breaking from religion-
અધ્યાત્મ - એડિટરની ચોઈસ - હોમ

“WhatsApp જ્ઞાન અને PayTM પ્રાર્થના: મોક્ષનું વેપારીકરણ”

Reading Time: 4 minutes
breaking from religion-

વ્યક્તિગત આધ્યાત્મ આજની નવી ફેશન બની ગઈ છે. બધા જ એને ફોલો કરી રહ્યા છે. બધા spiritual છે હવે, પણ religious નહીં.

પરિવર્તન એ સંસારનો નિયમ છે. આજે દુનિયામાં seriously ઘણું બધું change થઈ રહ્યું છે. ધાર્મિક અને આધ્યાત્મિક અભિવ્યક્તિમાં લોકો પરંપરાગત institutionsમાંથી slowly બહાર આવી રહ્યા છે.

કારણ શું હોઈ શકે ?

એમને હવે ધર્મ અને અધ્યાત્મ માં શ્રદ્ધા નથી રહી એવું નથી, પણ આજની આ આધુનિક પીઢી કંઈક વધુ real અને વધુ authentic શોધી રહી છે.

શું આધ્યાત્મિકતા એ છે જે whats-app સ્ટેટસ પર જોવા મળે છે?

આ પરંપરાગત અને આધુનિક આધ્યાત્મિકતા વચ્ચે શું તફાવત છે?

ધર્મ પરંપરાગત રૂપે સ્થાપિત નિયમો, સિદ્ધાંતો અને મધ્યસ્થતા નાં મધ્યમ થી કાર્ય કરે છે. આ દ્વારા એ સંદેશ પ્રવાહિત થાય છે કે લોકોએ શું માનવું, ક્યારે માનવું અને કેટલું માનવું તથા એ માનેલ શ્રધા કે વિશ્વાસને ક્યા અને કેવી રીતે વ્યક્ત કરવો. કેમકે અગાઉના સમયમાં સાધુ-સંતો માત્ર એકાંતવાસમાં તપસ્યા કરતા હતા પણ આજકાલનાં આ સંતો -instagram પર જોવા મળી જાય છે પોપોતાના ફોલોઅર્સ વધારવા માટે.

DIY વ્યક્તિગત આધ્યાત્મિકતા

જે તરફ પરિવર્તન નો પ્રવાહ વહી રહ્યો છે તે વ્યક્તિગત આધ્યાત્મિકતા એ સંકેત આપે છે કે તમે જાતે પોતે, તમારી રીતે જ દિવ્ય , બ્રમ્હાંડ અથવા એ સુપર પાવર- દિવ્યશક્તિ સાથે એકલીન થવાનો માર્ગ શોધો અર્થાત જાતે જ discover કરો તમારું divine connection”. જે માટે તમારું મોર્ડન ગુરુકુળ છે, યુટ્યુબ, અને એમાં ગુરુ છે એ ચેનલમાં આવતા બાબાઓ, હોમ સ્ટુડિયો, વાઈરલ વિડીયોઝ, અને એમનાં ન્યોચ્છાવર માટે PayTM અને Google Pay છે.

ધર્મ, એક હાઇવે છે.

ધર્મ, એ સ્પષ્ટ સંકેતો અને નિશ્ચિત ગંતવ્ય સ્થાનો માટેની માર્ગદર્શિકા સાથે અત્યંત સારી અને આરામદાયક મુસાફરી કરી શકો એવો એક હાઇવે છે. વ્યક્તિગત આધ્યાત્મિકતા એ એક અજાણ્યા લેન્ડસ્કેપમાંથી પોતાની ગતિએ, પોતાની દિશા નિશ્ચિત કરી પોતાનો નીજી રસ્તો ક્રિએટ કરવા સમાન છે.

ધર્મમાં જેને માનો એ ભગવાન કાંતો મંદિરમાં મળે અને કહેવાય કે એ અત્ર, તત્ર, સર્વત્ર, હોય છે અને આજના Gen-Z નાં સમયમાં કહી શકાય કે “ભગવાન દરેક app માં હોય છે!”

રોજની દિનચર્યા: સવારે 5 વાગે ઊઠી ને ફોન ચેક >>> whats app પર ગુડ મોર્નિંગ મેસેજીસ>>>>> પછી ભવિષ્ય >>>>>> પછી કૉપી – પેસ્ટ કરેલ મોટીવેશનલ કોટ્સ>>>> meditation, એ માટે મેડીટેશન એપ્પ અથવા યુટ્યુબ અને ગુગલ ગુરુ – અને એક લાગણી “હવે હું enlightened છું!’ (અને એ વિશે સોશિયલ મીડિયા પર post નો બીજો રાઉન્ડ) પછી designer થેલીઓમાં રાખેલ crystalsની ક્લીનઝિંગ >>>> અને અંતે અત્યાર સુધી રાહ જોઈ રહેલ ભગવાનને નમન.

ટૂંકમાં વ્યક્તિગત આધ્યાત્મમાં belief system , એક playlist ની જેમ બનેલી છે. થોડું Buddhism અહીંથી, સનાતન ત્યાંથી, હેલ્થી રૂટીન જૈનીઝમમાંથી, એમાં Native American wisdom નો તડકો અને એમાં લટકાનું quantum physics પણ , અને વાહ! Personal enlightenment સાથેની ટેસ્ટી-હેલ્થી- સ્પીરીચ્યુઅલ, customized, હેશ્ટેગ્સ સહિતની સોશિયલ મીડિયા તથા Instagram-ready ડીશ તૈયાર.

