Editor's Choice - એડિટરની ચોઈસ - મનોરંજન - મોજવાણી

હિટલર અને ચેપ્લિન: એક અતરંગી કનેક્શન

Reading Time: 4 minutes

હોલીવુડ અને વર્લ્ડ સિનેમાના ઈતિહાસમાં બૉક્સ ઑફિસ પર નહીં પણ બે દેશો વચ્ચેના ડિપ્લોમેટિક સંબંધોમાં કે બે વૈશ્વિક ઓળખ ધરાવતી વ્યક્તિઓના સંબંધોમાં ભૂકંપ લાવી દેનાર અથવા તો કલેશ ઊભો કરનાર  કેટલીક પ્રતિબંધિત (Banned) અને વિવાદાસ્પદ ફિલ્મોની સફરમાં પાછલા સપ્તાહે આપણે ‘ The Interview (2014)’ – હોલીવુડ vs ઉત્તર કોરિયા વિશે  વાત કરી. આજે વાત કરીએ  જગતના મહાન હાસ્ય કલાકાર ચાર્લી ચેપ્લિનની, તેમના અને જર્મનીના શાશક એડોલ્ફ હિટલર સાથેના કનેકશનની, તેમની વચ્ચેની સામ્યતાની. હિટલર સાથેના સંઘર્ષની.

હિટલર અને ચેપ્લિન: એક અતરંગી કનેક્શન

જાણીને નવાઈ લાગશે કે ચાર્લી ચેપ્લિન અને એડોલ્ફ હિટલર વચ્ચે કેટલીક ગજબની સમાનતાઓ હતી. બંનેનો જન્મ એપ્રિલ 1889 માં થયો હતો (ચેપ્લિન હિટલર કરતાં માત્ર ચાર દિવસ મોટા હતા!). બંને બહુ ગરીબીમાંથી આગળ આવ્યા હતા અને સૌથી ક્રેઝી વાત—બંનેની મૂછોની સ્ટાઈલ (Toothbrush Mustache) બિલકુલ સેમ હતી!

ચેપ્લિન જાણતા હતા કે હિટલર તેમની મૂછોની સ્ટાઈલ કોપી કરે છે. જ્યારે બીજા વિશ્વયુદ્ધ (World War II) ની શરૂઆત થઈ અને હિટલરે યહૂદીઓ પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું, ત્યારે ચેપ્લિને નક્કી કર્યું કે તેઓ મૌન નહીં રહે. તેઓ પોતાની કળાનો ઉપયોગ હિટલર સામેના હથિયાર તરીકે કરશે.

🎭 ‘ધ ગ્રેટ ડિકટેટર’ ફિલ્મનો પ્લોટ: ધ ડબલ રોલ સાહસ

1940 માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ચેપ્લિને ડબલ રોલ પ્લે કર્યો હતો: એક પાત્ર Adenoid Hynkel (એડેનોઇડ હિંકેલ)નું જે આબેહૂબ હિટલરનું કેરિકેચર (મજાકિયું પાત્ર) હતું. તે ‘Tomania’ દેશનો પાગલ સરમુખત્યાર હતો અને બીજું પાતરા એક યહૂદી હેરડ્રેસર (Jewish Barber)નું જે એક સામાન્ય, સીધો, સાદો, સરળ માણસ હતો અને હિંકેલના સૈનિકોના અત્યાચારનો ભોગ બનતો હતો.

ફિલ્મમાં ચેપ્લિને હિટલરના ભાષણોની એવી જોરદાર મજાક ઉડાવી કે લોકો હસી-હસીને લોથપોથ થઈ ગયા હતા. હિટલર જ્યારે સ્ટેજ પર આવીને રાડારાડ કરતો, ત્યારે ચેપ્લિને મુવીમાં કોઈ પણ અર્થ વગરના જર્મન જેવા લાગતા ફેક શબ્દો વાપરીને દેખાડ્યું કે હિટલરનું ભાષણ માત્ર એક પાગલપન સિવાય કંઈ નથી.

આ મુવીનો એક સીન આજે પણ આખા વર્લ્ડ સિનેમામાં ક્લાસિક ગણાય છે. હિંકેલ (હિટલર) પોતાની ઓફિસમાં એક મોટો ગેસ-બલૂન જેવો ગ્લોબ (દુનિયાનો નકશો) લઈને બેલે ડાન્સ કરે છે. તે દુનિયાને હવામાં ઉછાળે છે, તેના પર લાત મારે છે—જે દર્શાવે છે કે હિટલર આખી દુનિયા પર રાજ કરવા કેટલો પાગલ છે. પણ સીનના અંતમાં એ ગ્લોબ ફૂટી જાય છે, જે હિટલરના અહંકારના પતનની ભવિષ્યવાણી હતી!

🚫 બ્રિટન અને જર્મનીમાં પ્રતિબંધ (The Censorship and Ban)

જ્યારે ચેપ્લિને આ મુવી બનાવવાનું શરૂ કર્યું, ત્યારે અમેરિકા અને બ્રિટન બંને હિટલર સાથે ઓફિશિયલી યુદ્ધમાં નહોતા ઉતર્યા. બ્રિટિશ સરકારે તો ચેપ્લિનને ધમકી આપી હતી કે તેઓ આ ફિલ્મ બ્રિટનમાં રિલીઝ નહીં થવા દે, કારણ કે તેનાથી હિટલર નારાજ થઈ જશે!

બીજી તરફ, હિટલરના પ્રોપેગેન્ડા મિનિસ્ટર જોસેફ ગોબેલ્સે જર્મનીમાં ચેપ્લિનની ફિલ્મો જોવા પર કડક પ્રતિબંધ મૂકી દીધો હતો અને મીડિયામાં ચેપ્લિન વિરુદ્ધ આર્ટીકલ્સ લખાવ્યા હતા.

પરંતુ ચેપ્લિન ડર્યા નહીં. તેમણે પોતાના પર્સનલ પૈસા આ મુવીમાં ઇન્વેસ્ટ કર્યા. મુવી બનતા બનતા જ યુદ્ધ ફાટી નીકળ્યું અને જે બ્રિટન પહેલા ના પાડતું હતું, તેણે જ આ મુવીને હિટલર સામે પ્રચારનું મોટું હથિયાર બનાવ્યું!

શું હિટલરે આ મુવી જોઈ હતી?

આ ઇતિહાસનું સૌથી મોટું સસ્પેન્સ છે. જર્મનીમાં મુવી બેન હોવા છતાં, એક સત્તાવાર રેકોર્ડ મુજબ હિટલરે આ મુવી પોર્ટુગલથી ગુપ્ત રીતે મંગાવી હતી અને પોતાના પ્રાઈવેટ થિયેટરમાં એક નહીં, પણ બે વાર જોઈ હતી!

તેણે મુવી જોઈને શું રિએક્શન આપ્યું એ ક્યાંય નોંધાયું નથી, પણ ચેપ્લિને પાછળથી પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું દુનિયાની કોઈ પણ વસ્તુ આપવા તૈયાર છું જો મને એ ખબર પડી જાય કે હિટલરે એ મુવી જોતી વખતે શું વિચાર્યું હશે!”

ફિલ્મના અંતમાં એક કન્ફ્યુઝનને કારણે પેલો ગરીબ યહૂદી બાર્બર, હિંકેલ (ડિક્ટેટર) ની જગ્યાએ સ્ટેજ પર પહોંચી જાય છે. ત્યાં ચેપ્લિન પાત્રમાંથી બહાર આવીને રિયલ લાઈફમાં આખી દુનિયાને એક મેસેજ આપે છે. લગભગ 4 મિનિટની એ સ્પીચ આજે પણ હ્યુમનિટી (માનવતા), ડેમોક્રેસી અને ફ્રીડમ માટેની ઈતિહાસની સૌથી બેસ્ટ સ્પીચ ગણાય છે. ચેપ્લિને કહ્યું હતું: “ડિક્ટેટર્સ મરી જશે, પણ આઝાદી ક્યારેય નહીં મરે!”

Propaganda કે Art?

કેટલાક લોકોએ આ ફિલ્મને અમેરિકા અને બ્રિટનનો ‘એન્ટી-નાઝી’ ‘Propaganda’ ગણાવ્યો. પરંતુ સમય જતાં સાબિત થયું કે આ ફિલ્મ સસ્તા પ્રચાર માટે નહીં, પણ હિટલર ના ડર સામે લડત આપવા માટે બની હતી. જ્યારે મોટી-મોટી આર્મી હિટલર સામે હારી રહી હતી, ત્યારે ચાર્લી ચેપ્લિને સાબિત કર્યું કે સાચી ‘Art’ ક્યારેય સત્તા સામે નથી ઝુકતી, ઘૂંટણ નથી ટેકવતી.

તમારો ઓપિનિયન શું છે?

શું આજના સમયમાં કોઈ કલાકારમાં એટલી હિંમત છે કે જે કોઈ પાવરફુલ લીડર પર આ રીતનો સીધો સટાયર વ્યંગ કરી શકે? ઈમેલ કરી જણાવજો!

Enjoying Maujvani? Buy Me a Coffee ☕

Maujvani is completely ad-free—no pop-ups, no banners, no interruptions. Every article is free to read because I believe great thoughts deserve an uninterrupted space.

If these stories, ideas, and conversations have added value to your day, you can help keep Maujvani independent and thriving by buying me a coffee.

Your support keeps this journey alive—and every contribution, big or small, means more thoughtful stories tomorrow.

☕ Support Maujvani. Keep the conversations brewing.

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted