
ડિપ્લોમેટિક “જિનિયસ” :
પ્રેસિડન્ટ ટ્રમ્પે જાહેરાત કરી છે કે 15 મી ઓગસ્ટ, શુક્રવારે તેઓ એ વ્લાદિમિર પુટિનને અલાસ્કામાં “શાંતિ સમિટ’ માટે આમંત્રણ આપ્યું છે. મુખ્ય એજન્ડા – યુક્રેન યુદ્ધ સંકટનું “ફાઈનલ સોલ્યુશન”.
આ શાંતિ વાર્તા માટે અલાસ્કાની પસંદગી-
“તટસ્થ ભૂમિ” એટલા માટે કેમકે યુદ્ધ જેવા સૌથી ‘હોટ’ ટોપિક માટે અમેરિકા ના સૌથી ‘કોલ્ડ’ કોર્નર માં ‘શાંતિ વાર્તા’ જ્યાં ન લોકશાહી સરળતાથી પહોંચે, ન વાઇ-ફાઇ.
અલાસ્કા ટેકનિકલી અમેરિકા છે, પણ બસ નામ પૂરતું, અલાસ્કા ની પસંદગીનું બીજું કારણ – અમેરિકા – રશિયા માટે રેડ કાર્પેટ બિછાવી શકે એ જગ્યાએ જે અમેરિકા ‘છે પણ’ અને ‘નથી પણ’ બીજું અમેરિકા સરળતા થી કહી પણ શકે કે , અમેરિકાની ભૂમિ પર એણે રશિયા માટે લાલ કાર્પેટ બિછાવી અને રશિયા સામે લાલ આંખો પણ કરી. (કોણ પ્રૂવ કરશે કે કોણે શું કર્યું? )
સમિટનો એજન્ડા પણ સિમ્પલ છે:
- પુટિન એ બધું પોતાની પાસે રાખી લેવાનું જે એમણે યુક્રેન પાસેથી જીત્યું છે.
- અમેરિકાનાં ટ્રમ્પ ની મધ્યસ્થી ને બિરદાવવા માટે ‘ગિફ્ટ’ રૂપે પુતિન શ્રી એ ટ્રમ્પ શ્રીને સુંદર આકર્ષક “ક્રિસમસ કાર્ડ” મોકલવાનું.
સૌથી મહત્ત્વનું , યુક્રેન માટેની શાંતિ વાર્તામાં યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીની હાજરી જરૂરી નથી , કેમકે એના દેશનું ભવિષ્ય બે મહારથી ઓ નક્કી કરશે, ટ્રમ્પ નાં કહેવા પ્રમાણે “બાળકોએ મોટા કહે તેમ કરવું જોઈએ, કરે તેમ નહિ,”
પ્રોગ્રામમાં પ્રાઇવેટ સ્નોમોબાઇલ ટૂર, વોડકા ટેસ્ટિંગ કોમ્પિટિશન અને MAGA હેટ–KGB મગની આપ-લે પણ સામેલ છે.
અંતે વિજેતા : બન્ને નેતાઓ
અંતે બન્ને નેતાઓ પોપોતાને વિજેતા ઘોષિત કરશે. – શ્રી ટ્રમ્પ અને શ્રી પુટિન ની ‘મૈત્રીની યાદગીરી’ રૂપે, પાછા ફરતી વખતે ટ્રમ્પ શ્રી, પુટિન શ્રીને અમુક અલાસ્ક્ન ટાપુઓ ગિફ્ટ રૂપે આપશે. ત્યાર બાદ ટ્રમ્પ શ્રી એવી ઘોષણા કરશે કે એમણે દુનિયાને અશાંત કરતા મોટા વિવાદને અલાસ્કા ની ઠંડીમાં શાંત કરી દીધો છે.
ટ્રમ્પ ઉવાચ ,” ભાઈ ભાઈ….એક શાંતિ નોબલ પ્રાઈસ નો સવાલ છે….કોઈ તો યુદ્દ કરો જેથી, હું મધ્યસ્થતા કરી શકે….મારી તમને પ્રોપોઝલ છે, યુદ્દ કરવા માટે તમને જે શાસ્ત્રો જોઈતા હોય, જેટલા શસ્ત્રો જોઈતા હોય, ટે હું જાતે પોતે પુરા પાડીશ- ઉધારીમાં – ‘PAYABLE WHEN ABLE’ ની શરતે. અને જો યુદ્ધના કારણો ન હોય તો એ કારણો ઊભા કરી આપવામાં પણ મદદ કરીશ …શરત એ કે યુદ્ધ કરો.”