પણ આજના ડિજિટલ યુગમાં ‘નથીંગ ઇસ ફ્રી’

એ રીતે આ spiritual awakeningઅને enlightenment અને inner peace માટે monthly subscription એટલે ન્યોચ્છાવર. Healing crystals કેટલાક drugs કરતાં પણ મોંઘા, અને “transformation workshops” માટે હજારો રૂપિયા ની ફીઝ.

Irony એ છે કે આજના આ વ્યક્તિગત આધ્યાત્મ માં સદીઓ થી જે free માં મળતી એ ancient practices માટે હવે આપણે premium subscription ચૂકવીએ છીએ. દાન -દક્ષિણા લઇ spiritual જ્ઞાન આપતા monks ની જગ્યા લઇ લીધી છે, PayPal links અને અન્ય દરેક ‘પે’ ફીચર ધરાવનાર spiritual entrepreneurs, એમણે લઇ લીધી છે. સાદી prayer કે શાંત reflection ના દિવસો હવે પતી ગયા. Modern વ્યક્તિગત spirituality ને અનુસરવા equipment જોઈએ.

Elaborate Morning routine

Gratitude Journaling, Crystal Meditation, અરીસામાં Affirmations, અને Profound caption સાથે sunrise photo સોશિયલ મીડિયા પર post કરવો.

આ બધું જોયા અને જાણ્યા પછી એક વાત ચોક્કસ લાગે કે Enlightenment ક્યારેય આટલું photogenic ન હતું,

વ્યક્તિગત આધ્યાત્મની પોતાની vocabulary છે. Problems “lessons” છે, Difficulties “growth opportunities” છે, Bad luck એટલે “clearing old energy” તથા Life ની સર્વ સામાન્ય સ્ટ્રગલ ને mystical અને meaningful બનાવવાની સુંદર રીત છે.

કોમ્યુનીટી ક્રિએશન

આ spiritual warriors એકબીજાને online શોધે છે, Energy vampires અને toxic people વિશે memes share કરે છે. Weekend workshops attend કરે છે shamanic breathing અને Reiki healing પર, સેંકડો રૂપિયા આપીને એ શીખે છે જે ancient cultures, આજના generations ને અત્યાર સુધી free માં આપતા હતા.

રિયાલિટી ચેક :

આધુનિક યુગની વ્યક્તિગત spirituality વિશે વિચારીએ તો એવું લાગે જાણે આ ઘણીવાર obviously selfish છે. આપણા શાસ્ત્રો મુજબ પરંપરાગત -ટ્રેડીશનલ પ્રથા મુજબ , એમાં રહેલી તમામ ઉણપો સહીત અને તમામ ખામીઓ છતાં, એકબીજાની નિસ્વાર્થ મદદ, સામજિક જવાબદારીઓ, અને ત્યાગની ભાવના – self-sacrifice પર ભાર મૂકતા હતા, એ જ શીખ આપતા હતા આપણા શાસ્ત્રો.

જ્યારે આજના આ ડિજિટલ યુગની વ્યક્તિગત spirituality માત્ર self-improvement, self-love, અને self-actualization , self-realization સુધી સીમિત છે. આજની આ વ્યક્તિગત spirituality અનુસાર, universe મુખ્યત્વે તેમની વ્યક્તિગત ઈચ્છાઓ, – personal desires ને સંતોષવા માટે અને life choices validate કરવા માટે જ exist કરે છે.

ભગવાન બધાનું ભલું કરે કે ન કરે….પણ ભલું કરવાનો નિર્ણય કરે ત્યારે શરૂઆત મારાથી કરે એ આજની વ્યક્તિગત spirituality નું ધ્યેય હોય છે.

વ્યક્તિગત આધ્યાત્મિકતા સ્વાભાવિક રીતે ખરાબ નથી. કે એને ન જ અપનાવવી એ પણ જરૂરી નથી. સવાલ એ પણ નથી કે એ સારી છે કે ખરાબ. એકબીજા સાથેના કનેક્શન્સ અને જરૂરિયાત વાસ્તવિક અને સ્વીકાર્ય છે, માન્ય છે. અસ્વીકૃતિનું મુખ્ય કારણ , એ વ્યક્તિગત spiritualityનાં વ્યાપારીકરણ, સોશિયલ મીડિયાનાં પ્રદર્શન અને ક્રિએટ કરાતી સ્વ-કેન્દ્રિતતા છે. સાચી આધ્યાત્મિકતા હંમેશા “વસુદૈવ-કુટુમ્બકમ” ની ભાવનામાં છે. ‘હું’ માં નહી “આપણા’માં છે. માત્ર ‘સ્વ’માં નહિ. તે સેવા વિશે પણ છે, માત્ર સેલ્ફ -ઈમ્પ્રુવમેન્ટ વિશે જ નહિ. તે નિસ્વાર્થ આપલે વિશે છે, રહસ્ય વિશે છે, વેપાર વિશે નથી.

આપને જો આ બ્લોગ સાઈટનુ કન્ટેન્ટ રસપ્રદ લાગ્યું હોય તો અમને manbhavee@gmail.com પર તમારો ફિડબેક જરૂરથી આપો અને www.maujvani.com સબસ્ક્રાઈબ કરો.

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments