લેપટોપ ખોલી “ગુગલ’ કરવા લાગો. ‘ડિમેન્શિયાના પ્રારંભિક સંકેતો’.

કેટલાક લોકો સરખામણી દ્વારા હુમલો કરે. તમે કાંઇક નવું કરવાનો પ્રયત્ન કરો ત્યારે,

“વાહ, નવી શરૂઆત! અભિનંદન, તેણે પણ તેજ  કર્યું હતું… અને તમે પણ ?”

શું આ પ્રશંશા હતી, કદાચ દિલથી સકારત્મક અભિગમ સાથે કરવામાં આવેલ પ્રસંશા હોઈ શકે, પણ મોટે ભાગે કહેવાતા મિત્રો એ પોતાની સ્માર્ટનેસ દેખાડી હોય છે, તમારું મનોબળ તોડવા માટે. તમારા જીવનના નવા પ્રકરણની તુલના કોઈ એક્સપર્ટનાં 20 વર્ષના અનુભવ સાથે કરવામાં આવે. તમે કોપી કરી હોય એવો અહેસાસ કરાવવામાં આવે, તો શું થાય. તમે નિરાશ થઇ જાવ અને છતાં તમારી પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે કે તમે નમ્રતાથી સ્મિત જ વેરો.

અને વળી લટકામાં ઉમેરે પણ ખરા કે “તમે ઘણો સુધારો કર્યો છે” પ્રશંસાના નામે પરોક્ષ રીતે એવું કહી દે કે તમે પહેલા ખરેખર ખરાબ હતા!.  

ભાવનાત્મક શબ્દોનાં સ્નાઈપર્સ

આવા સ્માર્ટ લોકો કોઈ પણ વિલનના સાંકેતિક વેશમાં નથી હોતા, તેઓ આપણી વચ્ચે આપણા જેવા જ બનીને રહેતા હોય છે. તેઓ એક ઘા ને બે કટકા નથી કરતા પણ  ધીમેધીમે શંકાનું બીજ વાવે છે. માવજત કરે છે જેથી એ છોડ વૃદ્ધિ પામે, વૃક્ષ બને, જે તમને અંદરથી હચમચાવી દે, તેઓ ફૂંક મારી મારીને કરડી ખાય અને સહાનુભૂતિ દર્શાવવાનો ડોળ પણ કરે.

આ “સ્નાઈપર્સ” આપણી વચ્ચે, આપણા થઈને જ ફરે છે. આ એવા સંબંધીઓ છે જે ક્યારેય તાળી પાડતા નથી, એવા મિત્રો છે જેમની પ્રશંસા હંમેશા ફ્રેમમાં. એક્સપાયરી ડેટ સાથે મઢેલી જ હોય છે.

તો હવે શું કરવું?

અહીં આપણે કોઈને પણ જજ કર્યા વિના, કોઈના વિશે ઓપિનિયન બનાવ્યા વિના, એક વાત માની અને સમજી લેવી જરૂરી છે કે પ્રશંસા, ખરા અર્થમાં પ્રશંષા નથી હોતી નથી, અને દરેક પ્રશંશા કરનાર અને ટીકાકાર તમારા મનમાં “ભાડા-મુક્ત” રહેવાને લાયક પણ નથી હોતા. એ પણ હકીકત છે કે જે ક્ષણે તમે તેમને ઓળખી લો, એમની શક્તિ છીનવાઈ જતી હોય છે.

સિગ્નેચર

પોતાની કાબેલિયત પર વિશ્વાસ રાખો, સાંભળો બધાનું, કરો માત્ર પોતાના મનનું, જે યોગ્ય લાગે તે. તમારે એમણે ક્રિએટ કરેલ ‘છટકા’ માં ફિટ નથી થવાનું , એમને છટકું ગોઠવવા સ્પેસ જ નથી આપવાની. તેમને અદભુત રીતે ખોટા સાબિત કરવા માટે, તેમના દરેક ‘સુગર કોટેડ’ ટોણાને અવગણીને.

આપને જો આ બ્લોગ સાઈટનુ કન્ટેન્ટ રસપ્રદ લાગ્યું હોય અને તો અમને manbhavee@gmail.com પર તમારો ફિડબેક જરૂરથી આપો અને www.maujvani.com સબસ્ક્રાઈબ કરો.

4.3 4 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments