Editor's Choice - Maujvani - એડિટરની ચોઈસ - મોજવાણી - હોમ

ભગવાન ગણેશ અને વિશ્વના પ્રથમ ઝેનોટ્રાન્સપ્લાન્ટની કલ્પના

Reading Time: 4 minutes

પ્રાચીન વિજ્ઞાન કે પવિત્ર કથા?

વિનોદ પોપટ

જ્યારે થોડા સમય પહેલાં વૈદ્યકવિજ્ઞાને જિનેટિક રીતે પરિવર્તિત ડુક્કરના હૃદયનું સફળતાપૂર્વક માનવ શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું, ત્યારે સમગ્ર વિશ્વે તેને આધુનિક વિજ્ઞાનની ઐતિહાસિક સિદ્ધિ ગણાવી. વિશ્વભરના અખબારો અને વૈજ્ઞાનિક સામયિકોમાં આ ઘટનાની ચર્ચા થઈ. માનવ ઇતિહાસમાં એક નવા અધ્યાયની શરૂઆત તરીકે તેને જોવામાં આવી.

પરંતુ આ સમાચાર વાંચીને શું આપણને, ભારતીયોને નવાઈ લાગવી જોઈએ ? આશ્ચર્ય થવું જોઈએ?

શું બે અલગ પ્રજાતિઓ વચ્ચે અંગોનું સ્થાનાંતરણ કરવાની કલ્પના ખરેખર નવી છે?

શું આપણે ભૂલી ગયા છીએ કે, હજારો વર્ષ પહેલાં જ આ વિચારને કે કહેવાતી નવી વૈજ્ઞાનીકી સિદ્ધિને, આપણા પૂર્વજોએ કોઈ અલગ જ સ્વરૂપમાં સાકાર કરી દીધી હતી. કે પછી આપણે આપણા ઇતિહાસને મહત્ત્વ આપ્યું જ નથી….કે આપણે આપવા માંગતા જ નથી….

એ હકીકત છે કે આપણા પ્રાચીન ગ્રંથોના પાનાં ઉઘાડીએ, તો એમાં એક કથા છે, જે સમગ્ર વિશ્વમાં અનોખી છે. તે છે આપણા વિઘ્નહર્તા ભગવાન ગણેશની .

સદીઓથી આ કથાને માત્ર ધાર્મિક પ્રતીક અથવા પૌરાણિક કલ્પના તરીકે જ ગણવામાં આવી છે પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં કેટલાક સંશોધકો અને વિચારકોએ આ ઘટનાને એક અલગ દૃષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કર્યો છે. તેમના મતે, આ કથા માત્ર ભક્તિનો વિષય નથી; તેમાં પ્રાચીન ભારતીયોની વૈદ્યક કલ્પનાશક્તિ અને શરીરવિજ્ઞાન અંગેની ઊંડી સમજણના સંકેતો પણ છુપાયેલા હોઈ શકે.

જ્યારે કથાને વૈદ્યકવિજ્ઞાનની નજરે વાંચીએ…

માતા પાર્વતીએ એક વાર સ્નાન કરવા જતાં પોતાના શરીરના ઉબટન (હળદર અને ચંદનના લેપ)માંથી એક સુંદર બાળકનું સર્જન કર્યું. તેને પ્રાણ આપ્યા અને કહ્યું કે, હું સ્નાન કરીને બહાર ન આવું ત્યાં સુધી કોઈને અંદર પ્રવેશવા ન દેતા.”

થોડીવારમાં ભગવાન શિવ કૈલાસ પર આવ્યા અને અંદર જવા લાગ્યા. પરંતુ આ બાળક તેમને ઓળખતો નહોતો. તેણે પાર્વતીજીની આજ્ઞા પ્રમાણે શિવજીને પણ રોકી દીધા.

શિવગણોએ બાળકને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે અડગ રહ્યો. અંતે શિવજી અને તે બાળક વચ્ચે યુદ્ધ થયું. બાળક અત્યંત પરાક્રમી હતો અને શિવગણોને પણ પરાજિત કરતો રહ્યો.

છેવટે, કેટલીક પરંપરાઓ મુજબ ભગવાન શિવે પોતાના ત્રિશૂળથી, તો કેટલીક પરંપરાઓ મુજબ સુદર્શન સમાન દિવ્ય અસ્ત્ર અથવા ખડ્ગથી, તેનું માથું ધડથી અલગ કરી દીધું. એટલે “ત્રિશૂળથી માથું કપાયું” એવો ઉલ્લેખ ઘણી લોકપ્રચલિત કથાઓમાં જોવા મળે છે,

જ્યારે માતા પાર્વતીને આ ઘટનાની જાણ થઈ, ત્યારે તેઓ અત્યંત ક્રોધિત થયા. તેમના રોષથી સમગ્ર દેવતા ગણો ગભરાઈ ગયા અને સૃષ્ટિ જોખમમાં આવી ગઈ. દેવતાઓએ શિવજીને પાર્વતીને શાંત કરવાની વિનંતી કરી.

ત્યારબાદ શિવજીએ પોતાના ગણોને ઉત્તર દિશામાં જઈને જે પ્રથમ જીવ મળે તેનું માથું લાવવા કહ્યું. તેમને હાથીનું બચ્ચું મળ્યું. તેનું માથું લાવી બાળકના ધડ સાથે જોડવામાં આવ્યું. ભગવાન શિવે તેને પુનર્જીવિત કર્યા અને આશીર્વાદ આપ્યો કે:

  • તે ગણોના અધિપતિ – ગણપતિ તરીકે ઓળખાશે.
  • દરેક શુભ કાર્ય પહેલાં તેની જ પૂજા થશે.
  • તે વિઘ્નો દૂર કરનાર વિઘ્નહર્તા બનશે.

આ ઘટનાનું  આધ્યાત્મિક અર્થઘટન ઘણું ઊંડું છે. પરંતુ જો તેના શારીરિક વર્ણન પર નજર કરીએ, તો તે અનેક રસપ્રદ પ્રશ્નો ઉદ્દભવે છે.

મસ્તકને શરીર સાથે જોડવું એટલે માત્ર હાડકાં જોડવાનો પ્રશ્ન નથી. તેમાં મુખ્ય ધમનીઓ, શિરાઓ, કરોડરજ્જુ, નર્વસ સિસ્ટમ અને મગજ વચ્ચેનું સંકલન ફરીથી સ્થાપિત કરવાની ટેકનોલોજી પણ છે. આજના અદ્યતન વૈદ્યકવિજ્ઞાન માટે પણ આ અત્યંત જટિલ પડકાર છે.

એટલે જ કેટલાક લોકો આ કથાને ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન—અર્થાત્ એક પ્રજાતિમાંથી બીજી પ્રજાતિમાં અંગોના સ્થાનાંતરણ—ની સૌથી પ્રાચીન ટેકનોલોજી  તરીકે પણ જોવાનો પ્રયાસ કરે છે.

ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન શું અશકય છે કે પછી એ વખતે એ કેવી રીતે શક્ય બન્યું હશે?

આ પ્રશ્નનો જવાબ શોધવા આપણે ભારતના વૈદ્યક ઇતિહાસ ને ખંખોળવો પડે.

જ્યારે વિશ્વના ઘણા ભાગોમાં સર્જરી હજુ પ્રાથમિક અવસ્થામાં હતી, ત્યારે ભારતમાં મહર્ષિ સુશ્રુતે શસ્ત્રક્રિયાને એક પૂર્ણ વિકસિત વિજ્ઞાનનું સ્વરૂપ આપી દીધું હતું.

આશરે ઈ.સ.પૂર્વે આઠમી સદીમાં રચાયેલ સુશ્રુત સંહિતા આજે પણ વિશ્વનો સૌથી પ્રાચીન અને સૌથી વિસ્તૃત સર્જિકલ ગ્રંથ ગણાય છે. એટલા માટે જ વિશ્વ મહર્ષિ સુશ્રુતને “સર્જરીના પિતા” તરીકે ઓળખે છે.

સુશ્રુતે નાકના પુનર્નિર્માણની પદ્ધતિ વર્ણવી હતી, જેમાં કપાળ અથવા ગાલની ચામડીનો ઉપયોગ કરીને નવું ‘નાક’ બનાવવામાં આવતું. આજે સમગ્ર વિશ્વ તેને આધુનિક પ્લાસ્ટિક સર્જરીનો પાયો માને છે.

તે ઉપરાંત હાડકાં, સાંધા, ઘાવો, કૃત્રિમ અંગો અને શરીરની રચના અંગેનું તેમનું જ્ઞાન, એ સમય નાં વિજ્ઞાન, માન્યતાઓ, રીવાજો, શ્રધ્ધા કરતાં અનેકગણું આગળ હતું.

જ્યારે કોઈ સંસ્કૃતિ પાસે શરીરની રચના, તંતુઓ, પુનર્નિર્માણ અને શસ્ત્રક્રિયા અંગે આટલી ઊંડી સમજણ હોય, ત્યારે મસ્તકના સ્થાનાંતરણ જેવી કલ્પના માત્ર – એક ચમત્કાર કે ચમત્કારિક વાર્તા રહી જતી  નથી. તે કદાચ એ સમયના વૈજ્ઞાનિક વિચારોને ડોક્યુમેન્ટ કરવા માટેની પ્રેરણા હોઈ શકે છે.

પણ એક વાતની સ્પષ્ટતા જરૂરી છે કે આજે એવો કોઈ ઐતિહાસિક અથવા વૈજ્ઞાનિક પુરાવો કે એવું કોઈ ડોક્યુમેન્ટ ઉપલબ્ધ નથી કે જેના આધારે કહી શકાય કે પ્રાચીન ભારતમાં આધુનિક અર્થમાં ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

પરંતુ એટલું જરૂર કહી શકાય કે આપણા ગ્રંથોમાં એવી ઘટનાઓ નું વર્ણન છે અને વિચારો વ્યક્ત થયા છે, અને  જે હજારો વર્ષ પછી આજે આધુનિક વિજ્ઞાન સામે પડકારરૂપ પ્રશ્નો બનીને  ઊભા છે.

આ જ તો ભારતીય સંસ્કૃતિની વિશેષતા.

આપણા ઋષિઓએ માત્ર ઉપાસના શીખવી નહોતી. તેમણે જીવન, શરીર, ચેતના અને બ્રહ્માંડ વિશે એવા પ્રશ્નો પૂછ્યા હતા, જેના જવાબો શોધવાનું કામ આજે પણ વિજ્ઞાન કરી રહ્યું છે.

જેમ એક સુંદર વિચાર કહે છે.

પ્રાચીન ઋષિઓએ વિજ્ઞાનથી અલગ કાઈ જ નથી લખ્યું. તેમણે એમના સાહિત્યથી બ્રહ્માંડની જટિલતાઓને આપણી સંસ્કૃતિ નાં વિશાળ કેનવાસમાં કોડ કર્યા છે.”

ભગવાન ગણેશની કથાને આપણે ભક્તિથી જોઈએ કે વૈજ્ઞાનિક જિજ્ઞાસાથી—એ દરેક વ્યક્તિનો પોત-પોતાનો દૃષ્ટિકોણ હોઈ શકે.

કદાચ સમય આવી ગયો છે કે આપણે આપણા ઇતિહાસને માત્ર “પૌરાણિક કથા” કહેવાનું બંધ કરીએ અને તેને જ્ઞાન, તત્ત્વચિંતન અને માનવ કલ્પનાશક્તિ-કલ્પના વિજ્ઞાનના એક વિશાળ ભંડાર તરીકે ફરી નવેસરથી વાંચવાનું શરૂ કરીએ.

કદાચ ત્યાંથી જ ભવિષ્યના કેટલાક નવા પ્રશ્નોના જવાબ પણ મળી શકે.

જો આ આર્ટીકલ વાંચીને આપણી સનાતન સંસ્કૃતિ વિષે જીજ્ઞાશા જાગી હોય, અને તમને ગર્વનો અનુભવ થયો
હોય તો કૃપયા maujvani.com સબસ્કાઇબ કરવા અને ઈન્સ્ટાગ્રામ પર maujvani_a _digital cafe ને
FOLLOW કરવા વિંનતી.
જો તમે માત્ર સબસ્ક્રાઈબ કરશો તો તમે મેળવશો, ચાર વિચારપ્રેરક (thought provoking) અને જે ક્યાંય પબ્લિશ ન થયા હોય

તેવા આર્ટીકલ -પીડીએફ ફોર્મેટમાં (અંગ્રેજી, ગુજરાતી કે હિન્દીમાંથી જે ભાષાનું ચયન કરશો એ ભાષામાં).
જો તમે “સબસ્ક્રાઈબ કરવા ઉપરાંત ‘સપોર્ટ મોજવાણી’ માં યથાશક્તિ યોગદાન આપશો તો તમે મેળવશો,
જે અત્યાર સુધી પબ્લિશ ન થયા હોય તેવા 12 વિચારપ્રેરક આર્ટીકલ્સ પીડીએફ – ફોર્મેટમાં.

‘મોજવાણી’ને વોલન્ટરી સપોર્ટ આપવા બદલ આપનો હૃદયપૂર્વક આભાર.

Enjoying Maujvani? Buy Me a Coffee ☕

Maujvani is completely ad-free—no pop-ups, no banners, no interruptions. Every article is free to read because I believe great thoughts deserve an uninterrupted space.

If these stories, ideas, and conversations have added value to your day, you can help keep Maujvani independent and thriving by buying me a coffee.

Your support keeps this journey alive—and every contribution, big or small, means more thoughtful stories tomorrow.

☕ Support Maujvani. Keep the conversations brewing.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted