
Its Your Life..It’s Your Journey…It’s Your Choice. પૈસા ખૂટી જાય તો ફરી કમાઈ શકાય. તૂટેલા સંબંધો પણ કદાચ ક્યારેક ફરી જોડાઈ જાય, ગુમાવેલી પ્રતિષ્ઠા પણ પાછી મેળવી શકાય.
પરંતુ પસાર થઈ ગયેલી ક્ષણ ક્યારેય પાછી આવતી નથી.
જે ખૂટી જાય ….એ સમય !
આ દુનિયામાં જન્મ લેનાર દરેક માણસ પાસે એવી ઘણી બધી વસ્તુઓ છે જેમાં વધઘટ થયે રાખે પરતું, એક જ એવી વસ્તુ છે જે ધીમે ધીમે માત્ર ઘટતી જાય છે, એમાં વધઘટને કોઈ સ્થાન નથી. પરંતુ તેની કિંમત આપણે મોટાભાગે ખૂબ મોડે સમજીએ છીએ—જ્યારે એ ખૂટી જાય….અને એ છે સમય.
છતાં પણ કેટલી વિચિત્ર વાત છે કે આપણે જીવનનો મોટો ભાગ પોતાની ઇચ્છા પ્રમાણે જીવવામાં નહીં, પરંતુ બીજા લોકોની અપેક્ષાઓ પૂરી કરવામાં પસાર કરી દઈએ છીએ.
સમાજ શું કહેશે? સગાં-સંબંધીઓ શું વિચારશે?
ક્યારેક પડોશીઓની સરખામણી…તો ક્યારેક સોશિયલ મીડિયામાં બીજાના જીવનને જોઈને પોતાની જિંદગીનું મૂલ્યાંકન.
આપણે બધા relationshipમાં જીવીએ છીએ. Family, Friends, Office, Community આ બધું જરૂરી છે. પણ problem ત્યારે શરૂ થાય છે, જ્યાં Society advice આપવાનું બંધ કરીને જજ કરવા માંડે છે અને remote control હાથમાં લઈ લે છે. બને છે એવું કે ધીમે ધીમે આપણે આપણું પોતાનું પોતાનું જીવન જીવવાનું ભૂલી જઈએ છીએ અને બીજાના વિચારો પ્રમાણે જીવવાનું શરૂ કરી દઈએ છીએ.
એવું નથી કે લોકો આપણા હિત-શત્રુઓ છે. આપણા માટે ખરાબ વિચારે છે. સૌથી interesting વાત એ છે કે ઘણી વાર એ લોકો આપણને એટલા judge પણ નથી કરતા, જેટલું આપણે assume કરી લઈએ છીએ.મોટાભાગના લોકો પોતાની જ lifeમાં એટલા busy હોય છે કે આપણે શું કર્યું, શું પહેર્યું, ક્યાં ગયા કે શું decision લીધા .. એ બે દિવસ પછી તેમને યાદ પણ નથી રહેતું. કે તેમણે આપણા વિશે શું કહ્યું હતું. પણ આપણે? તેમના opinionને વર્ષો સુધી carry કરતા રહીએ છીએ.
કેટલાક લોકો એવા સંબંધોમાં વર્ષો સુધી જીવતા રહે છે જ્યાં પ્રેમ કરતાં માત્ર ફરજ બચી હોય છે, કારણ કે “લોકો શું કહેશે?”
અને પછી એક દિવસ અરીસામાં પોતાને જ જોઈને પ્રશ્ન થાય છે…
“હું ખરેખર મારા માટે જીવ્યો હતો કે માત્ર બધાને ખુશ રાખવા માટે?”
આપણા જીવનની સૌથી મોટી મુશ્કેલી એ નથી કે લોકો આપણને જજ કરે છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે થોડા સમય પછી આપણે પણ પોતાની જાતને લોકોની નજરથી જ જોવાનું શરૂ કરી દઈએ છીએ.
આપણા ભાવ, આપણી ઇન્દ્રિઓ, આપણી ખુશી લગભગ આપણું અસ્તિત્વ બધું જ બીજાને હવાલે કરી દઈએ છીએ, એમની પ્રતિક્રિયાઓ પર આધારિત બનાવી દઈએ છીએ.
- કોઈ વખાણ કરે તો આનંદ.
- કોઈ ટીકા કરે તો આખો દિવસ બગડી જાય.
- ધીમે ધીમે આપણી happinessનું remote control બીજાના હાથમાં જતું રહે છે.
અહીં એક મોટી misunderstanding છે.
ઘણા લોકો માને છે કે પોતાના માટે જીવવું એટલે selfish બનવું. પણ Self-aware માણસ પોતાની સાથે સાથે બીજાની પણ respect કરે છે.
બંને વચ્ચે આકાશ-પાતાળ જેટલો ફરક છે.
આ બંને બાબતો એક જેવી નથી.
ઘણા લોકોને બાળપણથી જ શીખવવામાં આવે છે કે સારા માણસ બનવું એટલે હંમેશા બધાને “હા” કહેવી. દરેકને ખુશ રાખવો. દરેકની અપેક્ષા પૂરી કરવી.
પણ એ હકીકત છે કે જે વ્યક્તિ સતત બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે, તે અંતે પોતે જ દુઃખી થઇ જાય છે.
કેમ કે માણસ પાસે સમય મર્યાદિત છે, શક્તિ મર્યાદિત છે, ભાવનાઓ પણ મર્યાદિત છે, સંશાધનો પણ મર્યાદિત છે. એટલે જો બધું જ બીજાને માટે ખર્ચી નાખીએ તો એક દિવસ આપણી પાસે આપણી અંદર ખાલીપો જ રહી જાય.
Its Your Life..It’s Your Journey…It’s Your Choice.
વિમાનમાં મુસાફરી કરતી વખતે એક સૂચના હંમેશા આપવામાં આવે છે.
જો ક્યારેય ઓક્સિજન માસ્ક નીચે આવે, તો પહેલાં પોતાનો માસ્ક પહેરવો અને પછી બીજાને મદદ કરવી. આ સૂચના માત્ર મુસાફરી માટે નથી.
આ આખા જીવનનું સત્ય છે.
જે વ્યક્તિ પોતે જ પોતાની અંદરથી જ થાકી ગઈ હોય, તે બીજાને કેટલો સમય સુધી સાચવી શકશે? જે પોતાને ઇગ્નોર કરે તે બીજાને સાચો પ્રેમ કેટલો આપી શકશે?
પોતાની કાળજી લેવી એ સ્વાર્થ નથી. પોતાની mental health, પોતાની peace, પોતાની energy, એ બધું maintain કરવું luxury નથી. એ responsibility છે.
એક બીજો ઈશ્યુ છે —સરખામણી.
એક સમય હતો જ્યારે માણસ પોતાના ગામ કે મહોલ્લામાં સરખામણી કરતો હતો. આજે આખી દુનિયા મોબાઇલની સ્ક્રીનમાં આવી ગઈ છે.
કોઈ ફરવા ગયું છે, કોઈ નવી કાર લઈ આવ્યું છે, કોઈને એવોર્ડ મળ્યો છે, કોઈનું જીવન હંમેશા ખુશ દેખાય છે. આ બધું જોઈને આપણે વિચારીએ છીએ કે કદાચ માત્ર આપણું જ જીવન અધૂરું છે. પરંતુ આપણે એક વાત ભૂલી જઈએ છીએ. સોશિયલ મીડિયા પર લોકો વાસ્તવિક જીવન નથી બતાવતા. જીવનની પસંદ કરેલી ક્ષણો બતાવે છે. કોઈ પોતાની ચિંતા પોસ્ટ કરતું નથી. કોઈ પોતાના અંદરના ડરને રીલમાં બતાવતું નથી. કોઈ પોતાની નિષ્ફળતાને રીલમાં ગ્લોરીફાય નથી કરતું. આપણે તેમનાં જીવનનું માત્ર આ પાસું જોઈ, તેમની ઉજવણી જોઇએ છીએ અને આપણા સંઘર્ષ સાથે તેની સરખામણી કરીએ છીએ.
અને ત્યાંથી અસંતોષ શરૂ થાય છે.
જીવનમાં દરેક પવન આપણી તરફથી નહીં ફૂંકાય.
પરિસ્થિતિ બદલાશે, લોકો બદલાશે, સંબંધો બદલાશે, સમય બદલાશે, સમજ પણ બદલાશે.
આ બદલાવ સામે લડતા રહેવું એ હોંશિયારી નથી. અને દરેક બદલાવ સાથે પોતાનું વ્યક્તિત્વ જ બદલી નાખવું એ પણ સમજદારી નથી.
પવનની દિશા પ્રમાણે નાવિક સઢ બદલે છે. દિશા નહીં.
આપણે પણ જીવનમાં એવું જ શીખવાનું છે.
પરિસ્થિતિ પ્રમાણે વર્તન બદલાય તો ચાલે. પરંતુ મૂલ્યો ન બદલાવા જોઈએ.
સમાજ તમને ક્યારેક વખાણશે, ક્યારેક ટીકા કરશે, ક્યારેક સમજશે, ક્યારેક ગેરસમજ પણ કરશે.
પરંતુ દિવસના અંતે જ્યારે તમે અરીસામાં તમારી આંખોમાં જુઓ, ત્યારે એક જ સવાલ મહત્વનો રહેશે…
“આજે મેં જે નિર્ણય લીધો, તે મને પૂર્ણ રીતે સ્વીકાર્ય છે?”
જો તેનો જવાબ “હા” હોય, તો પછી બીજા કોઈની મંજૂરીની જરૂર નથી.
જીવન કોઈ સ્પર્ધા નથી. કોઈને હરાવવાની દોડ પણ નથી.
આ એક સફર છે. અને આ સફરના અંતે તમે તમારી જાત સાથે કેટલા પ્રમાણિક રહ્યા છો એ મહત્ત્વનું છે. એટલે સમાજથી દૂર ભાગવાની જરૂર નથી. સમાજ સાથે રહો. પરિવારને પ્રેમ કરો. સંબંધો નિભાવો. બીજાને મદદ કરો. પરંતુ આ બધું કરતાં કરતાં પોતે ક્યાંક ખોવાઈ ન જાવ, પોતાના અસ્તિત્વને ખોઈ ન દો. કારણ કે આ જીવન તમને એક જ વાર મળ્યું છે. તેને જીવવાનો અધિકાર પણ સૌથી પહેલાં તમારો જ છે.
એટલે જ કહ્યું છે….


