એડિટરની ચોઈસ - મનોરંજન - હોમ

વિન્ટેજ મુવી પોસ્ટર ડિઝાઈન – લોસ્ટ આર્ટ ઓફ ધ મુવી પોસ્ટર્સ

વિન્ટેજ મુવી પોસ્ટર ડિઝાઈન – લોસ્ટ આર્ટ ઓફ ધ મુવી પોસ્ટર્સ

પેન્ટિંગ બ્રશથી સ્ક્રીન ડિજિટલાઇઝેશન સુધીની યાત્રા

હોલિવુડ કે બોલિવુડ મુવીઝની ડેસ્ટિની, મુવી નું ફર્સ્ટ લૂક નક્કી કરે છે. આજકાલ તો મુવીના ‘ફર્સ્ટ લૂક’ને રિલીઝ કરવા માટે ઇવેન્ટ ઓર્ગેનાઈઝ કરાય છે.સિવાય જે પ્રથા આજે છે, એ યસ્ટર ઈયર્સ માં પણ હતી. જો કે એમાં ફરક માત્ર એટલો હતો કે એ વખતે આ પોસ્ટર્સ મેન્યુઅલી બનતા હતા. પણ આજે ટેકનોલોજીને કારણે ડિજિટલ મુવી પોસ્ટર્સ બને છે.

સિવાય આજે ડિજિટલ થંબનેલ્સ અને મિનિમલિસ્ટ ટીઝર્સનો યુગ છે. એટલે હસ્તકલા અને કલાત્મક મુવી પોસ્ટર્સ હવે માત્ર નોસ્ટેલ્જિયા જ બની ગયા છે. એ દિવસો ગયા જ્યારે ફિલ્મ પોસ્ટર્સ પોતે એક ફિલ્મની કહાની કહેતા હતા.

જો કે આજના ડિજિટલ યુગમાં મુવી પોસ્ટર્સ ફક્ત ફોટોશોપના ટૂલ્સથી બનેલ ડિજિટલ ઈમેજિસ બની ગયા છે.

વધુમાં કલાત્મક સર્જનશીલતાને માર્કેટિંગના નિયમો અને ઓટોમેશન ગળી ગયું છે. જો કે આપણે એ ક્યારેય નહિ ભુલાવી શકીએ કે આ મુવી પોસ્ટર્સ જ દર્શકોને માટે સિનેમા થિયેટરોનાં દરવાજા ખોલી આપતા.

વધુમાં એ મુવી પોસ્ટર્સ દ્રશ્યો નહીં, સપનાનાં દ્રષ્ટિકોણ સમાન હતા.

ઉપરાંત આ મુવી પોસ્ટર્સ સંવાદ ન હતા. લાગણીઓની અભિવ્યક્તિ, લાગણીની ભાષા હતી.

આજે આ વિઝ્યુઅલ – પિકટોરિયલ બ્લોગ દ્વારા આપણે એ દિગ્ગજ કલાકારોને યાદ કરીશું.

ઉપરાંત એમને યાદ કરીશું જેમણે શ્યાહી, રંગો અને બ્રશથી, ફિલ્મોની વાર્તાને વિઝ્યુઅલી મુવી પોસ્ટર્સ રૂપે રજૂ કરી હતી.

હોલિવૂડના યાદગાર ફિલ્મ પોસ્ટર્સ ડિઝાઇન કરનારા પ્રસિદ્ધ ડિઝાઇનર્સ

 ડ્ર્યુ સ્ટ્રૂઝન (Drew Struzan) : શૈલી: હાયપર રિયાલિસ્ટિક

સોલ બેસ (Saul Bass) : શૈલી : મિનિમલિસ્ટ અને એબ્સ્ટ્રેક્ટ ગ્રાફિક ડિઝાઇન

બોબ પીક (Bob Peak): શૈલી: ડ્રામેટિક બ્રશવર્ક, જીવન્ત પેઇન્ટિંગ્સ, “મોડર્ન ફિલ્મ પોસ્ટરનાં જનક”

Bob Peak

જોન અલ્વિન (John Alvin) : શૈલી: ડ્રામા અને મેજિકલ કોમ્પોઝિશન્સ

રિચર્ડ એમ્સેલ (Richard Amsel) – શૈલી :રોમાંટિક અને ઇન-ડેપ્થ ડીટેઇલ્ડ પેઇન્ટિંગ

બિલ ગોલ્ડ (Bill Gold) : શૈલી : ડાર્ક, સિરિયલિસ્ટિકથી લઈ ક્લાસિક સ્ટાઈલ સુધી

ટોમ જંગ (Tom Jung) : શૈલી : હીરોઇક સ્ટાઇલ પેઇન્ટિંગ્સ

ફ્રેંક મેકકાર્થિ (Frank McCarthy) : શૈલી : એક્શન-ભર્યા, ક્લાસિક ઈલસ્ટ્રેટેટીવ પોસ્ટર્સ

રોબર્ટ મેકગિનિસ (Robert McGinnis) : શૈલી:ગ્લેમરસ, મહિલાઓના સૌંદર્યને નોખી રીતે દર્શાવતું ઈલસ્ટ્રેટેટીવ આર્ટ

જેમણે પોતાની અલગ ઓળખ ક્રિએટ કરી એ અન્ય ડિઝાઈનર્સ

  • આલ્બર્ટ કાલિસ – 1950ના B ગ્રેડ મૂવીઝના પોસ્ટર્સ
  • જેક ડેવિસઅમેરિકન ગ્રાફિટી, મેડ મેગેઝિન માટે પણ જાણીતા
  • સ્ટીવ ફ્રેન્કફર્ટ & ફિલિપ ગિપ્સએલિયન, રોઝમેરીઝ બેબી જેવા પોસ્ટર્સ

આ આર્ટિકલ મારા દ્વારા કરવામાં આવેલ રીસર્ચનો નીચોડ છે. સંભવ છે એમાં ક્યાંક શરતચૂક થી ક્ષતિ રહી ગઈ હોય. એ શરતચૂક ક્ષમાને પાત્ર છે કેમકે એમાં કોઈ પણ માહિતી, ખોટા પ્રચાર કે પ્રસારનાં કે પછી કોઈની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઈરાદાથી નથી. આમાં પ્રકશિત ઈમેજીસ નો સ્ત્રોત પણ વિકિપીડિયા છે, જે ઓપન સોર્સ પ્લેટફોર્મ છે. તે છતાં જો કોઈને માહિતી કે ઈમેજીસ સામે વાંધો હોય તો એ બાબતના સત્યાપિત દસ્તાવેજો સાથે manbhavee@gmail.com પર જણાવવા વિનતી. એ ઓબ્જેક્શન યોગ્ય જણાતા એ માહિતી અને ઈમેજિસ તાત્કાલિક પોસ્ટમાંથી હટાવી દેવામાં આવશે. આભાર . મનીશ શેઠ.

આપને જો આ બ્લોગ સાઈટનુ કન્ટેન્ટ રસપ્રદ લાગ્યું હોય અને તો અમને manbhavee@gmail.com પર તમારો ફિડબેક જરૂરથી આપો અને www.maujvani.com સબસ્ક્રાઈબ કરો.

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest

1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments